Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 18
________________ વર્તમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામી ભજતા સમજ સાથે ! દાદાશ્રી : મોક્ષે જવું નથી ? મોક્ષે જવાનો વિચાર થાય છે ? પ્રશ્નકર્તા : જવું તો હોય જ ને ! દાદાશ્રી : તો પછી કેમ ખટપટ કરતાં નથી ? કશી સિફારસ લાવો ને ! પ્રશ્નકર્તા : ભગવાનનું નામ લઈએ એ સિફારસ. દાદાશ્રી : કયા ભગવાનનું નામ લો છો ? પ્રશ્નકર્તા: આખો દહાડો નવકાર મંત્રનો જાપ કરીએ છીએ. દાદાશ્રી : એ બરોબર છે. પણ નવકાર મંત્ર તો શાંતિ આપે. પ્રશ્નકર્તા : રોજ નવકાર મંત્ર સાતસો-સાડી સાતસો ગણું છું. દાદાશ્રી : સાડી સાતસો ? પ્રશ્નકર્તા : હા જી. દાદાશ્રી : ‘નમો અરિહંતાણં’ એટલે શું ? પ્રશ્નકર્તા: એ તો ખબર નથી સાહેબ. સર્વ દેવોને નમસ્કાર થાય એટલી અમને ખબર છે, બીજી ખબર નથી. વર્તમાન તીર્થંકર દાદાશ્રી : આવું જ છે ને ! પ્રશ્નકર્તા : આપણને નવકાર મંત્રમાં વિશ્વાસ. એ ગણ્યા કરીએ. સર્વ દેવોને નમસ્કાર થાય એમાં. દાદાશ્રી : હા, પણ નવકારમંત્રનો અર્થ સમજીને કરવાનું કહ્યું છે કે સમજ્યા વગર ? પ્રશ્નકર્તા : એ ચોપડી વાંચી પણ યાદ ના રહે એ. દાદાશ્રી : ‘નમો અરિહંતાણં’ શાથી કહે છે ? ‘અરિહંતાણં’ એટલે શું ? પ્રશ્નકર્તા : હું તો સર્વ દેવોને નમસ્કાર એટલું જ જાણું, બીજું કંઈ ઊંડો હું ઊતર્યો નથી. દાદાશ્રી : જુઓ તો, આ કહે છે, “અમે બધું જાણીએ છીએ.’ પણ કશું જ જાણતાં નથી ? સાચું જાણે તો કેટલો ફાયદો થાય ?!!! પ્રશ્નકર્તા : જાણીને કરીએ તો ફાયદો થાય. એમાં ભૂલ કોની ? દાદાશ્રી : અરિહંત કોને કહેવાય ? જે સિદ્ધ થયેલા ના હોય અને અહીં આગળ દેહધારી, કેવળજ્ઞાની હોય તેને અરિહંત કહેવાય. ક્રોધમાન-માયા-લોભ(રૂપી) દુશ્મનોનો જેણે નાશ કર્યો છે એવા કેવળજ્ઞાની, એને અરિહંત કહેવાય. તો અરિહંતને નમસ્કાર કરતાં નથી ? કયા અરિહંતને નમસ્કાર કરો છો ? શી ભૂલ થઈ જાણો છો ? એક આચાર્ય મહારાજ હતા. એમને મેં પૂછયું, ‘નવકાર મંત્ર બોલો છો ?” ત્યારે કહે, ‘એ તો રોજ બોલીએ જ છીએ ને !' મેં કહ્યું, ‘શું ફળ મળે છે ?” ત્યારે કહે, ‘એ તો જેવું જોઈએ, એવું ફળ મળતું નથી.” મેં કહ્યું, ‘ભૂલ શું છે મહીં, એ જાણો છો ?”

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81