Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 13
________________ દેવગતિને પામ્યા. આ ઘટનાથી યક્ષા સાધ્વીજીને પારાવાર આઘાત લાગ્યો. ‘અરેરે, મેં ઋષિમુનિનો ઘાત કર્યો.' શ્રમણસંઘ સમક્ષ ઉપસ્થિત થઈને તેમણે પ્રાયશ્ચિત માંગ્યું. શ્રમણસંઘે કહ્યું કે તમારો આશય શુદ્ધ હોવાથી પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી. છતાં સાધ્વીજીના મનનું સમાધાન થયું નહિ. તેમણે તો બસ આ એક જ વાતનું રટણ પકડ્યું, ‘સાક્ષાત્ જિનેન્દ્ર પરમાત્મા મને આવું કહે તો જ મારા મનને સંતોષ થાય.’ સકળસંઘે કાયોત્સર્ગ કરી શાસનદેવીને બોલાવ્યા. શાસનદેવીએ આવીને પૂછ્યું, ‘મને કેમ બોલાવી ? મારા માટે શી આજ્ઞા છે ?” શ્રીસંઘે જણાવ્યું કે યક્ષાસાધ્વીજીને દેવાધિદેવ શ્રી સીમંધર સ્વામી પાસે લઈ જઈને તેમના મનનું સમાધાન કરાવી આપો. શાસનદેવી યક્ષાસાધ્વીજીને દેવાધિદેવ શ્રી સીમંધર સ્વામી પાસે લઈ ગયા. દેવાધિદેવે તેમને શાંતિપૂર્વક સાંભળીને ફેંસલો આપ્યો કે તમે નિર્દોષ છો, સંતાપ કરવાની જરૂર નથી. દેવાધિદેવના આવા ફેંસલાથી યક્ષાસાધ્વીજીને સંપૂર્ણ સંતોષ થયો અને તેમના મનનું સમાધાન થઈ ગયું. દેવાધિદેવે તેમને ભાવના, વિમુક્તિ, રતિકલ્પ તથા વિચિત્રચર્યા એમ ચાર યૂલિકાઓની વાચના આપી, જે ફક્ત એક જ વારના શ્રવણથી તેમને કંઠસ્થ થઈ ગઈ. (૫) કાલિકાચાર્યજી અને શકેન્દ્ર દેવ એક વખત દેવાધિદેવ શ્રી સીમંધર સ્વામીએ નિગોદના સ્વરૂપનું વર્ણન કર્યું. આ વર્ણન સાંભળીને અત્યંત પ્રભાવિત બનેલા શ્રી શકેન્દ્ર મહારાજાએ પ્રભુને પૂછ્યું, ‘હે પ્રભુ ! ભરતક્ષેત્રમાં નિગોદના સ્વરૂપનું આવું સૂક્ષ્માતિસૂક્ષ્મ અક્ષરશઃ વર્ણન કોઈ કરી શકે ખરું ? હાલ આવી કોઈ વ્યક્તિ છે ખરી ?’ પ્રભુએ ધીરગંભીર વાણીમાં જવાબ આપ્યો, ‘હા, શ્રી કાલિકાચાર્યજી મહારાજ આવું જ વર્ણન કરવાનું સામર્થ્ય ધરાવે છે.’ શ્રી શકેન્દ્ર મહારાજ આ વાતની ખાતરી કરવા માટે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને શ્રી કાલિકાચાર્યજી પાસે ગયા અને તેમને ‘નિગોદનું સ્વરૂપ કેવું છે ?’ તેની પૃચ્છા કરી. શ્રી કાલિકાચાર્યજીએ દેવાધિદેવે જેવું વર્ણન કર્યું હતું, તેવું જ અક્ષરશઃ વર્ણન કરી બતાવ્યું. આથી શકેન્દ્ર મહારાજ અત્યંત પ્રભાવિત થયા અને મનોમન ખૂબ જ ભાવપૂર્વક તેમને 24 વંદના કરીને તેમને પૂછયું, ‘ભગવન, મારું આયુષ્ય કેટલા વરસનું છે ?’ તેમનો આવો પ્રશ્ન સાંભળીને શ્રી કાલિકાચાર્યજીએ મંદ મંદ હસતાં કહ્યું, “આપ બે સાગરોપમના શકેન્દ્ર મહારાજ છો. પણ અત્યારે આપ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને અહીં આવ્યા છો. જે હમણાં જ પૂરું થશે !' શ્રી કાલિકાચાર્યજીના મુખેથી આવી વાત સાંભળીને શકેન્દ્ર મહારાજ તુરત જ પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા. તેમનું આ સ્વરૂપ જોઈને મુનિશ્રીએ તેમને કહ્યું, “આપ સત્વરે અહીંથી ચાલ્યા જાવ. મારા શિષ્યો બહાર ગયાં છે, તે તમારા રૂપને જોતાં જ મોહિત થઈ જઈને સાંસારિક નિયાણું ન કરે એટલા માટે તે વસતિમાં પાછાં ફરે એ પહેલાં ન આપ સ્વસ્થાને પધારો તેવી મારી આપને નમ્ર વિનંતી છે.’’ શ્રી કાલિકાચાર્યજીની આવી વિનંતિનો સ્વીકાર કરીને શકેન્દ્ર મહારાજ શ્રી કાલિકાચાર્યજીના શિષ્યોને પોતાના આગમનની પ્રતીતિ થાય તે માટે પ્રતિશ્રય-ઉપાશ્રયની દિશાનું પરિવર્તન કરીને સ્વસ્થાને ચાલ્યા ગયા. આ બાજુ શિષ્યો વસતિમાં પાછા ફરે છે. વસતિના દ્વા૨ના સ્થાને દીવાલ જોઈને આંટાફેરા મારવા લાગે છે. તેમને આ રીતે આંટાફેરા મારતાં જોઈને કાલિકાચાર્યજીએ બહાર ડોકિયું કરીને કહ્યું કે દ્વાર આ દિશામાં છે, અહીંથી અંદર આવી શકાશે. દ્વારના દિશા પરિવર્તનથી શિષ્યો આશ્ચર્યચકિત બની જાય છે. આચાર્ય મહારાજે તેમને શકેન્દ્ર મહારાજના આગમનનો વૃતાંત કહી સંભળાવ્યો. આ સાંભળીને શિષ્યોએ આચાર્ય મહારાજને વિનંતિ કરી, “ભગવાન્ ! શકેન્દ્ર મહારાજને સ્થિરતા કરાવવી હતીને ?'' આચાર્ય મહારાજે સ્પષ્ટતા કરતા કહ્યું, “એમની રૂપ સંપદા તથા વૈભવાદિ જોઈને તમે નિયાણું ન કરો, એટલાં માટે મેં જ તેમને સ્વસ્થાને જવાની વિનંતી કરેલી.'' (૬) હેમચંદ્રસૂરીશ્વરજી તથા કુમારપાળતા શેષ ભવો એકવાર કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીને મહારાજા કુમારપાળે વાતવાતમાં પૂછ્યું, “પ્રભુ, મારા ભવ કેટલા ?’’ આચાર્યશ્રીએ શાસનદેવીનું આવાહ્ન કરીને તેમને બોલાવ્યા અને 25

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81