Book Title: Yashojivan Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 59
________________ એ બ્રાહ્મણે આપવાની ધરાર ના કહી. તે પછી શ્રાવક વર્ગ સાથે વિચારણા કરીને જ્યારે ભટજી બહારગામ હતા ત્યારે ગોરાણીને ખુશ કરીને એ ગ્રન્થ માત્ર પંદર દિવસ માટે મેળવી લીધો. પોષ મહિનો હતો, ૧૮ હજાર શ્લોક લખવાના હતા અને આવી બીજી પ્રત ન હતી. એટલે જે લખાય તે શુદ્ધ જ લખાવું જોઈએ. એટલે ભણેલાગણેલા સાત મુનિવરોએ આ યજ્ઞ માંડ્યો અને તેમાં મુખ્ય જવાબદારી શ્રીયશોવિજયજી મ.ની રહી. તેથી ૫. શ્રી નવિજયજી, પં. શ્રી કીર્તિરત્નજી, પં. શ્રી તત્ત્વવિજયજી, પં. શ્રી રવિવિજયજી, પં. શ્રી લાભવિજયજી, પં. શ્રી જયસોમજી આ છ મુનિવરો અને સાતમા શ્રી યશોવિજયજીએ પંદર દિવસમાં ગ્રન્થ પૂર્ણ લખ્યો. “પક્ષે ન પૂરતો પ્રસ્થ: ” આ સાત મુનિવરોના ભિન્ન અક્ષરવાળો સમગ્ર નવ પ્રસ્થ આજે પણ આપણી પાસે વિદ્યમાન છે. આ જ વાત હજી થોડાં વિસ્તારથી આવતીકાલે કરીશું. આ ઋતભક્તિનું મહાન કાર્ય કાશીથી આવ્યા પછીનું પહેલું જ કામ થયું. તેઓએ કાશી અને આગ્રામાં જે વિદ્યા પ્રાપ્ત કરી, તે બીજારોપણ જેવી ઘટના છે. હવે તેનો પાક લેવાનો સમય આવી ગયો છે. જેઠ મહિનામાં જે બીજ વાવ્યાં હોય, જેના છોડને ઉછેર્યા હોય તે પાક તૈયાર થતાં આસો-કાર્તિક મહિનામાં ગાડાંનાં ગાડાં ભરાય છે, તેવી રીતે તેમણે વાવેલી વિદ્યાની પ્રાપ્તિનો હવે સમય છે. વિ.સં. ૧૭૧૧થી તેઓ મોટા મોટાગ્રંથો રચવાની શરૂઆત કરે છે. એટલે હવે આપણે ક્રમશઃ તેમણે રચેલા સાહિત્યનો પરિચય મેળવવાનો છે. માત્ર १. प्रतिमाशतकनी प्रतिलेखननी प्रशस्ति ॐ इति श्री प्रतिमाशतकं संपूर्ण लिखितं च संवत् १७२३ वर्षे अश्विनमासे श्वेतपक्षे १२ द्वादशीतिथी शनिवारे पंडित श्रीनयविजयग । शिष्योपाध्याय श्री ५ श्रीयशोविजयगणि ज्येष्ठसहोदर पंश्री ५ श्रीपद्मविजयगणि पदपंकज मधुकररसिकेन विनेयेन गणि लक्ष्मीविजयेन लिपीकृतम् श्रीराजपुरनगरे शुभं भवतु लेखक पाठकयोः । મહેસાણા પેઢી ભંડાર – નં. ૫૧૦, પત્ર-૭ , લાક : - રાકેફ ક ન કે livો ન ક *, છે, જો , *** : કાકા :- પુણાક માં રકમ ર ા : રાજકોટ મહ: અમ ૪જી દેસાઈ તળાવ - કાર છે. કરે છે ભ' જ છે કે જે રીતે કદી - ૨ જાન 1 TL | હ ય ક ા ક હકક દ છે , જરા ય ક ર , ન જ છે ૪૨ • યશોજીવન પ્રવચનમાળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154