Book Title: Yashojivan Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 136
________________ સુંદર અને સચોટ થોડા શબ્દમાં દોરે છે ! વિદ્યા વિનય વિવેક વિચક્ષણ લક્ષણલક્ષિત દેહાજી ગીતારથ સારથ સોભાગી સંગીત સખર સનેહાજી” તેમના વ્યક્તિત્વનાં વિશિષ્ટ પાસાં થોડા જ લસરકામાં આપણી સમક્ષ મૂકી આપ્યાં, વળી ઉત્તરાર્ધમાં “સની વર્ણસગાઈ પણ સહજ રીતે જ વહી આવી છે. બાકી તો વિ.સં. ૧૬૯૬માં ઉ. વિનયવિજયજીએ કલ્પસૂત્ર ઉપર સુબોધિકા નામની વૃત્તિ પણ રચી લીધી છે. જ્યારે શ્રી યશોવિજયજીનો વિદ્યાભ્યાસ ચાલુ હતો અને એ જ રીતે વયમાં પણ અંતર હશે જ પણ હૃદયના સ્નેહને તો હૃદય સાથે જ સંબંધ હોય છે. અને તે તો વયથી પર હોય છે. પછી બીજા સમકાલીનોમાં એક નામ છે ઉપાધ્યાય માનવિજયજી મહારાજ. તેઓ ઊંચી કક્ષાના પ્રભુભક્ત હતા. તેમણે ધર્મસંગ્રહ નામે બે ભાગમાં એક મોટો જેન પરંપરાનો આચારવિચાર વિષયક આકરગ્રંથ રચ્યો છે. આ ગ્રંથ રચ્યા પછી તેમાં કોઈ બાબત ત્રુટિ રહી ગઈ હોય, શાસ્ત્ર-પરંપરાથી વિપરીત આવી ગયું હોય તો તેના પરિમાર્જન માટે ઉપાધ્યાયજી મહારાજને વિનંતિ કરી અને ઉપાધ્યાયજી મહારાજે પોતાના હાથ ઉપર અનેકાનેક દાર્શનિક ગ્રંથોનું સર્જન હોવા છતાં એ કામ સ્વીકાર્યું. અને રીતસર તે ગ્રંથ ઉપર વિશદ ટિપ્પણ જ લખી દીધું. તેથી ધર્મસંગ્રહ ગ્રંથની ઉપયોગિતા અને ઉપાદેયતામાં ખાસ્સો વધારો થયો. ઉપાધ્યાયજીની મહોર હોય એટલે ગ્રંથ શાસ્ત્ર બની જાય. આ ઉપાધ્યાય માનવિજયજી મહારાજે ઉપાધ્યાયજીની અગાધ વિદ્વતાથી પ્રભાવિત થઈને પ્રભવાદિક શ્રુત કેવળીજી આગે હુવા પટ જેમ, કલિમાંહી જોતાં થકાંજી એ પણ મૃતધર તેમ (સુક્સવેલી) આવું વર્તમાન શ્રુતકેવળી” જેવું બિરુદ તેમને ધર્મસંગ્રહ પ્રશસ્તિમાં હતો ET . T ' , જ : , - સાકાકા કાકી કાકી 13 - - - - ૧થા ફાડા ના કાકા ન કરતા પણ ન " | | | | | Pયકિત ન હતા , જ ક ખ ગ ત ર ક જ દેહ બk; કે, માટે સરકારી, જરદી, કે આ કરતા કરું : કાકા કાકી : B M 1 " , " K L M | બ | Hindi * ? . :: આઠ : સમકાલીનો પર પ્રભાવ • ૧૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154