Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 25
________________ શ્રી સીમંધર સ્વામી ૧૬ વર્તમાન તીર્થંકર દહાડો બળદિયાની પેઠ દોડ દોડ શું કામ કરો છો ? સહજ છે જગત. એટલે આમ પદ્માસન ન થાય તો પલાંઠી વાળીને બેસજો, પણ આમ હાથમાં હાથ વાળીને બેસજો નિરાંતે. થઈ ગયું બધું કામ ! પ્રશ્નકર્તા : એ જાગૃતિનું પ્રતીક કહેવાય ? દાદાશ્રી : પ્રતીક હોય જ નહીં ને ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી એટલે સીમાના ધારણ કરનાર એમ કેમ કહ્યા ? પ્રશ્નકર્તા: સીમંધર સ્વામી સાક્ષાત્ હોય એવા અનુભવ થાય છે. દાદાશ્રી : થાય. સાક્ષાત્ છે જ. ભાવે કરીને સંપૂર્ણ વીતરાગ જ છે, તીર્થંકર જ છે. પણ જે મૂળ છે તે તીર્થંકર નામકર્મનાં આધારે આ કર્મ ભોગવે છે અત્યારે. સીમંધર સ્વામી એ તો કેંશ (રોકડા) કહેવાય. ભલે બીજા ક્ષેત્રમાં હોય પણ હાજર છે એ ! દ્રષ્ટિ ભગવાનના દર્શનની ! પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામીની પ્રવૃત્તિ શું ? દાદાશ્રી : પ્રવૃત્તિ શેની આ ? બસ ભગવાન ! દર્શન કરે લોકો અને એ વીતરાગ ભાવે બધી વાણી બોલે. પ્રશ્નકર્તા : દેશના ? દાદાશ્રી : હા, બસ, દેશના આપે-કરે બધું. પ્રશ્નકર્તા: સીમંધર સ્વામીના આપ દર્શન કરવા જાવ છો, તે આવા ફોટામાં છે એવાં જ છે કે બીજા દેખાવમાં છે ? દાદાશ્રી : આ ચિત્રપટને જુઓ છોને, એમાં અને પેલામાં ફેરફાર હોય. પણ ચિત્રપટમાં ફેરફાર જોવાનું નથી, આપણે મૂળ વસ્તુ સાથે જોવાનું છે. ચિત્રપટમાં ફેરફાર હોય. અને અમારે દર્શન ફોટાથી નહિ થયેલા, અમારે એમનાં પોતાનાં સ્વભાવિક ભાવથી દર્શન થયેલાં. આપણે તો તીર્થંકરનાં દર્શન કરવાં છે, મહીં બેઠા છે તેમને ! એમાં આપણે સમજીએ કે આ ભગવાન દેખાય છે, એ કેવળજ્ઞાની છે. મહીં શું સામાન ? ત્યારે કહે, ‘કેવળજ્ઞાન !' બસ, આટલું જ ટૂંકું સમજીએ ! સૂચવે સંપૂર્ણ અકર્તાપદ ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીનું પ્રતીક છે, તે શું સૂચવે છે ? દાદાશ્રી : એ કહે છે કે આમ બેસજો (પદ્માસન) અને કશું કરશો નહિ. કશું કરવા જેવું છે નહિ આ જગતમાં, નિરાંતે બેસજો. આખો દાદાશ્રી : એ તો કોઈએ લખેલું હશે ! બાકી સીમા-બીમા ધારણ ના કરે છે ! આ જાતે જે હાજર છે એની પર ટીકા કશી ના થાય. અલ્યા, ના બોલાય કશું. તેમનાં દર્શન કરો. આ તો હાજર છે. કશું ટીકા ના કરાય. આવું જોવાયે ય નહિ. આપણાં માબાપની મૂર્તિઓમાં ઊંડા ઊતરતા નથી, એવું આમા ઊંડું ના ઊતરવાનું. આવું આની પર વિવરણ ના થાય. બુદ્ધિ ના ચલાવાય. આ બુદ્ધિ ચલાવવાની ચીજ ન હોય. બહુ દોઢ ડાહ્યો થાય તેનો દુરુપયોગ થાય. બુદ્ધિ તો અમારી પર પણ ચલાવવાની ના કહી છે. પ્રતીક શબ્દ ના જોઈએ એમાં. એમ માનો કે આપણા બાપા બહુ ઊંચા હોય તો પ્રતીક શું હશે ? આમ જો જો કરીએ તો બાપ કહેશે ‘મૂઆ મૂરખો છે, તે જો જો કરે છે ! મારામાં ના જોવાય.’ પ્રતીક ના દેખાય કોઈ જગ્યાએ. પ્રતીક તો જડ વસ્તુમાંથી દેખાય અને આ તો ભગવાન ! એમાં તો બુદ્ધિ ગાંડા કાઢે. આમને તો આવો વિચાર જ ના આવે. આ વિચાર આવે ને તે આ બધી ગાંડછા કહેવાય. એ કરતા શું હશે ? પ્રશ્નકર્તા : આ સીમંધર સ્વામી મહાવિદેહ ક્ષેત્રમાં શું કરે છે ?

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81