Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 41
________________ શ્રી સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર ભાવે જોતા નથી એ તીર્થંકરો. એટલે આ દાદા ભગવાનના શ્રુ કહેલું છે, તો ત્યાં આગળ પહોંચે છે. એટલે આ માધ્યમ વગર પહોંચે નહિ હવે દાદા ભગવાન ને તીર્થંકરમાં ફેર કેટલો ? ચાર ડિગ્રીનો ફેર. એમાં લાંબો ફેર નથી ! અને હું તો ‘ભગવાન છું” એવું ય નથી કહેતો. ‘હું તો પટેલ છું.’ પ્રશ્નકર્તા : તમારી વાત નથી, આ દાદા ભગવાનની વાત છે. દાદાશ્રી : હા. એ બરોબર છે. દાદા ભગવાનની વાત જુદી છે. અને હું ‘એ. એમ. પટેલ... મારી જાતને કહું છું. ‘હું ભગવાન છું’ એમ ક્યારે કહું ? ત્રણસોને સાઠ ડિગ્રી પૂરી થાય ત્યારે ‘હું ભગવાન છું' એમ કહું. પ્રશ્નકર્તા : ચાર ડિગ્રીનો, ચારની સંખ્યાનો શું મેળ ? દાદાશ્રી : ૩૫૬ ડિગ્રી અમારે છે. એક તો આ કાળ છે ને, તે આધારે, મારાં કપડાં ખસ્યાં નહિ, આ કપડાં છે, આ બધો જે વેષ છે, એ ખસ્યો નહિ. આમ દસમા ગુંઠાણાથી આગળ ખસે એવું નથી વ્યવહારમાં. નિશ્ચયમાં બારમું છું. પ્રશ્નકર્તા : દસમું કે બારમું, ઉપશમ ભાવે છે કે ક્ષાયિક ભાવે ? દાદાશ્રી : ક્ષાયિક જ ભાવે છે. આપણામાં તો ક્ષાયિક જ ભાવ છે. આપણામાં ઉપશમ નામે ય ભાવ નથી. ઉપશમ ભાવ જેવી વસ્તુ જ નથી અહીં આગળ. જુદા, હું તે “દાદા ભગવાત '' પુસ્તકમાં જેમ લખ્યું છે કે અમે ‘એ. એમ. પટેલ’ છીએ અને મહીં ‘દાદા ભગવાન' પ્રગટ થયેલા છે અને તે ચૌદ લોકનો નાથ છે. એટલે જે ક્યારેય સાંભળવામાં ના આવ્યું હોય એવાં આ અહીં પ્રગટ થયેલા છે. એક જણ મને કહેતા'તા, કે તમારી પાસે બેસવાથી એકદમ શાંતિ થઈ ગઈ. ત્યારે કહ્યું, ચૌદલોકના નાથની જોડે હું બેઠો છું ને તમે મારી જોડે બેઠા છો. ત્યાં શાંતિ તો શું, આનંદ વર્તે ! એટલે જ જાતે ભગવાન છું, એવું અમે કોઈ દહાડો ય કહીએ નહિ. એ તો ગાંડપણ છે, મેડનેસ છે. જગતના લોકો કહે, પણ અમે ના કહીએ કે અમે આમ છીએ. અમે તો ચોખ્ખું કહીએ. અમે તો કહીએ છીએ કે અમે તો નિમિત્ત છીએ. અમારે બીજું કશું જોઈતું નથી. અમારે તો મહીં અપાર સુખ વર્તતું હોય. જયાં આગળ મહીં સુખ નથી, તેને બીજા બહારથી લોકોના કહેવાથી સુખ પડે, એને શું કરવું છે ? જેને અપેક્ષા જ ના હોય, જે નિરપેક્ષ દશા છે. એટલે દાદા ભગવાન તો જુદા છે. હું જુદો છું. હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું. કારણ કે મારે ત્રણસોને સાઠ ડિગ્રી પૂરી કરવાની છે. હવે આ ભેદની લોકોને લાંબી સમજણ પડે નહિ, મેં પુસ્તકમાં આ ભેદ લખેલો છે. અમે ‘એ. એમ. પટેલ' છીએ. ‘દાદા ભગવાન જુદા છે. દાદા ભગવાન પ્રગટ થયેલા છે. જે જોઈતું હોય તે કામ કાઢી લો. એમ એઝેક્ટ કહું છું. કો'ક જ વખત આવો ચૌદ લોકનો નાથ પ્રગટ થાય છે. હું જાતે જોઈને કહું છું, માટે કામ કાઢી લો. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ! પ્રશ્નકર્તા : આપણે સીમંધર સ્વામીને નમસ્કાર કરીએ છીએ, તો દાદા ભગવાનની સાક્ષીએ બોલીએ અને ડાયરેક્ટ બોલીએ, “સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું” એવું બોલીએ તેમાં ફરક શો પડે છે ? દાદાશ્રી : અહીં દર્શન કર્યા પછી એનું ફળ સારું મળે. પ્રશ્નકર્તા: દાદા મળ્યા પહેલાં પણ સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું એવું બોલતા હતા અને દાદા મળ્યા પછી બોલીએ છીએ, એમાં શું ફરક પડે ?

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81