Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 37
________________ શ્રી સીમંધર સ્વામી ૩૯ નીચું સ્ટેશન જવાય, એવું તેવું છે જ નહિ. પ્રશ્નકર્તા : એમને ત્યાં આગળ કર્મ ના બંધાયને ? દાદાશ્રી : કોને ? ત્યાં ? બધાને ય કર્મ બંધાવાના, કોઈ કર્મથી મુક્ત થઈ શકે નહિ ! પ્રશ્નકર્તા : ત્યાં ગયા પછી એની ગતિ તો, એ મોક્ષે જ જાયને ? દાદાશ્રી : ના, એવો કંઈ નિયમ નથી. બધા કેટલાંય રખડી પડેલા. આ બધું તો રખડનારી જ પ્રજા છે. મહાવિદેહ ક્ષેત્રમાં તો અહીંથી કોઈ તૈયાર થઈને ગયો હોય તો એનું કામ થઈ જાય. પણ ત્યાંની પ્રજા તો ઘણી રખડયા જ કરે છે ! એ મહાવિદેહ ક્ષેત્ર કેવું છે ? આપણે અહીં ચોથો આરો હતો તેના જેવું છે. એ ચોથા આરામાં આપણે ત્યાં અમુક જ માણસો મોક્ષે ગયા છે, બાકી કોઈ ગયું નથી, એવું છે. કોઈ પાસ જ થતું નથીને આમાં ! મોક્ષનો માર્ગ મળતો જ નથીને ! અને ચોથા આરામાં ભૂખ લાગતી જ નથી ને પાંચમા આરામાં ભૂખ લાગે છે, ત્યારે મોક્ષનો માર્ગ હોતો નથી. ત્યાં પછી રૂટીન'ની પેઠ કામ ચાલ્યા કરે છે, ધીમે ધીમે ધીમે !!! પ્રશ્નકર્તા : એટલે મહાવિદેહ ક્ષેત્રમાંથી પાછા આવવું ય પડે ને ?! દાદાશ્રી : જેવાં માર્ક છે ને, એવાં ગુણ છે, તે હિસાબે ત્યાં ઉત્પન્ન થાય. મહાવિદેહ ક્ષેત્ર માટે લાયક થયેલો જીવ અહીં આગળ ટકે ય નહિ, એ અહીં જીવી ના શકે, માટે ત્યાં જાય. અને મહાવિદેહ ક્ષેત્રમાં અહીંના જેવો જીવ હોય, દુષમકાળના જેવો હોય, તો એ અહીં આવે. એટલે અહીં કયા ગુણ ભર્યા છે, એ હિસાબે ક્ષેત્ર છે, ગતિ છે. પ્રકૃતિ ગુણ કયા છે, તેના હિસાબે ગતિ છે. આવો આ અત્યારે જે દુષમ કાળનો માલ છે ને, એવો માલ મહાવિદેહ ક્ષેત્રમાં ના હોય અને આપણે અહીં જે ચોથા આરામાં હતો તેવો જ માલ છે બધો ત્યાં અત્યારે ! આપણા અહીંનો માલ જે બધો વર્તમાન તીર્થંકર સડી ગયેલો માલ કહેવાય. એ તો અહીંનો અહીં જ ધોવાયા કરશે. એ તો પાંચમો આરો પૂરો કરશે ને છઠ્ઠો ય પૂરો કરશે. બધું એનું એ જ ચાલ્યા કરશે. આમાંથી અમુક અમુક મહાવિદેહ ક્ષેત્રમાં જતાં રહેશે. પ્રશ્નકર્તા: એટલે લાખેકમાંથી એકાદ મહાવિદેહ ક્ષેત્રમાંથી અહીં આવતા હશે ને ?! દાદાશ્રી : ના, થોડાક વધારે, લાખે સોએક આવ્યા કરે ને ! કારણ કે માલ તો બગડ્યા કરેને ! તે બગડેલો માલ હોય, ડાઘવાળો માલ, તે અહીં આવે પણ આ અહીંનો ડાઘવાળો માલ ઉપર શી રીતે જાય ? છતાં અહીંથી કોઈક જીવ એવો હોય તે અમુક ઊંચે જયા કરવાનો. મહાવિદેહ ક્ષેત્રમાં, મહાવીર ભગવાન ગયા પછી જયા કરે છે પણ બહુ જૂજ જીવો જવાનાં. મહાવિદેહ ક્ષેત્રમાં તો આપણા જેવું જ બધું ય. ગોરા-શામળા બધો ય માલ ભેળો ! એમાં કશી વિશેષતા નથી. ફક્ત વિશેષતા એટલી કે તીર્થંકર ભગવાન વર્ત. પ્રશ્નકર્તા : આ મહાવિદેહ ક્ષેત્ર આપે કહ્યું, ત્યાં, પણ વિજ્ઞાનની આટલી પ્રગતિઓ છે, આવા વિમાન ને મોટરગાડી એવું બધું ? દાદાશ્રી : ત્યાં આવા યાંત્રિક વિમાનો નથી, માંત્રિક વિમાનો છે બધાં. અહીં યાંત્રિક છે ને એમને ત્યાં માંત્રિક છે, એટલે એને કંઈ તેલ કશાની જરૂરિયાત ના પડે. અને યાંત્રિકને તો તેલ ખૂટી પડે તો નીચે બેસી જાય અગર તો ‘મશીન બંધ થઈ ગયું” કહેશે એટલે તો આપણા લોકો ચાર મશીન રાખે છે ને ! ચારમાંથી ચારે ય ના ચાલે તો વિમાન બેસી જાય ! પ્રશ્નકર્તા : આ આત્મા જે છે એ ફરી ફરીને અવતાર લે છે એ સામાન્ય રીતે અહીં આ દુનિયામાં જ રહે કે બીજા ક્ષેત્રમાં જતા હોય છે ? દાદાશ્રી : એવું છે કે, આ પુદગલ જે ક્ષેત્રને લાયક થાય એ ક્ષેત્રમાં પુદ્ગલ ખેંચાઈ જાય. ચોથા આરાને લાયકનું પુદ્ગલ હોય તે પાંચમા આરામાં ચાલે નહિ. માટે જ્યાં ચોથો આરો હોય ત્યાં ખેંચાઈ

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81