Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 35
________________ શ્રી સીમંધર સ્વામી ૩૫ વર્તમાન તીર્થંકર ચોથા આરાના થઈ ગયા હોય, અહીં આ જ્ઞાન ના આપ્યું હોય અને બીજાં લોકો ય એવાં હોય, તો તે ત્યાં ખેંચાઈ જાય અને ત્યાં જે પાંચમાં આરાના જેવા થઈ ગયા હોય તે અહીં પાંચમા આરામાં આવી જાય. એવો આ ક્ષેત્રનો સ્વભાવ છે. કોઈને લઈ જવો-લાવવો પડતો નથી. ક્ષેત્ર સ્વભાવથી આ લોકો તીર્થંકર પાસે પહોંચવાના બધા. તેથી સીમંધર સ્વામીનું બોલ્યા કરે ને, એમને ભજે છે ને પછી એમની જોડે ત્યાં દર્શન કરશે ને એમની પાસે બેસશે લોકો ને મોક્ષે જતા રહેશે. અમે જેમને જ્ઞાન આપીએ છીએ, તે એક-બે અવતારી થાય. પછી એમણે ત્યાં સીમંધર સ્વામી પાસે જ જવાનું છે. એમના દર્શન કરવાનાં. તીર્થંકરનાં દર્શન કરવાનાં એકલાં જ બાકી રહ્યા. બસ, દર્શન થવાથી જ મોક્ષ. બીજા બધા દર્શન થઈ ગયા. આ છેલ્લા દર્શન કરેને, આ દાદાથી આગળનાં દર્શન એ છે. એ દર્શન થઈ ગયા કે મોક્ષ તરત ! જવાનું છે ને ! ત્યાં એ મોક્ષનું સાધન મળી આવે !! પ્રશ્નકર્તા : અહીંથી ડીરેક્ટ (સીધું) મોક્ષમાં નથી જવાતું ? દાદાશ્રી : ના, સીધું નથી જવાતું. અહીંથી સીધો મોક્ષે જવાનું બંધ થઈ ગયું છે. કારણ કે અહીં તો મન-વચન-કાયાની એકતા નથીને એટલે મોક્ષ ઉડી ગયો. અહીંથી એક અવતાર થઈને પછી મોક્ષ થાય. એક અવતાર બાકી રહે એટલે ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં જવાનું. ત્યાં આપણને તીર્થંકર મળેને ! દર્શન કરવાથી જ મુક્તિ થાય. બીજું કશું ઉપદેશ ય શીખવાની જરૂર નથી. - પ્રશ્નકર્તા : ત્યાં મન-વચન-કાયાની એકતા છે જેને, એ લોકો દર્શન કરી શકતાં નથી, તો અહીંયા તો મન-વચન-કાયાની એકતા નથી, એ લોકો કેવી રીતે દર્શન કરી શકશે ? દાદાશ્રી : પણ આ લોકો કરી શકે. કારણ કે એમની ભાવના એવી છે અને તેથી “અક્રમ જ્ઞાન મળ્યું છે ને ? એકતા નથી રહેતી. એ તો કાળને આધીન છે. ત્યાં આગળ કાળ સારો છે એટલે એકતા રહે. કઈ ભૂમિકાથી જવાય ત્યાં ? પ્રશ્નકર્તા : ત્યાં જવું હોય તો કઈ સ્થિતિમાં માણસ જઈ શકે ? દાદાશ્રી : એ ત્યાંના જેવો થઈ જાય. ચોથા આરા જેવો માણસ થાય, આ પાંચમા આરાના દુર્ગુણો જતા રહે, તો ત્યાં જાય. કોઈ ગાળ ભાંડે તો ય મનમાં એની માટે ખરાબ ભાવ ના આવે તો ત્યાં જાય. પ્રશ્નકર્તા : સામાન્યપણે અહીંથી સીધું મોક્ષે જવાતું નથી. મહાવિદેહ ક્ષેત્રમાં જવાનું પછી મોક્ષે જવાનું, એવું કેવી રીતે થાય ? દાદાશ્રી : અહીંથી આ ચોથા આરાના માણસો જેવો થાય તો આ ચોથા આરો ચાલતો હોયને, તે ક્ષેત્ર એને ખેંચી લે. ક્ષેત્રનો સ્વભાવ એવો છે કે જે આરાના માણસ થઈ ગયા હોય, અહીં આગળ છે તે પાછું ફરવાનું શું કારણ ? પ્રશ્નકર્તા ત્યાંના જીવોને મન-વચન-કાયાની એકતા હોય છે, તો પછી અહીં કેવી રીતે પાછાં આવવાનું ? દાદાશ્રી : ત્યાં પછી ચોથા આરાના લાયક હોય ! પાંચમા આરાને લાયક થવા માંડે એટલે પછી અહીં મૂકી દે. અહીં આવી જાય. અહીં ચોથા આરાને લાયક થવા માંડે એટલે ત્યાં પહોંચે. શેના માટે લાયક થવાનું ? કર્તાપદ તો હોય નહિ. આજુબાજુના સંજોગો ચોથા આરાને લાયક કરી આપે એટલે અહીંથી ત્યાંના લાયક થાય ને એ ભૂમિને લાયક થાય એટલે અહીંથી ત્યાં આગળ જન્મ થાય. અહીંની ભૂમિને લાયક થાય તો ત્યાંથી અહીં આવે. બધું સામસામી થયા જ કરે. પ્રશ્નકર્તા : પાછા મહાવિદેહ ક્ષેત્રમાંથી ભરતક્ષેત્રમાં આવે ? દાદાશ્રી : હા. એવો અનફીટ થઈ ગયેલો હોય તો અહીં આવે. વધુ ફીટ થયેલો હોય તો ત્યાં જાય. જ્યારે કુદરત છે તે લેવા માગે ને ત્યારે અહીં આગળ દેહ

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81