Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 46
________________ શ્રી સીમંધર સ્વામી પ૭ વર્તમાન તીર્થકર જાય, તે પ્રશ્નનું સોલ્યુશન કરીને પછી પાછું આવે. જ્યારે સમજણમાં ફેર પડી જાયને, કંઈક સમજણમાં ભૂલ થાય ત્યારે પૂછીને આવે. બાકી અમારે જવાય-અવાય નહિ, મહાવિદેહ ક્ષેત્ર એવું નથી ! એ તો જ્ઞાતીઓની જ સમર્થતા ! પ્રશ્નકર્તા : પહેલાંના યોગી પુરુષો સૂક્ષ્મ દેહે બીજા ક્ષેત્રમાં જઈ શકયા હતા ખરાં કે ? દાદાશ્રી : કોઈ ના જઈ શકે. એ તો જ્ઞાનીઓને અહીં ખભેથી એક ‘બોડી” નીકળે છે, તે જઈ આવે છે. એ ય પ્રશ્નોના સમાધાન માટે, બાકી પોતે જઈ ના શકે. પ્રશ્નકર્તા : એ કયું બોડી ? દાદાશ્રી : એ જુદી જાતનું બોડી છે, પ્રકાશરૂપી છે એ બોડી ! એ નીકળે તે સમાધાન કરીને પાછું આવે ! બીજું કશું ત્યાં આગળ જરૂર નહિ ને ! બીજે કંઈ ત્યાં આગળ જમવા નથી જતા. પૂછવા જાય, ને કેવળજ્ઞાનીને પૂછે અને પાછાં આવે. ખુલાસા માંગવા જતા હતા, એમ કહેવાય છે. દાદાશ્રી : શેમાંથી વાંચ્યું તે ? પ્રશ્નકર્તા: મેં સાંભળ્યું છે, વાંચ્યું નથી. દાદાશ્રી : કુંદકુંદાચાર્ય ક્યાં રહેતા હતા ? પ્રશ્નકર્તા: હું ક્યાં જાણું, દાદા ? દાદાશ્રી : ત્યાર પછી શી રીતે તું વાત કરે છે ? વાત આખી લાવ. અધૂરી વાત લાવે, એનો શો અર્થ ? એ તો એમના ખભા ઉપરથી એક પ્રકારનું શરીર નીકળે છે, તે ત્યાં જઈને પૂછી આવે. પ્રશ્નકર્તા : એ તો સૂક્ષ્મ શરીર હોય ને ? દાદાશ્રી : હા. સૂક્ષ્મ શરીર હોય. પ્રશ્નકર્તા : એ શરીરમાં આત્મા ભળેલો હોય ? પ્રશ્નકર્તા : પણ એ પાછું શરીર જોડે બરોબર એડજસ્ટમેન્ટ લઈ શકે ખરું ? દાદાશ્રી : શમાઈ જ જાય ને એ તો. એ શરીર જુદી જાતનું છે. પ્રશ્નકર્તા : પણ દાદા, એ વસ્તુ શક્ય ખરી ? દાદાશ્રી : હા, શક્ય ખરીને ! અને સાયન્ટિફિક છે. એટલે સાયન્સથી પ્રફ થાય એવું છે. આ ગમ્યું નથી. તેને આપણાં લોક ‘સદેહે ગયા” કહે છે. પણ તે સદેહનો અર્થ લોકો એમની ભાષામાં સમજે કે આ દેખાય છે એ દેહ સાથે, એવું નથી. જ્ઞાતી જઈ શકે ત્યાં ! પ્રશ્નકર્તા : કુંદકુંદાચાર્ય હતા, તે સદેહે સીમંધર સ્વામી પાસે દાદાશ્રી : ના, પ્રતિષ્ઠિત આત્મા હોય. મૂળ આત્મા જતો રહે તો આ દેહનું શું થાય ? એ આત્મા તો એક જ હોય ને ? તે આ પ્રતિષ્ઠિત આત્મા જઈને સાંભળી આવે અને ખુલાસો કરી આવે, બસ. લોકો કહેતા હોય કે, કુંદકુંદાચાર્ય સદેહે ગયા હતા. એ વાત અમને સમજાતી નથી. અગર તો ગયા હોય તો પણ આ દેહે જાય, એ હું માનતો નથી. ત્યાં આ દેહે જઈ શકે એવું નથી. એ ક્ષેત્ર જુદી જાતનું છે. એ અધિકાર તો જ્ઞાતીને જ ! પ્રશ્નકર્તા : જે શરીર સીમંધર સ્વામી પાસે જાય છે, તેમાં આત્મા હોય ખરો ? દાદાશ્રી : એ તો આત્માનો જ ભાગ છે પણ આત્માના પ્રકાશ સ્વરૂપે, આત્માનો પ્રકાશ જાય છે. એ પ્રકાશ જઈ અને ત્યાં આગળ

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81