Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 77
________________ શ્રી સીમંધર સ્વામી ૧૧૯ રહેશે ? દાદાશ્રી : ના. એ દેહ બીજો મળવાનો છે, એ ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં થઈ અને મોક્ષે જતાં એકાદ-બે અવતારમાં એની પુણ્ય પાછી ભોગવીને પછી મોક્ષે જશે. પુણ્યે તો બંધાય ને ? જગત કલ્યાણ કર્યું, એનું ફળ તો એ જ આવે પછી અને તીર્થંકર નામકર્મે ય બંધાય. તીર્થંકર ફળે ય આવે. પણ એ ભોગવવું પડે. પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રને વિદેહ સાથે સંબંધો છે કંઈ ? દાદાશ્રી : ના. એટલે મહાવિદેહ ક્ષેત્ર અને વિદેહ, એમાં ફેર બહુ. વિદેહ તો આ દેહથી જે જુદો છે, તે વિદેહી કહેવાય. એટલે આ મહાવિદેહ તો ક્ષેત્ર જ છે. એવું છે આપણાં જેવાં જ લોક છે. ફક્ત આપણે ત્યાં ત્રણ હજાર વર્ષ પહેલાં હતા એવાં. તો ય દર્શત થશે, ઘણાં કાળ સુધી ! પ્રશ્નકર્તા : આ પંચ મહાભૂતરૂપી દેહ વિલય થયા પછી પણ આપ આ સ્વરૂપે કેટલા સમય સુધી સ્થૂળરૂપે આપના મહાત્માઓને દર્શન દીધા કરશો ? દાદાશ્રી : હું શું કરવા દર્શન દીધા કરું ? હું મારા કામમાં હોઉં કે આ લોકોને દર્શન આપવા આવું ? પણ દર્શન થયા કરે ખરાં. દર્શન આપવા માટે મારે આવવું ના પડે. તમારા મહીંથી જ દર્શન થયા કરે અને યથાર્થ ફળ આપે એવાં. મારે દર્શન આપવા આવવાની જરૂર નથી. એની મેળે જ સ્વાભાવિક રીતે દર્શન થયા કરે. એટલે ઘણાં સમય સુધી આ સ્થૂળ રૂપે દર્શન થશે લોકોને, મહાત્માઓને ! એ કર્મોદયતો પ્રભાવ ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી પ્રત્યે અમને જે આકર્ષણ છે, તે વધઘટ થવાનું શું કારણ ? વર્તમાન તીર્થંકર દાદાશ્રી : તમારાં કર્મો વચ્ચે ડખલ કરે છે. તમારા પૂર્વકર્મ ડખલ કરે છે. પૂર્વકર્મ ના હોય તો પછી કોઈ ડખલ જ નહિ. ડખલ બીજો કોઈ બહારનો કરનારો જ નથી. આ તમારાં કર્મો ડખલ કરીને ઊભાં રહેશે અને કેટલાંક કર્મો મદદે ય કરે છે. એમને યાદ કરવામાં કેટલાંક કર્મો મદદ કરે છે. કયા સારાં ? પ્રશ્નકર્તા : મદદ કરે તે. દાદાશ્રી : અને ડખલ કરે તે નહિ સારાં ? પ્રશ્નકર્તા : નહિ સારાં. આપણે સીમંધર સ્વામીનું સ્મરણ કરીએ ત્યારે અશુભ કર્મોનો ક્ષય થતો જાય ? ૧૨૦ દાદાશ્રી : ચોક્કસ, એ નિકાચિત ના થયા હોય, તે ઊડી જાય. નિકાચિત થયેલાં ના ઊડે. પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીને યાદ કરવામાં જે કર્મો ડખલ કરે, એ ડખલ બંધ કેવી રીતે કરવી ? દાદાશ્રી : કર્મોનું જોર ઘટે, બે ઈંચનું પાણી પડતું હોય, તો પહેલો તો આપણો હાથ ખસી જાય, પછી જેમ જેમ પાણી ધીમું પડતું જાય, પાણીનું જોર ઘટતું જાય, ત્યારે હાથ રહે. એવી રીતે કર્મોનું જોર ઘટે ત્યાર પછી રહે. શરૂ શરૂમાં ખસી જાય. એકદમ ફોર્સમાં નીકળે તો કશું ચાલે નહિ આપણું. બધું વ્યવસ્થિતને ! આજ્ઞાધારીતે બાંયધરી ! આ જ્ઞાન પામ્યા પછી એક અવતારી થઈ અને સીમંધર સ્વામી પાસે જઈને ત્યાંથી મોક્ષે ચાલ્યો જાય. કોઈને બે અવતાર પણ થાય, પણ ચાર અવતારથી વધારે તો ના જ થાય, જો અમારી આજ્ઞા પાળે તો. અહીં જ મોક્ષ થઈ જાય. ‘અહીં એક ચિંતા થાય તો દાવો માંડજો’ એમ કહીએ છીએ. આ તો વીતરાગ વિજ્ઞાન છે. ચોવીસ તીર્થંકરોનું ભેગું વિજ્ઞાન છે.

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81