Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 73
________________ શ્રી સીમંધર સ્વામી તમને કહ્યું છે. ૧૧૧ પ્રશ્નકર્તા : હા. હસનારાને જોજો. દાદાશ્રી : આખા દહાડામાં ચાર વખત ‘હસનારા’ને જોયો ને તો ય એમ પ્રેક્ટિસ પડતાં બધું થઈ શકશે. કારણ કે મારો એક-એક શબ્દ આત્માને જુદો જ રાખે છે કે ‘હું કોણ ? આ શું છે ?” તો કહે, ‘ફાઈલ ! આજે ફાઈલ મારી સારી નથી.' એવું તમે કહો. પ્રશ્નકર્તા : હા, પછી આ ફાઈલ આવી. દાદાશ્રી : હા, અને કોઈ બીજાને તમે ‘ફાઈલ' કહો છો એટલે બીજો ‘શુદ્ધાત્મા’ છે એમ એકસેપ્ટ કર્યો તમે. આ છેલ્લામાં છેલ્લું વિજ્ઞાન. બોલવામાં ય તમારે સંપૂર્ણ વિજ્ઞાન છે ! મહાવીર ભગવાન (હોય) તો ખુશ થઈ જાય. પ્રશ્નકર્તા : મહાવીર ભગવાન સિદ્ધક્ષેત્રમાં બેઠાં બેઠાં ખુશ થતા હશે, દાદા ! દાદાશ્રી : ના, એમને કંઈ લેવાદેવા નહિને ! પૌદ્ગલિક વાતાવરણ જ નહિને ત્યાં ! કરૂણા નીતરતી વીતરાગતા ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી ખુશ થતા હશે. દાદાશ્રી : ના. એ ખુશ ના હોય. વીતરાગો ખુશ થતાં નથી હોતા. વીતરાગો કરુણા દર્શાવે છે કે કહેવું પડે. આની પુષ્પને કહેવું પડે ! પ્રશ્નકર્તા : એમને એવું તો કંઈ આવતું હશેને ! ભલે ખુશની વાત જવા દો, નાખુશની વાત જવા દો. દાદાશ્રી : ના, એ તો કરુણા.... પ્રશ્નકર્તા : કરુણા આવતી હશે ને ! વર્તમાન તીર્થંકર દાદાશ્રી : એ લોકોને જેણે આ નથી જાણ્યું તેની પરે ય કરુણા છે અને આમની પરે ય કરુણા છે ! આ લોકોએ શું કર્યું કે એનું ફળ આ પ્રાપ્ત થયું અને શું નથી કર્યું કે એનું ફળ પ્રાપ્ત નથી કર્યું. એ બધી કરુણા. બધા પામો એવી ઈચ્છા. પણ આપણે કરીએ એટલે આપણને ફળ મળે. એ આવે નહિ. ૧૧૨ પ્રશ્નકર્તા : પણ દાદા, સીમંધર સ્વામીને થતું હશે ને કે આ દાદા મારું કામ કરી રહ્યા છે. દાદાશ્રી : એવું નહિ, પણ તમે સંભારો એટલે તમને ફળ મળે. ત્યાંવાળાને (સિદ્ધને) તમે સંભારો તો ફળ ના મળે. પ્રતિકૃતિથી અહીં જ પમાય ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીને સંભારો તો ફળ મળે. દાદાશ્રી : ફળ મળે. આ દેહધારી છે. તમે એક અવતારમાં ત્યાં જઈ શકો. તે એમના દેહને તમે હાથ અડાડી શકશો. પ્રશ્નકર્તા : હા, દાદા. અમને ચાન્સ મળશે ને ! દાદાશ્રી : બધો ય મળવાનો. કેમ ના મળે ? સીમંધર સ્વામીના નામની તો તમે બૂમો પાડો છો. સીમંધર સ્વામીના નામના તમે નમસ્કાર કરો છો. ત્યાં તો જવાનું જ છે આપણે, એટલા હારું આપણે એમને કહીએ છીએ કે, ‘સાહેબ ! તમે ભલે ત્યાં બેઠા, અમને નથી દેખાતા, પણ અહીં તમારી અમે પ્રતિકૃતિ કરીને પણ અમે તમારી પાસે દર્શન કર્યા કરીએ છીએ.’ એ બાર ફૂટની મૂર્તિ મૂકીને પણ આપણે એની પાસે દર્શન કરીએ, મોઢેથી સંભારીએ પણ પેલી જીવતાંની પ્રતિકૃતિ હોય તો સારું પડે. જે ગયા એની સહી કામ લાગતી જ નથી, તેની પ્રતિકૃતિ કરીને શું કામ ? આ કામ લાગે. આ તો અરિહંત ભગવાન ! એ બે, એકતા એક જ ! પ્રશ્નકર્તા : અત્યારે આ બધા જે કીર્તન કરે છે, ‘દાદા ભગવાનના

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81