Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 39
________________ શ્રી સીમંધર સ્વામી ૪૩ ૪ પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી કોઈ કાયમને માટે રખડી પડે ? દાદાશ્રી : ના. પણ જ્ઞાન પામે નહિ અને પછી અવળું ચાલે, બધાનું અવળું બોલ બોલ કરે, તો ઠેકાણું નથી પછી ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીનાં જેટલાં લોકો દર્શન કરે, એ બધા પછી મોક્ષે જાયને ? દાદાશ્રી : એ દર્શન કરવાથી મોક્ષે જાય એવું કશું હોતું નથી. એમની કૃપા પ્રાપ્ત થવી જોઈએ. હૃદય ચોખ્ખું થાય, ત્યાં આગળ હૃદય ચોખ્ખું થાય પછી એમની કૃપા ઉતરતી જાય. આ તો સાંભળવા માટે આવે અને કાનને બહુ મીઠું લાગે. એટલે સાંભળીને પછી પાછાં હતા ત્યાંના ત્યાં. એને તો ચટણી ને ચટણી ગમતી હોય. આખો થાળ ના જમે, એક ચટણી સારું જ થાળમાં બેસી રહ્યો હોય. પ્રશ્નકર્તા : તો અમે અહીંયાથી સીમંધર સ્વામીનાં દર્શન કરીએ મહાવિદેહ ક્ષેત્રમાં જઈને તો પછી અમારો મોક્ષ થાય કે નહીં ? વર્તમાન તીર્થંકર મોક્ષે લઈ જશે. કશું જ કરવા જેવું નથી. અને આજ્ઞા પાળો છો તે તો સંજોગ, મારો સંજોગ ભેગો થાય જ. શું કહ્યું ? એ ય ખોળવાનો ના હોય. એને તો સામું આવે મહાવિદેહ ક્ષેત્ર ! જેને અહીં શુદ્ધાત્માનું લક્ષ બેઠું હોય તે અહીં આગળ ભરત ક્ષેત્રમાં રહી શકે જ નહીં. જેને આત્માનું લક્ષ બેઠેલું હોય, તે મહાવિદેહમાં જ પહોંચી જાય એવો નિયમ છે ! અહીં આ દુષમકાળમાં રહી શકે જ નહીં. આ શુદ્ધાત્માનું લક્ષ બેઠું તે મહાવિદેહ ક્ષેત્રમાં એક અવતાર કે બે અવતાર કરી, તીર્થંકરનાં દર્શન કરીને મોક્ષે ચાલ્યો જાય. એવો સહેલો-સરળ માર્ગ છે આ ! અમારી આજ્ઞામાં રહેજો. આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ ! સમભાવે નિકાલ કરવાનો હોય. એ બધી જે આજ્ઞાઓ કહી છે એમાં જેટલું રહેવાય એટલું રહે, પૂરેપૂરું રહે તો મહાવીર જેવું રહી શકે ! આ રિયલ ને રિલેટિવ તમે જોતા જોતા જાવ, તમારું ચિત્ત બીજી જગ્યાએ ના જાય પણ ત્યારે હોરું મનમાંથી કંઈ નીકળ્યું હોય તો તમે ગૂંચાઈ જાવ. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી અમારી પાંચ આજ્ઞા પાળે તો, ભગવાન મહાવીર જેવો અહીં રહી શકે એમ છે. અમે પોતે જ રહીએ છીએ ને ! જે રસ્તે અમે ચાલ્યા છીએ એ રસ્તો જ તમને બતાવી દીધો છે ને જે ગુઠાણું અમને અહીં પ્રગટ થયું છે તે ગુઠાણું તમારું ય થયું છે ! પ્રશ્નકર્તા : દાદા, તમારી વાણી, તમારી સરસ્વતીથી અમે સ્પર્શ પામીએ અને તમારા શુદ્ધ ચેતનની સાક્ષીએ અમે સીમંધર સ્વામીને નમસ્કાર પહોંચાડીએ. દાદાશ્રી: અમે તમને જ્ઞાન આપીએ ને તે અમે ત્યાં બેસી જઈએ છીએ. એટલે તમારો નમસ્કાર પહોંચી જ જાય છે. જેને જ્ઞાન મળ્યું. જે આજ્ઞામાં રહ્યો. એનું પહોંચી જ જાય. પછી આજ્ઞા ઓછી-વત્તી પળાય એ જુદી વસ્તુ છે. તો ય પણ આજ્ઞા પાળે છે ને ? કોઈને પ્રમાણ જરા ઓછું હોય. આ જ્ઞાન પછી હવે તમને કર્મ બંધાય નહીં. કર્મ કરતો હતો, દાદાશ્રી : એ તો થાય જ ને ! કારણ કે તમે તો આ જ્ઞાન લીધેલું છે ને, એટલે મહાવિદેહ ક્ષેત્રમાં જાવ એટલે પછી ત્યાં સંજોગો ભેગા થઈ જાય તો રાગે પડી જાય. કારમ કે તમારે અવતાર જે રહેવાના છે બાકી બે-ત્રણ કે ચાર કે જે તે અમારી આજ્ઞા આપી છે તેનાં ફળરૂપે રહેવાના અને પુણ્ય હોય જબરજસ્ત એટલે અહીંથી જતાં જ બંગલો બાંધવો પડે નહીં, બંગલાવાળાને ત્યાં તૈયાર થયેલો હોયને, તૈયાર થયા પછી જન્મ થાય ભઈનો, પોલીશ થઈ ગયા પછી બાંધવું ના પડે. પુણ્યશાળીને કશું મહેનત કરવાની ના હોય. મહેનત તો બિચારા પેલાં મા-બાપ કર્યા કરે. પ્રશ્નકર્તા: હવે જેણે ‘જ્ઞાન’ લીધું, એને મોક્ષે જવું હોય, સીમંધર સ્વામીનાં દર્શન કરવા ત્યાં આગળ પહોંચવું હોય, તો એણે શું કરવું જોઈએ ? દાદાશ્રી : કશું ય કરવાનું નહીં. આજ્ઞા અમારી પાળે. આજ્ઞા જ

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81