Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 11
________________ રીતે તેને પાળવા લાગ્યાં. એ પછી કાળધર્મ પામીને બંને દેવ બન્યાં ને ત્યાંથી ફરી પૃથ્વી પર આવીને હસ્તિનાપુરમાં અર્હદ્દાસ શ્રાવકના પૂર્ણભદ્ર તથા મણિભદ્ર નામના પુત્રો બન્યાં. બંને ભાઈઓ શ્રાવક ધર્મની સુંદર, સ્વચ્છ આરાધના કરી દેવગતિને પામ્યાં અને ત્યાંથી આવીને હસ્તિનાપુરના રાજા વીરસેનની રાણીની કૂખે જન્મ લઈને મધુ તથા કેઢવ નામે ઓળખાણાં. મોટો થઈને મધુ રાજગાદી પર બેઠો અને થોડા સમય પછી તેને કુબુદ્ધિ સૂઝતા કનકાભરણ નામના રાજાની પત્ની ચંદ્રાભાનુનું અપહરણ કરીને તેની સાથે ભોગવિલાસ ભોગવવા લાગ્યો. આ બાજુ કનકાભરણ રાજા પોતાની પત્નીના વિરહમાં ઝૂરવા લાગ્યો ને વિરહની પરાકાષ્ટામાં તાપસ બની ગયો. ચંદ્રાભાનુએ પોતાના પતિની આવી દુર્દશા જોઈ તો તેના અંતરમાં કરુણાનું ઝરણું ફૂટી નીકળ્યું. તેણે મધુરાજાને પોતાના પતિની હાલત દેખાડી, તો તેને પણ ઘણું દુ:ખ અને પસ્તાવો થયો. તેણે પોતાના પાપકર્મના પ્રાયશ્ચિતરૂપે પુત્રને રાજગાદી સોંપી દઈને દીક્ષા લઈ લીધી. એ પછી સંયમમાં શેષ જિંદગી પૂરી કરીને દેવલોકમાં ગયો. કનકાભરણ પણ ઉગ્ર તપ કરીને ધૂમકેતુ નામનો દેવ થયો. મધુ રાજાના જીવે દેવનું આયુષ્ય પૂરું કરીને ભગવાન વાસુદેવના ભાર્યા રુકિમણીદેવીની કૂખે જન્મ લીધો. ધૂમકેતુ દેવે પોતાના પૂર્વજન્મની પત્નીના અપહરણનું વેર વાળવા માટે રુકિમણીદેવીના પુત્રનું જન્મતાંની સાથે જ અપહરણ કરીને તેને છોડી દીધો. બાળકના પુણ્યકર્મના યોગે બરાબર એ જ સમયે વિદ્યાધર અને તેમના પત્ની વિમાનમાં બેસીને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજરે આ નવજાત બાળક ચઢી જતાં તેમણે તેને વિમાનમાં ઊંચકી લીધું. તેમણે તેનું નામ પ્રદ્યુમ્ન રાખ્યું અને એક રાજકુમારની જેમ તેને ઉછેરવા લાગ્યાં.'' શ્રી સીમંધર સ્વામી પાસેથી આવો ખુલાસો મેળવીને નારદજી પ્રદ્યુમ્નને જોઈને દ્વારિકા આવ્યા અને રુકિમણીદેવીને આ વાતથી વાકેફ કર્યા. પોતાનો પુત્ર હેમખેમ હોવાના સમાચાર સાંભળીને રુકિમણીદેવીનું હૈયું આનંદના હિલોળે ચઢ્યું. 20 (૩) કામગજેન્દ્રનો ઉદ્ધાર એક વાર જ્યારે ભગવાન શ્રી મહાવીર સ્વામી શ્રાવસ્તી નગરીમાં પોતાની અમૃતવાણીમાં દેશના સંભળાવી રહ્યા હતા, ત્યારે એક રાજકુમારે તેમની પાસે આવીને ખૂબ જ વિનયપૂર્વક પૂછયું, “પ્રભુ, રાત્રિએ મેં જે જોયું તે સાચું છે કે ખોટું ? એ સત્ય હકીકત હતી કે મારો ભ્રમ હતો ?’’ પ્રભુએ જવાબ આપ્યો, “રાજકુમાર, એ બિલકુલ સત્ય હકીકત હતી.’’ સમાધાન પામી રાજકુમાર ચાલ્યો ગયો તો ગણધરપતિ શ્રી ગૌતમ સ્વામીએ ઉત્સુકતાવશ પ્રભુને પૂછ્યું, “પ્રભુ, આ માણસ કોણ હતો ? તેણે આપને શો પ્રશ્ન પૂછયો ? તેણે શું જોયું તે કૃપા કરીને આપ અમને કહેશો ?’’ પ્રભુએ તેની શંકાનું સમાધાન કરતાં કહ્યું, “હે ગૌતમ, તે કામગજેન્દ્ર નામનો યુવરાજ છે. તેના પૂર્વના દેવમિત્રોએ તેને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામીની સમવસરણોમાં અહીંથી ઉપાડીને ત્યાં મૂકી દીધો.” શ્રી સીમંધર સ્વામીના સમવસરણમાં એક રાજાએ પ્રભુને પૂછયું, “આ માણસ કોણ છે ? ક્યાંથી આવે છે ? એ શા માટે અહીં આવી ચઢ્યો છે ?’’ શ્રી સીમંધર સ્વામીએ તેને જવાબ આપતા કહ્યું, “હે રાજન ! પૂર્વભવમાં આ કામગજેન્દ્ર રાજકુમારના મિત્ર દેવોએ એકબીજાને ધર્મમાં આસક્ત બનાવવાના કોલ આપેલા. પણ પ્રબળ વિષય વાસનાના કારણે આ રાજકુમારનું મન હંમેશા રમણીઓમાં જ રમતું હતું. આથી દેવમિત્રો તેને ફોસલાવીને અહીં લઈ આવ્યા છે. પૂર્વભવમાં કામગજેન્દ્ર કૌશલ રાજાનો તોસલ નામનો રાજકુમાર હતો. આ જ નગરના શ્રેષ્ઠીપુત્રની પત્ની સુવર્ણાદેવી પતિના લાંબા સમયના પરદેશગમનથી વિષયાંધ બની જઈને રાજકુમાર તોસલ સાથે અણહક્કના વિષયો ભોગવવા લાગી. પરિણામે તેને રાજકુમારથી ગર્ભ રહી ગયો. વાત ઊડતી ઊડતી રાજાના કાને પહોંચી. રાજાને પોતાના પુત્રના આવાં દુષ્કૃત્યથી ઘણો આઘાત 21

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81