________________
वास्तुसारः
द्वौ स्तम्भौ क्षणमध्ये तु दधाद्गर्भ न पीडयेत् ।
वृद्धि हादिवास्तूनामिच्छेद्याचदंशा समुद्धृता ॥१२६॥ ઘરની વિશાળતા હોય તે દરેક પદમાં બે બે સ્તંભ મૂકવા પણ ગર્ભ દબાય તેમ ન કરવું. ગૃહ આદિ બાંધકામ માટે જેટલા ભાગને સ્વીકાર કરેલો હોય તેટલી વૃદ્ધિવાળું તે કરાય તે ઈચ્છવા ગ્ય છે. ૧૨૬
प्रागुत्तरे सर्वतो वा वर्द्धते नान्यतो गृहम् ।।
द्विगुणं वेणी त्रिभिः क्षीरिस्तु स्याच्चतुर्गुणम् ।।१२७॥ પૂર્વમાં કે ઉત્તરમાં અથવા ચારે બાજુ ઘરની વૃદ્ધિ કરી શકાય. અસલ ઘરની ભૂમિથી બમણું ઘર બનાવ્યું હોય તે તે વેણી કહેવાય ક્ષણ ગણું બનાવ્યું હોય તે તે ચટૂ કહેવાય એને ચાર ઘણું બનાવ્યું હોય તે તે ફરિ કહેવાય છે. ૧૨૭
प्रासादस्योदयाद्भूमि परित्यज्य च षड्गुणाम् ।
लिंगस्याष्टगुणां त्यक्त्वा गृहं कुर्यान्न दोपदम् ॥१२८॥ દેવપ્રાસાદની ઊંચાઇથી છ ગણી જગ્યા છોડી દઈને ઘર કરવામાં દેષ નથી. શિવલિંગથી એટલે શિવાલયની ઊંચાઇથી આઠ ગણી જમીન છોડી દઈ તેટલા અંતરે ઘર કરવામાં આવે છે તે દોષ કરનારૂં થતું નથી. ૧૨૮
विविधोपस्करैर्वश्म यत्र सुविधिनिवर्तते ।।
सूत्रधारभवेधैः पूर्ण दुर्ग प्रकारयेत् ॥१२९|| इति नगराणि વિવિધ પ્રકારનાં સાધનોથી ભરપુર ઘર બનાવવાં કે જેથી તેમાં સગવડતા પૂર્વક રહી શકાય. આવાં ઘરમાં શિપિ, સુભટો (સૈનિકે) તથા વૈદ્યોને વસાવવા. આવી રીતે કિલ્લો વસ્તીથી ભરેલું રહે તેવો બનાવવો. ૧૨૯
નોંધ-આટલા લોકો ઘરના પ્રસ્તાર કરવાની રીત બનાવનારા ૯૦૩માં લેકની પહેલાં રાજસ્થાનની પ્રતમાં વધારે છે અને તેમાં એડનિર્માણની કેટલીક સારી રીતે સમજાવેલી હોવાથી તે ઉપયોગી પણ છે. આ બ્લેકે મૂળમાં ગ્રન્થરમણિી સંગ્રહ કરી મૂકવામાં આવ્યા હોય તે આશ્ચર્ય નથી. કારણ ગુજરાતની પ્રતમાં ટી લાગતી નથી.
શ્રી મંડન સૂત્રધાર વિરચિત વાસ્તુસાર ગ્રંશ સાટીકઅનુવાદ પથ્થી સ્થપતિ પ્રભાશંકર ઓઘડભાઈ એમપુરાએ કરેલ છે.
-સંપાદક (સંપૂર્ણ )