Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 71
________________ શ્રી સીમંધર સ્વામી ૧૦૭ ૧૦૮ વર્તમાન તીર્થકર છે, શું એ આત્મઓજસ છે ? દાદાશ્રી : એ તો ચિત્તના ચમત્કારો છે. એમાં શ્રદ્ધા બેસે એટલે એ સ્થિરતા લાવે છે. આત્માની લાઈટ એ કલ્પી કલ્પાય નહિ એવી છે. મને કોઈ કહે કે, “મને મહાવીર ભગવાન દેખાય છે.’ તો કહું કે, આ તો બહાર જોયેલી મૂર્તિ છે તે દેખાય છે, પણ એ તો દ્રશ્ય છે, એ દ્રશ્યનો દ્રષ્ટા ખોળ ! દ્રષ્ટિને દ્રષ્ટામાં રાખ ને જ્ઞાનને જ્ઞાતામાં રાખ, તો કામ થાય.” ચિતસ્થિરતાનાં સાધનો ચિત્તને ઠેકાણે રાખવા માટે આ મંદિરોમાં ઘંટ મૂક્યો ! ભગવાનને આંગી શા માટે ? શણગાર શા માટે ? સુગંધી દ્રવ્યો મૂક્યા શાથી ? ચિત્ત ઠેકાણે રહે તે માટે. ઘંટ વાગે ત્યારે બહારનાં હોહા, કકળાટ સંભળાય નહિ, પણ અત્યારે અક્કલવાળાઓ ઘંટ વાગતો હોય તો ય ભગવાનનાં દર્શન કરે ત્યારે જોડે જોડે જોડાનો ય મહીં ફોટો પાડે ! અલ્યા ‘વ્યવસ્થિત'ને તો જોને ! એના હશે તો લઈ જશે ને લઈ જશે તો એક વખત લઈ જશે, કાયમ નહિ લઈ જાય ને ? તો લઈ જવા દે ને ! હિસાબ ચૂકતે થશે ! તો દ્રષ્ટિફળ એટલે રાજાની દ્રષ્ટિ પડે અને ભઈને પૂછે કે, ‘તમે ક્યાં રહો છો ?” તે જાણ્યા પછી એને સારી જગ્યા રહેવા મળે, તે ‘દ્રષ્ટિફળ’ ! એક રાજાની દ્રષ્ટિથી આવું ફળ મળે છે ત્યારે ‘જ્ઞાની પુરુષની દ્રષ્ટિથી શું ના મળે ? રાજા તો ઊણો છે, એને તો રાજ વધારવાની લાલચ છે, જ્યારે આ તો ‘જ્ઞાની પુરુષ', જે સંપૂર્ણ નિરીચ્છક દશામાં વર્તે ! અને તેમની દ્રષ્ટિનું ફળ તો કેવું હોય ? અહીં સત્સંગમાં આવ્યો, એટલે અહીંથી એ દ્રષ્ટિફળ અવશ્ય લઈ જાય. સેવાફળથી તો રાજાના અઢીસો રૂપિયા મળે છે, પણ રાજાને વંદીને આવ્યો, તેથી તો દ્રષ્ટિફળ મળે ! ‘જ્ઞાની પુરુષ'નાં દર્શન કર્યા, તેથી તો ઊંચામાં ઊચા ફળ, અભ્યદય અને આનુષંગિક મળે છે. અને તેથી તો શાંતિ ઊંચામાં ઊંચી રહે છે ! સંસારનું વિઘ્ન ના નડે અને મોક્ષનું કામ થાય, બંને ય સાથે જ રહે, વીતરાગ ભગવાનનાં દર્શન જો કરતાં આવડે તે, ભલેને એ મૂર્તિ છે, છતાં અભ્યદય અને આનુષંગિક ફળ મળે ! પણ એ દર્શન કરવાનું તો ‘જ્ઞાની પુરુષ' સમજાવે તો આવડે, નહિ તો કોઈને આવડે નહિ ને ? “જ્ઞાની પુરુષ' મૂર્નામૂર્ત છે, એટલે એમનાં દર્શનથી તો, બંને અભ્યદય અને આનુષંગિક ફળ મળે. ‘જ્ઞાની પુરુષ’નાં દર્શન માટે તો કોટી જન્મોની પુણ્યનો ચેક વટાવવો પડે. હજારો વર્ષે ‘જ્ઞાની પુરુષ' પ્રગટ થાય અને તેમાં ય આ તો અક્રમ જ્ઞાની, તે કશા જ જપ નહિ, તપ નહિ ને વગર મહેનતે મોક્ષ ! ‘જ્ઞાની પુરુષ' પાસે દ્રષ્ટિફળ મળે અને એનાથી મોક્ષફળ મળે અને સેવાફળથી સંસારનો અભ્યદય થાય. અહીં સેવામાં પરમ વિનય એ જ સેવા. અહીં ‘જ્ઞાની પુરુષ'ને કંઈ ખોટ હોય ? એ કશાના ભિખારી ના હોય. ફૂલનો વિનય એ જ સેવા ! જેને સાંસારિક અડચણ હોય તે ‘જ્ઞાની પુરુષ'ને ફૂલો ચઢાવે તો અડચણો દૂર થાય. ભગવાને ભાવપૂજા અને દ્રવ્ય પૂજા, બંને સાથે રાખી છે. ફૂલ તોડીને તમે સુંઘો કે બીજો ઉપયોગ કરો તો તે તમને નુકસાન એટલું જ છે, પણ જો ખાલી તોડશો જ, તો તોડવાનું નુકસાન છે. પણ જો ભગવાનને ચઢાવવા ફૂલ તોડ્યાં છે તો ફાયદો વિશેષ થશે. આનુષંગિક અભ્યદય-આતુષંગિક ! સત્સંગ છે પુર્વે સંચાલિત, ચાહું અભ્યદય-આનુષંગિક.” ‘જ્ઞાની પુરુષ'ને મળે ત્યારથી બે ફળ મળે. એક અભ્યદય એટલે સંસારનો અભ્યદય થતો જાય, સંસારફળ મળે. અને બીજું ‘આનુષંગિક’ એટલે મોક્ષફળ મળે ! બંને સાથે ફળ મળે. જો બંને ફળ સાથે ના મળે તો તે “જ્ઞાની પુરુષ' નથી. આ તો પાર વગરના ઓવરડ્રાફટ છે, તેથી દેખાતું નથી. આ સત્સંગ કરો છો, માટે એ ઓવરડ્રાફટ પૂરા થવાનાં જ. અહીં મોક્ષફળ એકલું ના હોય, એમ હોય તો તો એક લૂગડું ય પહેરવા ના મળે. પણ ના, મોક્ષફળ અને સંસારફળ બંને સાથે હોય. રાજાને ત્યાં સર્વિસ નક્કી થાય અને રાજાને ત્યાં મળવા જઈએ

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81