________________
શ્રી સીમંધર સ્વામી
૮૧
વર્તમાન તીર્થંકર
લાગવાનું. તમારે તો જાણવાનું કે આ ‘ચંદુભાઈ’ પગે લાગ્યા.
સમકિતીતે છૂટ બધે દર્શકતી ! પ્રશ્નકર્તા : મારા જેવાએ જ્ઞાન લીધું છે, તો હવે મંદિરમાં જઈએ તો શું કરવું ?
દાદાશ્રી : હવે “ચંદુલાલ'ને જ કહીએ કે જે’ જે’ કરજે, બા ! અંદર ભાવ થાય તો, ને ના થાય તો કંઈ નહિ. પણ એના તરફ ધૃણા નહિ રહેવી જોઈએ. અભાવ નહિ રહેવો જોઈએ. એ રિલેટિવ (વ્યવહાર) છે. રિલેટિવનો વાંધો નહિ. રિલેટિવમાં મસ્જિદમાં જઈએ તો ય દર્શન કરાય. અમે તેડી જઈએને, ચારસો-ચારસો માણસોને મસ્જિદમાં લઈ જઈએ ને મસ્જિદમાં બેસે છે ય.
એટલે રિલેટિવમાં નિષ્પક્ષપાતી અને રિયલમાં (નિશ્ચય) આ શુદ્ધાત્મા એકલું જ. રિયલ ભક્તિ એક જ છે.
મંદિરનું મહત્ત્વ ! પ્રશ્નકર્તા : જો દેરાસર ના હોત, મંદિરો ના હોત, તો પછી જેવી રીતે આપણે માટે દાદાશ્રી ઊભા થયા છે, પ્રગટ થયા છે, એવી રીતના એમના માટે કોઈને કોઈ ઊભું થયું હોત ને ?
દાદાશ્રી : એ તો બરોબર છે. એ એક જાતનો વિકલ્પ છે. આમ બન્યું છે, એ ના હોત તો બીજા કોઈ ઉપાય તો હોત ને ?
બીજું કંઈનું કંઈ મળત. પણ આ મંદિરોનો ઉપાય ઘણો જ સારો છે. હિન્દુસ્તાનનું આ મોટામાં મોટું “સાયન્સ' છે. એ સારામાં સારી પરોક્ષ ભક્તિ છે, પણ જો સમજે તો ! અત્યારે તો મહાવીર ભગવાનને દેરાસરમાં જતી વખતે હું પૂછું છું કે “આ બધા લોકો તમારા આટલાં બધા દર્શન કરે છે, તો આટલી બધી અડચણો કેમ પડે છે ?” ત્યારે મહાવીર ભગવાન શું કહે છે ? ‘આ લોકો દર્શન કરતી વખતે મારો ફોટો લે છે, બહાર એનાં જોડાં મૂક્યા છે, એનો ફોટો લે છે અને સાથે સાથે દુકાનનો ય ફોટો લે છે ! માટે આવું થાય છે. હમણાં કો'ક જોડા
લઈ જશે, તેનો પણ ફોટો લે છે !'
મંદિર બતાવવા જેવું કોતું ? પ્રશ્નકર્તા : હિન્દુસ્તાનમાં કેટલાં બધા ભગવાનનાં કેટલાં બધા મંદિરો બન્યા છે અને નવા નવા બન્યા જ કરે છે.
દાદાશ્રી : બધા બહુ મંદિર બનાવ્યાં, તે સારું નથી. પણ હવે જે બનાવ્યાં હોય, એને આપણાથી કેમ કરીને ના કહેવાય ? જે હકીકત બની ગઈ છે. અને આપણે જે મંદિર બનાવવાના છીએ, એ ફરજિયાતમાં આવી પડ્યા છે, બનાવવાં જ પડે. આ તો સીમંધર સ્વામીનું છે. તે જીવતા હોવાં જોઈએ. જેનું મંદિર બનાવો એ જીવંત વ્યક્તિ હોવી જોઈએ. આ તો તીર્થકર સાહેબ છે. અમારી ઇચ્છા નથી, પણ છતાં બંધાય છે. આ જગતના લોકોના કલ્યાણ માટે બંધાય છે, મતભેદ જવા માટે.
પ્રશ્નકર્તા : આ જે સીમંધર સ્વામીનું દેરાસર બંધાય છે, એની વાત નથી કરતો. આ તો બીજાનાં મંદિરો છે, તેની વાત કરું છું.
દાદાશ્રી : એ બરોબર છે. એ જે મંદિરો બંધાય છે બધાં, એ સારું નથી. પણ આપણે એમાં હાથ ઘલાય નહિ ને ? આપણે તેમાં અનુમોદના ન આપી શકીએ કે એમાં કંઈ પણ ન કરી શકીએ. પણ લોકો કરતા હોય, તેમાં આપણાથી અંતરાય કરાય નહિ ને ? બાકી સારું નથી એ. બિલકુલે ય સારું નથી.
પ્રશ્નકર્તા એમાં કોમ્પીટિશન (સ્પર્ધા) ચાલે છે. પછી ઝઘડા થાય
દાદાશ્રી : બધા નામ કાઢે છે. એ બધા પોતપોતાનું નામ કાઢવા કરે છે. તમારું કહેવું બરોબર છે. બહુ મંદિરો છે, આટલાં બધાં મંદિરો છે, મંદિરોની મહીં દર્શન કરવાની જરૂર છે. આ તો નામ કાઢવા છે લોકોને !
પ્રશ્નકર્તા : આને લોક ધરમ માની લે, તો રિયલ ધરમને નહીં