Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 78
________________ શ્રી સીમંધર સ્વામી ૧૨૧ ૧૨૨ વર્તમાન તીર્થંકર સીમંધર સ્વામી એક્તાં જ અમારા ઉપરી ! પ્રશ્નકર્તા : અમારા તો તમે રક્ષણહાર ખરાં પણ તમારી ઉપર કોણ ? તમારે તો કાયદેસર જ ચાલવું પડેને, જે આવે તેની જોડે ? દાદાશ્રી : બહુ જ કાયદેસર ! અને અમારા ઉપરી તો આ બેઠાં છે ને, સીમંધર સ્વામી, એ એકલાં જ છે ! એટલાં જ ઉપરી છે અમારા ! એ અમે એમની પાસે કંઈ માગણી કરીએ નહિ. માગણી થાય નહિ ! તમારે મારી પાસે માગણી કરાય !! અહો, તે દર્શકતી અદ્ભુતતા ! પ્રશ્નકર્તા : અમે તો દાદાનો વિઝા બતાવીશું. દાદાશ્રી : વિઝા દેખાડતાં જ એની મેળે કામ થાય. તીર્થકરને જોતાં જ તમને આનંદનો પાર નહિ રહે. જોતાં જ આનંદ, બધું જગત વિસ્મૃત થઈ જશે. જગતનું કશું ખાવાનું-પીવાનું નહિ ગમે. તે ઘડીએ પૂરું થઈ જશે. નિરાલંબ આત્મા પ્રાપ્ત થશે ! પછી અવલંબન રહ્યું નહિ કશું. હવે પછી તો અક્રમ જ ! પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં અમારે ક્રમિક હોય કે અક્રમ ? દાદાશ્રી : તમારે અક્રમ જ રહેવાનું. અહંકાર ઊભો થાય નહીં. એ વાત જ જુદીતે ! પ્રશ્નકર્તા : દાદાજી, સીમંધર સ્વામી આપણને બધાને જોતાં હશેને ? - દાદાશ્રી : જોવાની ગરજ નહિને ! આ હાથ ઊંચો કર્યો કે દેખાયું એમને. પ્રશ્નકર્તા : પણ દાદાજી, એમને જે ભજના કરતું હશે એ વધારે ઝળકતા હશેને ? દાદાશ્રી : એની તો વાત જ જુદીને ! એ તો ભગવાનના આસિસ્ટન્ટો કહેવાય. પ્રશ્નકર્તા : ભગવાનના ? દાદાશ્રી : ભગવાનના આસિસ્ટન્ટો. એમને ભજે તો ય કલ્યાણ થઈ જાય. મોટા માણસની વાત જુદીને ? સમ્યક્ દ્રષ્ટિ એ જ વિઝા ! પ્રશ્નકર્તા : આપે કહ્યું છે ને, તીર્થંકરનાં દર્શન કરે તો માણસને કેવળજ્ઞાન થઈ જાય. દાદાશ્રી : તીર્થંકરના દર્શન તો બહુ લોકોએ કરેલાં. આપણે બધાએ ય કરેલાં પણ તે ઘડીએ આપણી તૈયારી નહિ. દ્રષ્ટિ કરેલી નહિ. મિથ્યા દ્રષ્ટિ હતી. તે મિથ્યા દ્રષ્ટિમાં, તીર્થંકર શું કરે છે ? સમ્યકુ દ્રષ્ટિ હોય તેને તીર્થંકરની કૃપા ઊતરી જાય. પ્રશ્નકર્તા : એટલે એને તૈયારી હોય તો એમનાં દર્શન થાય તો મોક્ષ થાય. દાદાશ્રી : તેથી આપણે આ તૈયાર થઈ જવાનું. કારણ આટલું જ કે તૈયાર થઈને પછી વિઝા લઈને જાવ. ને ગમે ત્યાં જશો ત્યાં કોઈ ને કોઈ તીર્થંકર મળી આવશે. મળ્યો મહાવિદેહતો વિઝા ! દાદાશ્રી : પ્રત્યક્ષ હોવાં જોઈએ. પ્રશ્નકર્તા : પ્રત્યક્ષ તો મહાવિદેહ ક્ષેત્રમાં છે. દાદાશ્રી : મહાવિદેહ ક્ષેત્રમાં તો સીમંધર સ્વામીનું નામ, તેથી આપણને ત્યાં લે છે. સીમંધર સ્વામી પ્રત્યક્ષ કહેવાય. બીજાં ય છે પણ આપણા માટે સીમંધર સ્વામી પ્રત્યક્ષ છે. પ્રશ્નકર્તા: ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી પાસે તો કહે

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81