________________
सूत्रधार-मंडन-विरचितो કર્ક, સિંહ, મકર અને કુંભ સંક્રાંતિમાં પૂર્વપશ્ચિમ મુખનું ઘર કરવું. વૃષભ, મેષ અને તુલા સંક્રાંતિમાં ઉત્તર-દક્ષિણ મુખનું ઘર કરવું. ધન, મીન, કન્યા અને મિથુન સંક્રાંતિમાં કઈપણ દિશાના મુખવાળું ઘર ન કરવું. જે કરે તે ઘરના સ્વામીને નાશ થાય અને ધનને પણ નાશ થાય. ૪-૫
पूर्वादिषु त्यजेद्वारं कन्यादित्रित्रिगे रवौं ।
वृषालिसिंहकुंभेषु कुर्याच्चातुर्दिशं मुखम् ॥६॥ કન્યા, તુલા અને વૃશ્ચિક સંક્રાંતિમાં પૂર્વદિશાના દ્વાર–મુખનું ઘર ન કરવું. ધન, મકર ને કુંભ સંકાંતિમાં દક્ષિણ મુખનું ઘર ન કરવું. મીન, મેષ, અને વૃષભ સંક્રાંતિમાં પશ્ચિમાભિમુખદ્વારનું ઘર ન કરવું. મિથુન, કર્ક અને સિંહ સંક્રાંતિમાં ઉત્તરાભિમુખ દ્વારનું ઘર ન કરવું. વૃષભ, સિંહ, વૃશ્ચિક, અને કુંભ રાશિને સૂર્ય હોય ત્યારે ચારે દિશામાંના ચતુર્મુખ ઘરને પ્રારંભ કરી શકાય. ૬
__वृपालिघटगे सिंहे क्रमादब्राह्मादिकोणतः ।
__तदा गेहं चतुर्दिक्षुः कुर्यादित्यपरेऽप्युचुः ॥७॥ વૃષભ, વૃશ્ચિક, કુંભ અને સિંહ સંક્રાંતિમાં વત્સને ચાર કેણમાં વાસ હોય છે, ત્યારે ચારે દિશાના દ્વારવાળું ઘર કરવું એમ બીજા પણ કહે છે. (પ્રાચીન ગ્રષિએ કહ્યું છે કે ભારદ્વાજનેત્ર અને વિશિષ્ટ ગોત્રના વંશજોને વિશેષ કરીને વત્સદેષ લાગતું નથી.) તેમજ ચતુર્મુખને પણ દોષ લાગતું નથી) ૭
દાઃ પ્રાણત્તાને એ જેમકક્ષre ..
किलकाः कोणतो वहनेः शिलास्तंभाश्च वेश्मनः ॥८॥ ઘરની ભૂમિ ઢાળ પૂર્વ, ઈશાન કે ઉત્તરે હોય તે શ્રેષ્ઠ જાણવું. ઘરમાં પ્રવેશ સૃષ્ટિ માગે થાય તેમ કરવું. ઘરના પાયાની ખુંટીઓ છોડવાનું તથા શિલારોપણ અને સ્તંભ ઉભા કરવાને પ્રારંભ અગ્નિકોણથી સુષ્ટિ માર્ગે કરે.' ૮
उपरा स्फूटिता नीचा भूमिर्वाल्मीकिनी त्यजेत् ।
विप्रादीनां शुभा श्वेता रक्ता पीता च श्यामिका ॥१॥ ઘર કરવાની જમીન ખારવાળી હોય, ફાટેલી હોય, ઉંચા નીચી હોય, રાફડાવાળી હોય છે તેવી જમીનમાં ઘર ન કરવું, પણ તેને તજી દેવી. બ્રાહ્મણને સફેદ વર્ણની, ક્ષત્રિયને રક્ત વર્ણની, વૈશ્યને પીળા વર્ણની અને શૂદ્રને શ્યામ વર્ણની ભૂમિ શ્રેષ્ઠ જાણવી.ર ૯ ૧ સુષ્ટિ માર્ગ-પ્રદક્ષિણ માર્ગ એટલે પ્રથમ પૂર્વ પછી દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર એમ ક્રમથી ફરવું તે,
સુષ્ટિમાર્ગથી ઉલટું ફરે તો તે. સંહારમાર્ગ–અપસવ્ય કહેવાય. તે નષ્ટ જાણો.