Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 31
________________ ૨૭ વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી માલિક હોઈએ. ઉપદેશક કે પ્રવચનવાળાને માલિકી હોય કે આ મારી વાણી નીકળે. “માય સ્પીચ” એમ બોલે. એટલે આ “માય સ્પીચ’ ના હોય, આ ય મારી વાણી નથી. આ ટેપરેકર્ડની વાણી છે. ભગવાનને છે તે દેશના હોય. ઉપદેશક છઠ્ઠા ગુણસ્થાનકમાં હોય, એટલે થોડો અહંકાર હોય અમુક બાકી રહી ગયો એટલે અહંકાર સહિત બોલે એટલે હું બોલું છું કહે. મહાવિદેહ ક્ષેત્ર છે ક્યાં ? પ્રશ્નકર્તા : પણ મહાવિદેહ ક્ષેત્ર, એ આમ છે ક્યાં ? દાદાશ્રી : આ બ્રહ્માંડમાં છે, પણ એ ત્યાં આગળ જતાં વચ્ચે ખૂબ ઠંડીને એ બધું લાગવાથી ત્યાં પ્લેન ના જઈ શકે, માણસ જઈ શકે નહિ. એટલે એ બધાં ક્ષેત્રો જુદા પડેલા છે. વચ્ચે એવા ઠંડા ઝોન (ભાગ) છે ને, તે કોઈ પણ ત્યાં જઈ શકે નહિ ! પ્રશ્નકર્તા : એ મહાવિદેહ ક્ષેત્ર આપણા બ્રહ્માંડની સોલર સિસ્ટમની બહાર છે કે અંદર છે ? દાદાશ્રી : બ્રહ્માંડની અંદર છે. બ્રહ્માંડની બહાર કશું છે નહિ. પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્ર બ્રહ્માંડમાં ક્યાં છે ? દાદાશ્રી : ઈશાનમાં ! પ્રશ્નકર્તા : આ ઈશાન એટલે કઈ બાજુ ? ઈશાન એ તો રિલેટિવ (સાપેક્ષ) વસ્તુ થઈ ને ! દાદાશ્રી : આ જગત જ આખું રિલેટીવ છે. આ ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે છે, એ રિયલ (નિર્પેક્ષ) છે જ નહિ, ત્યાં જઈ શકાય એવી સ્થિતિ નથી કોઈની, વાતાવરણ જુદું છે બધું. આ ક્ષેત્રનું ને એ ક્ષેત્રનું વાતાવરણ જુદું છે. એવું છે ને, આપણે જે ગામમાં રહેતા હોય ને તે ગામમાં જ નોર્થસાઉથ બધું હોય છે. આ જગતમાં નોર્થ-સાઉથ જેવું કશું વસ્તુ જ નથી. આ તો જે ગામમાં તમે રહોને, તે નોર્થ-સાઉથ કહેવાય છે. સૂર્યનારાયણ જે તમારે પૂર્વમાં ઉગે, તે ઘડીએ બીજાને પશ્ચિમમાં હોય છે. એટલે કરેક્ટ વસ્તુ નથી. જે આંખે દેખાય છે એ બધું કરેક્ટ નથી આ. પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્ર કેવું છે ? દાદાશ્રી : આ ભૂમિ જેવી છે, મનુષ્યોવાળી વસ્તી, બધું અહીં જેવું દેખાય છે એવું જ મહાવિદેહ ક્ષેત્રમાં પણ દેખાય બધે. આવા મનુષ્યોને રહેવા લાયક પંદર ક્ષેત્રો છે. તે એક એક ક્ષેત્રમાં સામસામી જઈ શકે નહીં. વાતાવરણ નહીં એટલે. દરેક ક્ષેત્રની આજુબાજુ એનું વાતાવરણ ‘એન્ડ’ થયેલું હોય. પલાંનું ‘એન્ડ’ થયેલું હોય ને આ ય એન્ડ’ થયેલું હોય. તે જઈ શકે નહિ. જ્ઞાનીઓને દેખાય ખરું. હજુ અમારાથી થોડું ઊચું જ્ઞાન થાય તો અમને હઉં દેખાય. મુખ્ય હેતુ, ‘કામ' સાધી લઈએ ! પ્રશ્નકર્તા : આપણું ભરતક્ષેત્ર જંબુદ્વીપમાં આવ્યું, તો એવાં તો ઘણાં ક્ષેત્રો હશે ને ? દાદાશ્રી : ના, એવાં બીજા નહિ. આ પંદર ક્ષેત્રો છે ને, એ જ. બીજાં ક્ષેત્રો નથી. આપણે પંદર ક્ષેત્રો કહીએ છીએ ને, એ પણ બહુ મોટાં વિશાળ છે. અને આખું બ્રહ્માંડ બહુ મોટું વિશાળ છે. એ તો બોલીએ એટલે લોક શું સમજી જાય છે, આપણા પંદર રાજ્યો જેવું હશે, આ ગુજરાત સ્ટેટ છે એના જેવું હશે ! ના, એવું નથી, બહુ મોટું વિશાળ છે. એક એકને કનેક્શને ય નથી. આ ભરતક્ષેત્ર અને બીજાં ભરતક્ષેત્રને ય કનેકશન નથી. પ્રશ્નકર્તા : તો આવા બીજાં ક્ષેત્રો કેટલા ? દાદાશ્રી : આ બધાં પંદર ક્ષેત્રો જ છે. એને બધાને જાણીને શું કરવાનું ? આપણે તો એક વાત સમજી લેવાની કે મહાવિદેહ ક્ષેત્ર છે, એ આપણે કામનું છે. બીજી તો દુનિયા બહુ મોટી છે. આપણને કોઈ પૂછે કે, “આ વાળ કેટલા છે ? એ જાણીને શું કામ છે ભાઈ ?! જેટલાં છે, અને તે રેઝર ફેરવ્યું હશે તો ઉગી નીકળશે ! આપણે કામનું હોય

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81