Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 72
________________ શ્રી સીમંધર સ્વામી ૧૦૯ ૧૧૦ વર્તમાન તીર્થંકર આત્મઅનુભવી પુરુષ જ ના હોય. અને કોઈ વખત આત્મઅનુભવી પુરુષ સિવાય બીજા કોઈની વાણી હૈયાને ઠારનાર હોતી નથી અને હોય પણ નહિ ! વીતરાગોતું આ વિજ્ઞાત ! આ વિજ્ઞાન છે. આ વીતરાગોનું, તીર્થંકર ભગવાનનું આ વિજ્ઞાન છે ! કૃષ્ણ ભગવાનના કાકાના દીકરા નેમિનાથનું વિજ્ઞાન છે આ ! કૃષ્ણ ભગવાન પણ આ વિજ્ઞાનને પામેલા છે. એમાં સમાય સમસ્ત બ્રહ્માંડ ! અને અભ્યદય એમ ભાવપૂજાનાં બે ફળો છે. મોક્ષમાં પણ લઈ જાય અને વૈભવ પણ સાથે રહે. સંસારીએ દ્રવ્યપૂજા કરવાની છે અને આત્મજ્ઞાનીઓએ ભાવપૂજા એકલી જ કરવાની હોય. પણ આ કાળે આ ક્ષેત્રથી મોક્ષ નથી, માટે હજી બે-ત્રણ અવતાર કરવાના હોવાથી દ્રવ્યપૂજા અને ભાવપૂજા બન્ને કરવી જોઈએ. ભગવાન મહાવીર હતા, ત્યારે આ બંને અભ્યદય અને આનુષગિક શબ્દો હતા અને તેનાં ફળ મળતાં હતાં. પછી તો શબ્દ એ શબ્દ જ રહ્યા. જો આનુષંગિક ફળ મળે તો અભ્યદય ફળ સહેજે ય મળે. અભ્યદય એ તો બાય પ્રોડક્ટ છે. જેણે છેલ્લી સ્ટેજનું આરાધન કર્યું, આત્માનું આરાધન કર્યું, એને બાય પ્રોડક્ટમાં જેની જરૂરિયાત હોય તે અવશ્ય પૂરી થાય. જ્ઞાની પુરુષ મળે અને સંસાર અભ્યદય ના મળે તો બાવો થઈ જાય. સત્સંગની પરિણતિનાં ફળ ! અહીં ‘સત્સંગમાં બેઠા બેઠા કર્મનાં બોજા ઘટ્યાં કરે અને બહાર તો નર્યા કર્મના બોજા વધ્યા જ કરે છે, નરી ગૂંચામણ જ છે. અમે તમને ગેરેન્ટી આપીએ છીએ કે જેટલો વખત અહીં સત્સંગમાં બેસશો, તેટલાં વખત પૂરતું તમારા ધંધાપાણીમાં કયારેય પણ ખોટ નહિ જાય અને સરવૈયું કાઢશો તો માલમ પડશે કે સરવાળે નફો જ થયો છે. આ સત્સંગ તે કંઈ જેવો તેવો સત્સંગ છે ? કેવળ આત્મા માટે જ જે વખત કાઢે, એને સંસારમાં ક્યાંથી ખોટ જાય ? નર્યો નફો જ થાય. પણ આવું સમજાય તો કામ નીકળે ને ?! અહીં સત્સંગમાં કોઈ કોઈ વખત એવો કાળ આવી જાય છે કે અહીં જે બેઠો હોય તેનું એક લાખ વરસનું દેવગતિનું આયુષ્ય બંધાઈ જાય અને મહાવિદેહ ક્ષેત્રે જનમ લે ! આ સત્સંગમાં બેઠો એટલે એમ ને એમ ફેરો નકામો ના જાય. આ તો કેવો સુંદર કાળ આવ્યો છે ! ભગવાનના વખતમાં સત્સંગમાં જવું હોય તો ચાલતાં ચાલતાં જવું પડતું હતું ! અને આજે તો બસ કે ટ્રેનમાં બેઠાં કે તરત જ સત્સંગમાં આવી શકાય ! આવાં કાળમાં આ સ્વરૂપજ્ઞાન મળી જાય તો તો પછી કામ જ કાઢી લેવાનું હોય ને ! કોઈ જગ્યાએ આવી ક્યાંથી પુર્વે હોય કે સીમંધર સ્વામીની ઓળખાણ પડે ? નહિ તો આ છબિ લાવ્યો હોય, આ બીજી કોઈ છબિ લાવ્યો હોય, તો કોને પગે લાગવું ? કોણ સાચા ને કોણ ખોટા ? કેટલી છબિઓ ભેગી કરેલી હોય. છબિઓ કેટલા પ્રકારની હોય ? નર્યો આખો હોલ ભર્યો હોય ! કશું ભલીવાર ના આવે. આ તો આ બન્નેને (દાદા ને સીમંધર સ્વામી) સિન્સીયર રહ્યા એટલે બધું આખું બ્રહ્માંડ આવી ગયું મહીં ! બધા ભગવાન મહીં આવી ગયા ! એકને જ બસ ! આપણે એક તીર્થંકર ખુશ થઈ જાય, તો બહુ થઈ ગયું ! એક ઘેર જવાની જગ્યા હોય તો ય બહુ થઈ ગયું ને ! બધાં ઘેર ઘેર ક્યાં ફરીએ ? અને એકનું પહોંચ્યું, તો બધાને પહોંચી ગયું અને બધાને પહોંચાડવાવાળા રહી ગયેલા. આપણે એક સારું, સીમંધર સ્વામી ! બધે પહોંચી જાય. અક્રમ વિજ્ઞાનતા અનુભવો ! આ અક્રમવિજ્ઞાન છે અને અનુભવમાં આવેલું છે. લોકો નહિ માને. લોકો આને માનશે નહિ અને સ્ત્રી-છોકરાં સાથે નિરાંતે બેસીને જમજો. સાથે વાતો કરજો, હસો અને હસનારા'ને જોજો, એમ અમે

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81