Book Title: Yashojivan Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
૧૧૨
કારિત પ્રતિષ્ઠિત મહોપાધ્યાય શ્રી યશોવિજય ગણિભિઃ શ્રી વિજયદેવસૂરિ ગચ્છે.”
પ્રકાશિતઃ “જૈન' પોષ ૧૯૮૪ વર્ષઃ ૩, અંકઃ ૫, પૃ. ૧૫૯) આવા પ્રમાણથી લાગે છે કે પ્રસંગોપાત્ત સામેથી પ્રસંગ આવી ગયો અને આ રીતે કાર્ય થઈ ગયું. બાકી તેમનો સ્વધર્મ જ્ઞાનોપાસનાનો જ રહ્યો અને તે તેમણે આજીવન સુપેરે બજાવ્યો.
જ્ઞાનયોગી તરીકે જ તેઓને આપણે ઓળખીએ. તેમને જ્ઞાનયોગ એવો પરિણત થયો હતો કે છેલ્લાં વર્ષોમાં રચેલા ગ્રંથોમાં તેઓ પોતાનું નામ પણ લખતા ન હતા. અંતે માત્ર ‘પરમાનન્વ’ એટલો જ શબ્દ વાપરતા. બત્રીસ બત્રીસીમાં આમ જ મળે છે. સ્તોત્રોમાં પણ યશઃશ્રીના બદલે પરમાનન્દ શબ્દ જ આવે છે. આ તેમના જીવનમાં સહજ રીતે જ આવેલી નિસ્પૃહતાની-નિર્લેપતાનીસાક્ષીભાવની સાબિતી છે, અને આ જ રીતે જીવનને ઉત્તરોત્તર જ્ઞાનથી પરિપક્વ બનાવ્યું.
પ્રવૃત્તિથી જીવનને નિષ્કલંક વિતાવ્યું અને વૃત્તિથી નિષ્કષાય બનાવવાની કોશિશ કરી.
અંતિમ ચાતુર્માસ વિ.સં. ૧૭૪૩માં ડભોઈમાં રહ્યા. ત્યાં બિરાજમાન લોઢણ પાર્શ્વનાથ ભગવાનના કા૨ણે તે ગામ સ્થાવરતીર્થ સ્વરૂપ છે અને આ જંગમતીર્થ સ્વરૂપ ઉપાધ્યાયજી મહારાજના કાળધર્મથી તેની તીર્થરૂપતામાં ઓર વધારો થયો.
આમ તેઓના કાળધર્મનો સંવત મળે છે પણ મહિનો મળતો નથી. આપણને તેઓશ્રીના જીવન વિષેની માહિતી પૂરી પાડે તેવા ખાસ ઐતિહાસિક સંદર્ભો-પ્રબંધો મળતા નથી. જે રીતે તેઓનું વ્યક્તિત્વ હતું તે રીતે તેઓની જીવનની વિગતો મળવી જોઈએ. પણ મળતી નથી. તેઓના સ્વર્ગવાસને માત્ર ત્રણસો વર્ષ થયાં. ત્રણસો વર્ષનો ગાળો એ બહુ મોટો ગાળો ન કહેવાય. તેમની કેટલાંય વર્ષ પહેલાં થઈ ગયેલા મહાપુરુષના જીવનના પૂર્ણ પ્રબંધો મળે છે. દાખલા તરીકે વિક્રમના બારમા સૈકામાં થઈ ગયેલા વાદી દેવસૂરિજી મહારાજના ગુરુ શ્રી મુનિચન્દ્રસૂરિ મહારાજ કે જેઓનું
યશોજીવન પ્રવચનમાળા
Jain Education International
*૩
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154