Book Title: Yashojivan Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 147
________________ ટોળાને લઈને ચાલનારા તેઓ ન હતા. આવાં કારણોસર તેઓનો ડભોઈમાં સ્વર્ગવાસ થયો તેના વિશેષ કશાં સ્મૃતિચિહ્નો ઇતિહાસમાં, પ્રબંધોમાં ઝિલાયાં નથી એમ લાગે છે. તેઓના ચરણપાદુકાની સ્થાપના પણ કાળધર્મ પછીનાં બે વરસે એટલે કે વિ.સં. ૧૭૪પમાં થઈ છે. આ રીતે ચરણપાદુકાના નિર્માણમાં દોઢ-બે વર્ષ જેવો ગાળો વીત્યો તેથી તેમાં પણ ત્યારના સંઘની ઉદાસીનતા જણાય છે. અને “સુજસવેલીમાં “તિહાં સુરપદવી અણુસરી અણસણ કરી પાતક ધોઈ જે ઉલ્લેખ છે તેમાં અણસણ કર્યું એમ લખે છેઃ શા માટે અણસણ સ્વીકાર્યું? સામાન્ય રીતે આવા કૃતધર પુરુષો અણસણ સ્વીકારવા ઇચ્છે તો પણ સંઘ અનુમતિ ન આપે તેમ બનતું હોય છે. તેથી તેઓને એ વર્ષોમાં તેમની નિશ્ચયપ્રધાન વિચારસરણીના કારણે આવું કાંઈક બન્યું હશે તેમ લાગે છે. એ જે હોય તે. આપણને તો તેઓના “મોહર્વપસમું વ:” એ ઉક્તિને સાર્થક કરે તેવાં વચનોથી ભરેલા ગ્રન્થો મળ્યા તે જ આપણું સદ્દનસીબ છે. વચનો દ્વારા તો આવા મહાપુરુષ સૈકાઓ સુધી જીવંત રહેશે. મને તો એવું લાગે છે કે હજી જેમ જેમ વખત વીતશે તેમ તેમ આવા મહાપુરુષોનાં વચનો વધુ ને વધુ પ્રસ્તુત જણાશે. યુગે યુગે અને વ્યક્તિએ વ્યક્તિએ તેઓના શબ્દોના નવા નવા અર્થ થશે. શાસ્ત્રકારોના શબ્દો તો લૌકિક હોય છે પણ અર્થો અલૌકિક હોય છે. આ જ તેમની ઉપકારકતા છે. એમણે લખેલા ગ્રંથોનો રસાસ્વાદ કરાવવા જઈએ તો વરસોનાં વરસો લાગે છતાં તે અધૂરા રહે એવા એ અદ્દભુત અર્થોથી ભરેલા છે. અહીં આ રીતે નવ પ્રવચન આપણે તેઓના ગુણોની સ્તુતિ કરી. કલિકાલ સર્વશે ગુરુના ગુણની સ્તુતિને સ્વાધ્યાય જેવી આવશ્યક અને લાભદાયી કહી છે. આવા આભઊંચા અને સાગરગહેરા જીવનને આપણા નાના ખોબામાં કેમ સમાવી શકાય? પણ તેમની વાતો કરતાં આનંદ આવે છે. ધન્યતા અનુભવાય છે હું સમજું છું કે આ રીતે નવ દિવસોમાં કાંઈ તેઓનું પૂરું - અંક છે, જાજરાજે અજર, *** * જો કે જk # # # # # # # # # # $, tvફ. જજ જ ર પર ૫ ટકા , , ક રે , જ રીતે કરી શ કે છે કે એક જ જ ! ૧૧૪ યશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154