Book Title: Yashojivan Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 148
________________ રેખાચિત્ર દોરી ન શકાયું છતાં તમને તેઓ પ્રત્યે બહુમાન તો જગાવી શક્યો છું. એક શાયરની પંક્તિ યાદ આવે છેઃ “માના કિ ઇસ ઝમીન કો ગુલઝાર ન કર સકા કુછ ખાર' કમ તો કર ગએ ગુજરે જિધરસે હમ.” અને અન્ને ઉપસંહારઃ શ્રી સંઘમાં તો જિનશાસનગગનને શોભાવનારા-અજવાળનારા અનેકાનેક જાણીતા, અજાણ્યા પુણ્યપુરુષો થયા છે. તે બધામાં ઉપાધ્યાયજી મહારાજ પ્રત્યેનું આકર્ષણ કોઈ અકળ કારણસર પ્રબળ રહ્યું છે. તેમને જોયા તો નથી પણ તેમના અસાધારણ જીવન અને અસામાન્ય વચનોથી હું તેમનો દાસ બન્યો છું. શ્રુત્વાવવ: સુરત ૬ પૃથર્ વિશેષણ્. એટલે કે તેઓના ગ્રન્થોનો વિશાળ શ્રુતરાશિ અને તેમાં રહેલાં અસંદિગ્ધ વચનો તે તેમની નિર્ભ્રાન્ત દૃષ્ટિના દ્યોતક છે. આ વિશાળતા ને વિપુલતાની દૃષ્ટિએ અગાધ લાગે તેવા જ્ઞાનરાશિને જોઈને મુગ્ધ બન્યો હતો. તે પછી તેનાં ફળ અને મૂળને પણ જોયાં. શાસનરાગ તે ફળ છે અને ગુરુભક્તિ તે મૂળ છે. આ ત્રણે અદ્ભુત છે. જ્ઞાન તે ગમે તેટલું હોય તોપણ એક સાધન છે. તેનો ઉપયોગ સાધ્ય માટે થવો જોઈએ. જ્ઞાનદશા (જીવનને આત્મદૃષ્ટિએ જીવવું તે) એ સાધ્ય છે. અને એમણે એ સાધ્ય સિદ્ધ કર્યું છે. એમના પોતાના જ શબ્દોમાં એ જોઈએ : अधीतास्तर्काः श्रीनयविजय विज्ञांह्रिभजनाद् प्रसादाद् ये तेषां परिणतिफलं शासनरुचिः । इहांशेनाप्युच्यैरवगमफला या स्फुरति मे तया धन्यं मन्ये जनुरखिलमन्यत् किमधिकम् ॥ ગુરુશ્રી નયવિજયજી મહારાજની કૃપાથી (કાશીમાં) જે તર્કશાસ્ત્રનું અધ્યયન થયું તેના ફળ સ્વરૂપે શાસનનો રાગ પ્રગટ્યો. તેનાથી અષ્ટસહસ્રીવિવરણ ૧. ખાર એટલે કાંટા. અહીં ગેરસમજો એવો અર્થ પ્રસ્તુત છે. Jain Education International નવ: જ્ઞાનયોગની પૂર્ણતા: આધારશિલા ગુરુકૃપા For Private & Personal Use Only ઇ શકે કે ૧૧૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154