Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 59
________________ શ્રી સીમંધર સ્વામી ૮૪ વર્તમાન તીર્થંકર ચૂકી જાય ? દાદાશ્રી : એવું છે કે ઊંધે રસ્તે જતા હોય, એના કરતાં સારું છે. જે ધર્મ કરતો હોય તે “ખોટો છે' કહીશું તો અવળે રસ્તે જતો રહે. એ ધર્મ તે છોડાવડાવીએ તો ઊંધે રસ્તે જતો રહે. આને વાર શી લાગે ? છોડાવવા જેવું નથી. આપણે આપણું પોતપોતાનું કરી લેવા જેવું છે. પારકાંની ભાંજગડ કરવા જેવું નથી. આ જગત બહુ મોટું તોફાન છે આ તો. પારકાંની ભાંજગડ કરનારા છે જ ને બધા ! રખે એમતે પરોક્ષ માનતા ! બીજી જગ્યાએ સીમંધર સ્વામીની મૂર્તિઓ મૂકી છે, ઘણી જગ્યાએ મૂકી હશે, પણ આ મહેસાણાના મંદિર જેવું હોવું જોઈએ તો આ દેશનું બહુ ભલીવાર થાય. પ્રશ્નકર્તા : એ કઈ રીતે ભલીવાર થાય ? દાદાશ્રી : સીમંધર સ્વામી જે તીર્થકર છે, વર્તમાન તીર્થકર, તેને મૂર્તિરૂપે ભજે. એમ માનીને કે મહાવીર હોત, મહાવીરના વખતમાં આપણે હોત તો અને એ આ બાજુ વિહાર કરતા કરતા આવી શકે નહીં, આપણાથી ત્યાં જવાય નહીં, તો આપણે અહીં “મહાવીર, મહાવીર’ કરીએ, તો આપણને એટલો જ લાભ છે ને ? લાભ ખરો કે નહીં ? પ્રશ્નકર્તા : ખરો. દાદાશ્રી : વર્તમાન તીર્થંકર એટલે ? વર્તમાન તીર્થંકરના પરમાણુ ફરતા હોય. વર્તમાન તીર્થંકરનો બહુ લાભ થાય ! પ્રશ્નકર્તા : હું ઘેર બેસીને સીમંધર સ્વામીને યાદ કરું ને મંદિર જઈને યાદ કરું, એમાં ફરક ખરો ? દાદાશ્રી : ફરક પડે. પ્રશ્નકર્તા : કારણ કે પેલી પ્રતિષ્ઠા કરેલી છે, પ્રાણપ્રતિષ્ઠા કરી છે એટલે ? દાદાશ્રી : પ્રતિષ્ઠા કરેલી છે અને ત્યાં આગળ દેવલોકોનું વધુ રક્ષણ ખરું ને ? એટલે ત્યાં વાતાવરણ હોય, એટલે ત્યાં અસર જ વધારે થાય ને ? એ તો તને દાદાનું મનમાં કરો ને અહીં કરો, એમાં ફેર તો બહુ પડે ને ? પ્રશ્નકર્તા : દાદા, તમે તો જીવંત છો. દાદાશ્રી : નહીં, એટલું જ જીવંત પેલું છે. જેટલું આ જીવંત છે, એટલું જ જીવંત પેલું છે. અજ્ઞાનીઓને આ જીવંત છે. જ્ઞાનીને તો પેલું એટલું જ જીવંત છે. કારણ કે એમાં જે ભાગ દ્રશ્ય છે, એ બધો મૂર્તિ જ છે. મૂર્તિ સિવાય બીજું કશું છે નહીં. પાંચ ઇન્દ્રિયગમ્ય છે, તેમાં અમૂર્ત નામે ય નથી. બધું જ મૂર્ત છે ને આ મૂર્તિમાં ફેર નથી, ડિફરન્સ નથી. પ્રશ્નકર્તા પણ આ ય અમૂર્ત છે અને ત્યાં અમૂર્ત નથી એમ માને છે ને ? દાદાશ્રી : ત્યાં અમૂર્ત નથી, પણ તેમની પ્રતિષ્ઠા કરેલી હોય છે. પ્રતિષ્ઠા કરેલી હોય છે, તે જેવું જેવું પ્રતિષ્ઠાનું બળ ! આની તો વાત જ જુદી છે ને ?! પ્રગટની વાત જુદી. પ્રગટ ના હોય તો... ત્યારે શું નું શું થાય ? પ્રશ્નકર્તા અને પ્રગટ હોતાં જ નથી, ઘણાં કાળ તો. દાદાશ્રી : અને એ ના હોય તો ભૂતકાળના તીર્થંકરો, આપણા ચોવીસ તીર્થંકરો તો છે જ ને ! હિતકારી જ વર્તમાન તીર્થકર ! પ્રશ્નકર્તા : દાદા, આ દેરાસરને એ બધું બને છે, તેમાં ખરો ભાવ બધો આત્માનો કરવાનો છે ? દેરાસર ને બીજા બધાનું શું કામ છે ? ખરું તો આપણે આત્માનો જ રસ્તો ખોળવાનો છે ને ? દાદાશ્રી : દેરાસર ખાસ બાંધવું જોઈએ. જે ગયા છે, તેનું દેરાસર

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81