Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 29
________________ શ્રી સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર છે. આપણા કળિયુગના છે અને પેલા સત્યુગના હોય. કોઈ કોઈ જગ્યાએ કળિયુગ ખરો અને કોઈ જગ્યાએ સયુગ ખરો. એવી રીતે મનુષ્યો છે અને ત્યાં આગળ મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે સીમંધર સ્વામી પોતે છે. તેમની દોઢ લાખની ઉંમર છે અત્યારે અને હજી સવા લાખ વર્ષ રહેવાના છે. રામચંદ્રજીના વખતે એમને જોયેલા. ત્યાર પહેલાંના એ જન્મેલા. રામચંદ્રજી જ્ઞાની હતા. એ જન્મેલા અહીં પણ એ સીમંધર સ્વામીને જોઈ શકેલાં. સીમંધર સ્વામી તો એમના પહેલાં, બહુ પહેલાંના ! આ સીમંધર સ્વામી છે, એમણે જગત કલ્યાણ કરવાનું છે. શ્રી સીમંધર સ્વામી, ભરત કલ્યાણતાં તિમિત ! પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં હાલ તીર્થકરો બિરાજે છે, એવાં બીજા કોઈ ક્ષેત્રમાં કંઈ તીર્થકરો બિરાજે છે ? દાદાશ્રી : આ પાંચ ભરતક્ષેત્રમાં ને પાંચ ઐરાવત ક્ષેત્રમાં, અત્યારે તીર્થંકર નથી બિરાજતા. બીજે પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે, ત્યાં અત્યારે ચોથો આરો છે, ત્યાં આગળ તીર્થંકરો વર્તે છે. ચોથો આરો હોય, ત્યાં આગળ વર્યા કરે, ત્યાં કાયમને માટે ચોથો આરો હોય છે. અને આપણાં અહીં તો પહેલો, બીજો, ત્રીજો, ચોથ, પાંચમો, છઠ્ઠો ફર્યા કરે. એવું છે, આ પાંચ ભરત ક્ષેત્ર છે, પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે અને પાંચ ઐરાવત ક્ષેત્ર છે. આ પંદર મનુષ્ય લોકના ક્ષેત્રો, તેમાં પાંચ ભરતમાં અત્યારે તીર્થંકર નથી. કારણ કે પાંચમો આરો ચાલે છે બધામાં અને ઐરાવતમાં ય તીર્થકર નથી. ફક્ત મહાવિદેહ ક્ષેત્રમાં ચોથો આરો ચાલે છે, એટલે ત્યાં તીર્થંકરો થયા જ કરે છે. એમાં બહુ પહેલેથી તીર્થકર હોય અને ત્યાં વીસ તીર્થંકરોમાં આ સીમંધર સ્વામી છે ! પ્રશ્નકર્તા : અહીં આગળ ક્યારે તીર્થંકર થાય છે ? દાદાશ્રી : અહીં ત્રીજા-ચોથા આરામાં તીર્થંકર થવાનાં ! પ્રશ્નકર્તા : અને તીર્થંકરો એ આપણાં અહીંઆ, હિન્દુસ્તાનમાં જ થાય છે, બીજે ક્યાંય ના થાય ને ? દાદાશ્રી : આ જ ભૂમિકામાં ! બીજી જગ્યાએ થાય નહિ. આ જ ભૂમિકા, હિન્દુસ્તાનની જ ! આ જ ભૂમિકામાં તીર્થંકરો થાય, બીજી જગ્યાએ ઉત્પન્ન જ ન થાય. ચક્રવર્તી ય આ ભૂમિકામાં થાય, અર્ધચક્રી ય આ ભૂમિકામાં થાય. ત્રેસઠ શલાકા પુરુષો બધા અહીં થાય છે. પ્રશ્નકર્તા : આ ભૂમિની કંઈ મહત્વતા હશે ? દાદાશ્રી : આ ભૂમિ બહુ ઊંચી ગણાય છે ! પ્રશ્નકર્તા ઃ સીમંધર સ્વામીનું પૂજન શા માટે ? અન્ય તીર્થકરોનું પૂજન કેમ નહિ ? દાદાશ્રી : બધા તીર્થંકરોનું થઈ શકે, પણ એ સીમંધર સ્વામીને અહીં હિન્દુસ્તાન જોડે હિસાબ છે, ભાવ છે એમનો અને એ બહુ ટાઈમ સુધી રહેવાના છે ! અન્ય વર્તમાન તીર્થકરો ! પ્રશ્નકર્તા : પણ વર્તમાનમાં બીજા તીર્થંકર ક્યાં વિચરે છે ? દાદાશ્રી : એ વીસનાં નામ છે. પણ આપણાં ભરતક્ષેત્રનાં નિમિત્ત સીમંધર સ્વામી છે. જે નિમિત્ત હોય, એ હિતકારી હોય. આ વીસનાં નામ છે. પ્રશ્નકર્તા : બસ, બસ, આ તો એક ખાલી જાણવા માટે પૂછયું. દાદાશ્રી : જોઈ લો ને, એક વખત નામ તો જોઈ લો ! વાત કાઢી ત્યારે નામનાં દર્શન કરી લો ને ! (૧) શ્રી સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું. (૨) શ્રી યુગમંધર સ્વામીને નમસ્કાર કરું છું. શ્રી બાહુ સ્વામીને નમસ્કાર કરું છું. શ્રી સુબાહુ સ્વામીને નમસ્કાર કરું છું. (૫) શ્રી સુજાતા સ્વામીને નમસ્કાર કરું છું. (૬) શ્રી સ્વયંપ્રભ સ્વામીને નમસ્કાર કરું છું.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81