Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 9
________________ ભાવનાના ફળરૂપે ભરત ક્ષેત્રમાં વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી તથા એકવીસમાં તીર્થંકર શ્રી નેમીનાથજીના પ્રાગટ્ય કાળની વચ્ચે, અયોધ્યામાં રાજા દશરથના શાસનકાળ દરમિયાન તથા રામચંદ્રજીના જન્મ પૂર્વે શ્રી સીમંધર સ્વામીએ મહાભિનિષ્ક્રમણના ઉદયયોગે ફાગણ સુદી ત્રીજના દિવસે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા અંગીકાર કરતાં જ તેમને ચોથું મન:પર્યવ જ્ઞાન લાધ્યું. દોષકર્મોની નિર્જરા થતાં હજાર વર્ષના છદ્મસ્થકાળ પછી બાકીનાં ચાર ઘાતી કર્મોનો ક્ષય કરીને ચૈત્ર સુદી તેરસના દિવસે ભગવાન કેવળજ્ઞાની તથા કેવળદર્શની બન્યા. પૂર્ણપદની પ્રાપ્તિ થતાં પ્રભુ કરોડો લોકોના તારક બન્યા. એ પછી તુરત જ તેમને ચતુર્વિધ સંઘ એટલે કે સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાઓના સંઘની સ્થાપના કરી. કલ્યાણજ્ઞાન યજ્ઞની પ્રવૃત્તિ પૂરા જોશથી આગળ વધવા લાગી. એમનાં દર્શન માત્રથી જ જીવો મોક્ષમાર્ગી બનવા લાગ્યા. આટલું જ નહિ, સમ્યક્દર્શની તથા કેવળદર્શની પણ બન્યા ! આવા સમર્થ પુરુષને કોટિ કોટિ વંદન કરી તેમના દર્શનની જ કામના દિનરાત કર્યા કરીએ. આવતી ચોવીસીના આઠમા તીર્થંકર શ્રી ઉદયસ્વામીના નિર્વાણ પછી તેમ જ નવમા તીર્થંકર શ્રી પેઢાળસ્વામીના જન્મ પૂર્વે શ્રી સીમંધર સ્વામી તથા અન્ય ઓગણીસ વિહારમાન તીર્થકર ભગવંતો શ્રાવણ સુદી ૩ના અલૌકિક દિવસે ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પૂરું કરી નિર્વાણપદને પામશે. મહાવિદેહ ક્ષેત્રમાં જન્મતી તૈયારીઓ ભરત ક્ષેત્રના પુણ્યાત્માઓ આ ભવમાં એવાં સ્વભાવમાં આવી જાય કે ચોથા આરાના જીવો જેવાં જ થઈ જાય. કળિયુગ ખૂબ જ આગળ વધી ગયો છતાં ય ઘરમાં તથા બહાર સર્વત્ર સયુગનું વાતાવરણ સર્જ. અહીં, આ ક્ષેત્રના જીવોના ઋણાનુબંધ ‘સમભાવે નિકાલ' કરી પૂરાં કરે, ક્યાંય વેર ના બાંધે તો તે અવશ્ય શ્રી સીમંધર સ્વામીનાં સુચરણોમાં સ્થિત થવાને લાયક થયો ગણાય. રાત-દિવસ શ્રી સીમંધર સ્વામીનું સ્મરણ રહ્યા કરે અને સ્વપ્નો પણ પ્રભુના આવવા માંડે. અરે, એકાદ વખત પણ જો સ્વપ્નમાં પ્રભુના દર્શન થઈ જાય તો પ્રભુ ચોક્કસ તેનો હાથ પકડી લે. ચિત્તની નિર્મળતા તથા પ્રભુ પ્રત્યેની લગની મુમુક્ષુને અવશ્ય આ સ્થિતિએ પહોંચાડી દે તેમ છે. શ્રી સીમંધર સ્વામી પ્રભુના કલ્યાણ યજ્ઞના નિમિત્તોમાં ચોર્યાસી ગણધરો, દસ લાખ કેવળજ્ઞાની મહારાજાઓ, સો કરોડ સાધુઓ, સો કરોડ સાધ્વીજીઓ, નવસો કરોડ શ્રાવકો ને નવસો કરોડ શ્રાવિકાઓ છે. તેઓશ્રીના શાસક રક્ષકોમાં યક્ષદેવ શ્રી ચાંદ્રાયણદેવ તથા યક્ષિણીદેવી શ્રી પાંચાંગુલિદેવી છે. | પૌરાણિક કથા સંદર્ભ અને અધતન પરંપરા (૧) તારદમુતિનું મહાભિતિષ્કમણ-દર્શત નારદમુનિ રામચંદ્રજીના જન્મ પૂર્વે મહારાજા દશરથની સભામાં પધારે છે. તે મહાવિદેહ ક્ષેત્રમાંથી શ્રી સીમંધર સ્વામી પ્રભુનું મહાભિનિષ્ક્રમણ જોઈને સીધા જ અહીં પધારે છે. તે પ્રભુના દીક્ષા મહોત્સવનું વર્ણન આ શબ્દોમાં કરે છે. “પ્રભુના મહાભિનિષ્ક્રમણને એક વરસની વાર હતી ત્યારે સર્વે દેવો, ઈન્દ્રો, મહેન્દ્રોએ પ્રભુને પ્રાર્થના કરી, “હે દેવાધિદેવ, અનંતકાળથી આ સંસારનાં ભયંકર આધિ, વ્યાધિ ને ઉપાધિના ઉદધિમાં ડબકાં ખાતાં જીવો કે જે અનંતતારક પ્રભુની રાહ જોતાં જીવી રહ્યા છે, તેઓના કલ્યાણાર્થે આપ મહાભિનિષ્ક્રમણ કરો. આપનું સ્થાન આ રાજમહેલની ચાર દીવાલો વચ્ચે જ સીમિત નથી. આપ તો આ ધરતીના ખૂણે ખૂણે વિચરી, ઠેર ઠેર તીર્થ પ્રવર્તાવનાર તીર્થંકર ભગવાન છો. આપનું સ્થાન તો ધરતીના ખોળે છે. સમય નજીક આવી લાગ્યો છે. પ્રભુ હવે આપ મહાભિનિષ્ક્રમણની તૈયારી કરીને, આપના તીર્થકરી પદને સાર્થક કરો.” પ્રભુએ દેવોની પ્રાર્થનાનો સ્વીકાર કરીને એ જ દિવસથી દરરોજ એક કરોડ સોનામહોરનું દાન આપવું શરૂ કર્યું અને વર્ષાંતે લોચ કરી દીક્ષા અંગીકાર કરતાંની સાથે જ તેમને ચતુર્થ મન:પર્યવ જ્ઞાન લાધી ગયું. આ પ્રસંગે દેવોએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી પ્રભુના આ પાવન કાર્યના વધામણાં કર્યા અને લાખો લોકોએ તેમનાં દર્શન કરીને પોતાની જાતને કૃતાર્થ કરી.” આ પ્રસંગનું વર્ણન કરતાં નારદમુનિ ઉમેરે છે, “પ્રભુના આવાં મંગલ દર્શન કરીને હું લંકા નગરીમાં રાજા રાવણની સભામાં ગયો. અહીં રાજા રાવણ પોતાના જ્યોતિષીઓને પૂછી રહ્યો હતો કે મારું મૃત્યુ 16Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81