Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 66
________________ શ્રી સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર પ્રશ્નકર્તા : આ મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરે છે, તો વ્યક્તિમાં કેમ નહિ ? દાદાશ્રી : હું પ્રાણપ્રતિષ્ઠા જ કરું છું ને ! ત્યારે બીજું કરું છું શું ? આ બધા મને પગે લાગે છે ને પ્રાણપ્રતિષ્ઠા જ કરે છે એમાં. પ્રશ્નકર્તા : થઈ શકે ? એ સત્ય છે ? દાદાશ્રી : એ સત્ય હતું, એનાં પર નકલ કરેલી છે પેલી તો. અને આ જે ભાગને હું પ્રાણપ્રતિષ્ઠા કરું છું ને એ મૂર્તિ જ છે, જીવતી નથી. પ્રશ્નકર્તા : એ મૂર્તિ જ છે. દાદાશ્રી : આ ય મૂર્તિ છે ને તે ય મૂર્તિ છે. બેઉ મૂર્તિઓ જ બે ?!' મૂઆ, બોલ પાંસરો થઈને ! એમ કહે છે. પણ પ્રતિષ્ઠા કરી એટલે ભગવાન બેસાડ્યા અને પ્રતિષ્ઠા તો આ સાધુ-આચાર્યો કરે છે. ને તેમાં ય લોકોને સાધારણ ત્યાં દર્શન કરવાનું મન થાય છે. તો જો જ્ઞાની પુરુષ પ્રતિષ્ઠા કરે તો મૂર્તિ બોલે ! વાતચીત કરે તમારી સાથે ! આ સુરતના દેરાસરમાં સીમંધર સ્વામીની મૂર્તિ જોજો અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોજો, ત્યાં જવાનું થાય ત્યારે એ વાતો કરશે અને આ પ્રાણપ્રતિષ્ઠા જ છે. પણ આ તમારી કરેલી પ્રાણપ્રતિષ્ઠા છે. મારી કરેલી નહિ. આ તો હું છે તે તમને ‘આ’ જ્ઞાન આપ્યા પછી, આત્માની પ્રાણપ્રતિષ્ઠા કરાવડાવું છું. પ્રશ્નકર્તા : આત્માને જાગ્રત કરો છો. દાદાશ્રી : અજ્ઞાનતામાં પ્રતિષ્ઠા કરેલી કે સસરા થવું છે, તો સસરા થયા. પ્રશ્નકર્તા : પણ મૂર્તિઓના ચમત્કાર હોય છે, તો મનુષ્યના ચમત્કાર ક્યા ? દાદાશ્રી : મૂર્તિઓ શી રીતે ચમત્કાર કરે ? પ્રશ્નકર્તા : દેરાસરોમાં અમીઝરણાં થાય છે, તે શું છે ? દાદાશ્રી : એવું છે, આ લોકોનો મૂર્તિ પર વિશ્વાસ ડગી જાય છે ત્યારે બીજા દેવલોકો આ બધા અમીઝરણાં કરે ! મહીં કંકુ કાઢે, ચોખા કઢાવડાવે. એટલે લોક પાછાં જાય ત્યાં બધાં. પ્રશ્નકર્તા : આ બધું પૌગલિક છે ને ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : આ પ્રાણપ્રતિષ્ઠા વખતે અમીઝરણાં થાય છે, એ દેવો કરે છે ? દાદાશ્રી : શાસનદેવો કરે. જેને આ શાસન નભાવવું છે એ દેવો કરે ! મૂર્તિ શું કહે છે ? “તારી બનાવી હું બની, તારી એક ફૂટી કે આવા તો ચોવીસ મંદિરો થવાના છે ! હવે તમારા કચ્છીઓ બધા બહુ આવે છે સત્સંગમાં. પ્રશ્નકર્તા : આપે કહ્યું છે તે. ચોવીસ મંદિર થવાના છે આવા સુરત જેવાં. દાદાશ્રી : હા. પણ કચ્છમાં થાય તો સારું. ક્યાં સુધી એ રિવાજોમાં રહેવું ? કેટલાંક લોકો મને કહે છે, “સીમંધર સ્વામીનું દેરાસર તમે શું કામ બંધાવો છો ? અને અમને સોંપી દો. તો અમે બાંધી આપીએ, તમારા કહ્યા પ્રમાણે.” મેં કહ્યું, ‘તમારા રીતરિવાજ અમારે ઘાલવા પડે અને તમારા રિવાજો છે તે શુષ્ક અને જડ રિવાજો છે. સીમંધર સ્વામીની પાસે મને દર્શન કરવા અંદર નથી જવા દેતાં ને ! જ્ઞાની પુરુષને ય રોકે ! પવિત્રમાં પવિત્ર, નિરંતર પવિત્ર હોય. જે દેહના માલિક નથી, તેને જ આ લોકો અંદર જવા નથી દેતા !” અને લોકો ય કેવા પ્રેમથી પૈસા આપે છે ! નહિ તો આ દેરાસર બંધાવું, કંઈ

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81