Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 32
________________ શ્રી સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર એટલી વાત કરવી. આ વેપાર શા હારું કરીએ છીએ ? પૈસા કમાવવા માટે ? એ મારા ઘઉં સારા છે એવું દેખાડવા માટે ! પૈસા કમાવવા માટે ! એટલો આપણો હેતુ, કામ નીકળવું જોઈએ. આપણે તો આ તીર્થકરો અને આ પંચ પરમેષ્ટિ ભગવંતો એ બધાનાં નમસ્કાર બોલશેને તો બહુ થઈ ગયું. આપણે તો કામ સાથે કામ છે ને ? વિહરમાન તીર્થકર સાહેબો ! પ્રશ્નકર્તા : ક્ષેત્ર તો પંદર છે અને બ્રહ્માંડમાં તીર્થંકર તો વીસ છે. તો એવી રીતે કેવી રીતે બને ? દાદાશ્રી : એ બહુ ગણતરી કરવાની નહિ. એ વીસે ય હોય છે, ને કોઈ ફેરો સિત્તેરે ય હોય છે. પાછું એવું નક્કી નથી કે વીસ જ છે. પ્રશ્નકર્તા : એક ક્ષેત્રમાં બીજું ક્ષેત્ર હોય એટલે એવું હોય ? દાદાશ્રી : તે આ અમુક ક્ષેત્રમાં હોતાં જ નથી એ ! દસ ક્ષેત્રમાં તો બિલકુલ હોતાં જ નથી. પાંચ ક્ષેત્રમાં જ હોય છે અત્યારે. હિસાબ કાઢ કાઢ ના કરીશ, નહિ તો મગજ બગડી જશે બધું ! પ્રશ્નકર્તા : એ દિશા કંઈ હોવી જોઈએ ? દાદાશ્રી : દિશા-બિશા નહીં. આમાં શો ફાયદો ? તે પછી રાત્રે એ પૂર્વમાં જ દોડે ! ચિત્તનો સ્વભાવ કેવો છે ? જેમાં પેઠું તે દિશામાં રાત્રે દોડે પાછો. એમાં બહુ ઊંડું ઊતરવા જેવું નથી. મહાવિદેહતી સાબિતી શું ? પ્રશ્નકર્તા: આપણે મહાવિદેહ ક્ષેત્રની વાત કરીએ, તો અમે કોઈ દિવસ જોયું નથી અને અમને એમાં બહુ ખ્યાલ નથી. તો એનું કંઈ પ્રૂફ છે કે મહાવિદેહ ક્ષેત્ર છે ? એની કોઈ સાબિતી છે ? દાદાશ્રી : ચોક્કસ સાબિતી છે. હું એક એક શબ્દ બોલું છું તે ચોક્સાઈના શબ્દ બોલું છું. હું કાચી માયા નથી કે એક વાળ પૂરતી ચોકસાઈ કર્યા વગર રહું ! અને ચોકસાઈ કરવાની શક્તિ મારી, તમારાં કરતાં વધારે છે. આ જે હું બોલું છું તે ચોકસાઈનું જ કહું છું. આ મહીં દાદા ભગવાન પ્રગટ થયા છે, તે ય હંડ્રેડ પરસન્ટ ! વર્લ્ડમાં કોઈ વખત આવું બન્યું નથી, એવું આ થયું છે. પ્રશ્નકર્તા: તો અમને કેવી રીતે ખબર પડશે કે આ મહાવિદેહ ક્ષેત્ર આવ્યું ? કે જે અમે તો કોઈ દિવસ જોયું નથી. એ કોઈ વાર દેખાય તો એની કેમની ખબર પડે કે આ ખાલી ભ્રમણા છે કે રિયલ છે ? દાદાશ્રી : એ તો તમારે ત્યાં જવાની જરૂર નથી. તમારો હિસાબ જ તમને ત્યાં લઈ જાય. તમારે જવાની જરૂર નથી કે તમારે વિચારવાની જરૂર નથી કે મારે મહાવિદેહ ક્ષેત્રે જવું છે. તમે જે સ્ટાન્ડર્ડ (ધોરણ)માં છો, જે લાયક છો એ સ્ટાન્ડર્ડમાં જ રહેશો. એ તો તમને અહીં આગળ રહેવા ના દે. જે જ્ઞાન આપ્યું છે ને, તે ત્યાંના સ્ટાન્ડર્ડને લાયક થઈ જવાના અને ત્યાં આગળ અવળા સ્ટાન્ડર્ડના હોય છે, તે અહીં આવે છે. એ કુદરતનો નિયમ છે એવો. અત્યારે અહીં કળિયુગ ચાલે છે અને ત્યાં આગળ દ્વાપર ચાલે છે. ત્યાં ય સયુગ ચાલતો નથી. પણ ત્યાં કળિયુગ નથી. કાયમતો ચોથો આરો ત્યાં ! પ્રશ્નકર્તા ત્યાં હંમેશાં ત્રીજો ને ચોથો જ આરો હોય છે ? દાદાશ્રી : કાયમને માટે ચોથો આરો, ત્રીજો નહિ. ચોથો એક જ. પ્રશ્નકર્તા : પણ આના જેવો જ સંસાર બધો ? દાદાશ્રી : હા, આવું જ બધું. એ ય કર્મભૂમિ બધી, ત્યાં ય ‘હું કરું છું” એવું ભાન હોય. અહંકાર-ક્રોધ-માન-માયા-લોભ ખરાં. ત્યાં આગળ અત્યારે તીર્થંકર હોય. ચોથા આરામાં તીર્થંકર હોય. બાકી બીજું બધું આપણા જેવી જ દશા હોય. આ રામચંદ્રજી ચોથા આરામાં હતા ને ! મહાવિદેહમાં વ્યવહાર-વ્યાપાર ?! પ્રશ્નકર્તા : આપને મહાવિદેહ ક્ષેત્રનો કંઈ અનુભવ થયો છે ?

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81