Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 24
________________ શ્રી સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર બન્નેની ફલશ્રુતિમાં શો ફેર પડે ? દાદાશ્રી : ભગવાન મહાવીરની સ્તુતિ કોઈ સાંભળે જ નહીં, ભગવાન મહાવીરની સ્તુતિ કોણ સાંભળે ? છતાં ય સીમંધર સ્વામીનું નામ ના દેતો હોય પણ મહાવીર ભગવાનનું નામ દેતો હોય તો સારું. પણ મહાવીર ભગવાનનું સાંભળે કોણ ? એ પોતે તો સિદ્ધગતિમાં જઈને બેઠા !! એમને અહીં લેવાદેવા ના હોય ને ! એ તો આપણે આપણી મેળે રૂપકો બનાવી બનાવીને મૂક મૂક કરીએ. એ તો સિદ્ધમાં જઈને બેઠા. એ તીર્થકરે ય ના કહેવાય. એ તો હવે સિદ્ધ જ કહેવાય. આ સીમંધર સ્વામી એકલાં જ ફળ આપે. પ્રશ્નકર્તા : તો પછી “નમો અરિહંતાણં'નું ફળ શું મળે ? અને ‘નમો સિદ્ધાણં' બોલવાથી, બન્નેના ફળમાં ફેર શો પડે ? દાદાશ્રી : “સિદ્ધાણં' ના બોલે તો ચાલે, પણ પેલું ‘નમો અરિહંતાણં’ તો બોલવું પડે. મોક્ષ થવા માટે “નમો અરિહંતાણં” બોલવું પડે. બજોતી ભજતાતા ફળમાં ફેર ? પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીને આપણે ભજીએ છીએ એ બરોબર છે. પણ ચોવીસ તીર્થંકર છે, એમાં કોઈને પણ ભજીએ તો તેનું ફળ ના મળે ? દાદાશ્રી : કશું ના કરે, તેના કરતાં કરે એ સારું. પણ તે ખરું ફળ, તીર્થકરનું ફળ મળે નહિ. જે તીર્થકર માનીને કરે પણ તીર્થકર નથી એ, એ સિદ્ધ છે. તમને સમજાયું એ સિદ્ધ છે એવું ? પ્રશ્નકર્તા: બરોબર. દાદાશ્રી : અહીં હોય ને. અહીં પ્રગટ હોય તો ! ભગવાન મહાવીર એમના સમયમાં તીર્થંકર હતા. હવે સમય પૂરો થઈ ગયો. એટલે સિદ્ધ થઈ ગયા. ચોવીસેય તીર્થકર સિદ્ધ થઈ ગયા અને આ તો આપણે જઈશું તો ય આ તીર્થંકર રહેવાનાં. ઋણાનુબંધ ભરતક્ષેત્રનું ! સીમંધર સ્વામી તો અઢારમા (ભરતક્ષેત્રમાં) તીર્થંકર હતા ત્યારના છે ભગવાન ! બધા તીર્થકરોએ અનુમોદના કરેલી. તે આ અનુમોદનારૂપ એમની કૃપા ઊતરતી જ ચાલે છે. એટલે બધું અહીંનું કામ જ જાણે એમનું હોય એવી રીતના ચાલે છે. બાકી છે તો વીસ તીર્થકરો, પણ આ તીર્થકર વધારે એક્સેપ્ટ કરે બધાય. તે ઋણાનુબંધી હિસાબ હશે. પહેલાંનો હિસાબ હશે ને, તે છૂટે હંમેશાં. વીતરાગમાં હિસાબ ના હોય. હિસાબ પહેલાંનો છૂટતો હોય. જે દ્રવ્યકર્મના આઠ કર્મ છુટેને, એવી રીતે એ છૂટે, તેની મહીં ભેગા હિસાબ છૂટે. એમને બધા તીર્થંકરોએ માન્ય કરેલા. અને અત્યારે એ માન્ય કરીએ તો આપણને ફળ મળે. પ્રશ્નકર્તા : જે અત્યારે, હાલમાં વિચરી રહ્યા છે ને ? પ્રશ્નકર્તા : એટલે જે ફળ મળે છે તે આ આમનું જ, ‘નમો અરિહંતાણં'નું જ ફળ મળે છે, એવું થયું ને ? “નમો સિદ્ધાણં'નું કશું ફળ નહીં ? દાદાશ્રી : બીજું કશું ફળ મળે નહીં, એ તો આપણે એમ નક્કી કરી નાખીએ કે, ‘ભઈ, ક્વે સ્ટેશને જવું છે ?” ત્યારે કહે, ‘ભઈ, આણંદ જવું છે.' તે આણંદ આપણા લક્ષમાં રહ્યા કરે. એટલે મોક્ષમાં જવાનું, સિદ્ધગતિમાં જવાનું, તે એ લક્ષમાં રહ્યા કરે. બાકી સર્વશ્રેષ્ઠ ઉપકારી અરિહંત કહેવાય. અરિહંત કોને કહેવાય ? જે હાજર હોય તેને. ગેરહાજર હોય, તેને અરિહંત ના કહેવાય. પ્રત્યક્ષ-પ્રગટ હોવું જોઈએ. માટે સીમંધર સ્વામીની ઉપર બધું લઈ જાવ હવે. જો કે બધા વીસ તીર્થંકરો છે. પણ બીજા કંઈ નામ આપણને ખ્યાલ રહે ?! તેનાં કરતાં આ જે મહત્ત્વ છે, આપણા હિન્દુસ્તાનને માટે ખાસ મહત્ત્વ ગણાયા છે તે સીમંધર સ્વામી, તેમના પર લઈ જવાનું અને એમને માટે જીવન અર્પણ કરો હવે. દાદાશ્રી : હા. વિચરી રહ્યા છે. હજુ બહુ કાળ સુધી રહેવાનાં છે અહીં આગળ. તાર જોઈન્ટ કરીએ, તો કામ નીકળી જાય.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81