Book Title: Vastusara
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 17
________________ पास्तुसारः हस्तात्रिरोहिणीयुग्मं ज्येष्ठा मूलोत्तराश्विनी । रेवतिपुष्यमैत्रं च शंसन्ति वास्तुकर्मणि ॥१०॥ હસ્તથી ત્રણ (હ. ચિ, સ્વા) રોહિણી અને મૃગશીર્ષ, જ્યેષ્ઠા, મૂળ, ત્રણે ઉત્તરા ( ઉ.ફા, ઉ.ષા. ઉ.ભા.) અશ્વિની, રેવતી અને પુષ્ય એ ચૌદ નક્ષત્રે ગૃહારલે કે વાસ્તુ કર્મમાં લેવાં એમ વિદ્વાને કહે છે. ૧૦ यामोर्चे वेश्मनः छायां वृक्षप्रासादजां त्यजेत् । सौम्यादिषु शुभः पलक्षो क्टोदुंबरपिप्पलाः ॥११॥ એક પ્રહર દિન ચઢયા પછી ઘર પર વૃક્ષ કે પ્રાસાદ (દેવળ)ના ધ્વજની છાયા પડે તે નષ્ટ જાણવું. છાયા તજવી. બીજા ને ત્રીજા પ્રહરની છાયાને દેષ જાણ. પહેલા કે ચોથા પ્રહરની છાયાને દોષ નથી. ઉત્તરે પિપળી, પૂર્વ વડ, દક્ષિણે ઉંબરે (ગુલર) અને પશ્ચિમે પીંપળ એ વૃક્ષ રેપવાં. ૧૧ सुवर्णस्यापि द्रव्यस्य धारयेन गृहाश्रये । आश्रयंति च भूताद्याः कलिं कुर्वन्ति दारुणम् ॥१२॥ સેનાનું બનેલું હોય તે પણ ઘર આગળ વૃક્ષ ન રાખવું, કારણ ભૂત-પ્રેત તેમાં રહે છે અને તેવા વૃક્ષથી મેટો કલેશ થાય છે. ૨ ઘરની જમીનના ગુણદોષ અન્યગ્રંથોમાં સવિસ્તર દર્શાવ્યા છે. ભૂમિ પરીક્ષામાં (૧)ગધ (૨)વર્ણ (૩)સ્વાદ અને લવ ટાળથી પરીક્ષા પ્રથમ કરી છે. જ્યાં પૂર્વે સ્મશાન હોય. જ્યાં પૂર્વે યુદ્ધો થયાં હોય. પાણીના પ્રવાહ કે ધેધ વાળી, ભેજવાળી, બ્લે, ચાંડાળ પૂર્વે વસેલા હોય તેવી અને તેની પડોશની જમીન. કુગ્રામ એટલે જ્યાં સજજનોનો વાસ ન હોય, જ્યાં દુર્જનો વસતા હોય, પૂર્વ કાળે દેવ મંદિર હય કે કઈ મલીન દેવનું સ્થાનક હોય, તેવી ભૂમિ પર ઘર ન કરવું. જે જમીન ઠંડીના કાળમાં ગરમ હુંફવાળી હોય અને ગરમી ઉનાળાના સમયમાં ઠંડક આપે તેવી હોય તે ભૂમિ સર્વોત્તમ જાણવી. शीतकाले उष्णदा च उष्णकाले शीतप्रदा। प्रशस्ता सर्वोत्तमा भूमिर्भाषिता विश्वकर्मणा ॥ ઘર કરવાની ભૂમિની શુદ્ધિ કરવી. ઘરની ભૂમિમાં હાડકાં, કેલસા, વાળ, રાખ, લાકડું આદિ શલ્ય કહેવાય. તે ભૂમિમાંથી કાઢી ઘર કરવાની ભૂમિની શુદ્ધિ કરવી, શલ્ય શોધનની વિધિ અન્ય ગ્રંથોએ કહી છે. મનુષ્યના ઘરોમાં મનુષ્યના માથડાથી નીચે શવ્ય હોય તે દોષ કહ્યો નથી. શયોધનને મંત્ર. f Mહિ કરિ મમ હૃદ્ય જથય થય ફ્ર વાત એમ આ મંત્રનો એકવીશ વાર જપ કરવા, ૩ ઘર સમીપે દૂધવાળાં, કાંટાવાળા કે ઘણું ફળવાળાં વૃક્ષો વાવવાં નહિ, પણ એપિ, કેળ, જુઈ વાવવાં. દુષ્ટક્ષ કે જે કાપતાં લાલ રસનીકળે છે અને ભૂતપ્રેતાદિનો જેમાં વાસ હોય તે વૃક્ષો બળ વડે પણ કાપવાં નહિ. આસોપાલવ કે બોરસલી જેવાં ક્ષ વાવવાં. ઘર સમાપે દ્રાક્ષ કે પુપ વેલીને મંડપ, ચંદન અને દાડમ વાવવા. (વૃક્ષ વિષયમાં ઘણું મતમતાન્તર છે.)

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90