________________
કુદરતી રીતે થશે કે કોઈના નિમિત્તથી થશે ? જયોતિષીઓએ ગણતરી કરીને કહ્યું કે અયોધ્યાના રાજા દશરથના જ્યેષ્ઠ પુત્ર રામચંદ્રજીના પત્ની, સીતાજી તમારું મૃત્યુનું નિમિત્ત બનશે. આ સાંભળીને રાવણના નાનાભાઈ વિભીષણે પ્રતિજ્ઞા લીધી કે હું મહારાજા દશરથ તથા મહારાજા જનકનો વધ કરીશ. માટે હે મહારાજા દશરથ, હું તમને ચેતવવા માટે આવ્યો છું, તમે ચેતજો.” આટલું કહીને નારદમુનિએ તેમની વિદાય લીધી.
(૨) શ્રીકૃષ્ણ પુત્રનું અપહરણ ભગવાન શ્રીકૃષ્ણના મહારાણી રુકિમણીની કૂખે પુત્રનો જન્મ થતાં જ પૂર્વભવના વેરી દેવે અદ્રશ્ય રીતે રાજકુમારનું અપહરણ કર્યું. સૈન્ય રાજકુમારની શોધ માટે આકાશ-પાતાળ એક કરી નાખ્યાં, છતાં રાજકુમારની ક્યાંય ભાળ મળી નહિ. માતા રુકિમણીના ઉરફાટ રુદને સહુના હૈયાને હચમચાવી મૂક્યાં. પણ બધાં લાચાર હતાં.
બરાબર ત્યાં જ આકાશગમન કરીને નારદમુનિ ત્યાં પધાર્યા. તેમણે બધી વાતથી વાકેફ થઈને રુકિમણીને આશ્વાસન આપતાં કહ્યું,
માતા, આપ શા માટે આવો વિલાપ કરો છો ? આપ તો પ્રજ્ઞ છો, કર્મની અકલ ગતિને જાણનારાં છો. આપ કૃપા કરીને સમભાવમાં રહો. હું આ વિશે શ્રી સીમંધર સ્વામીને પૂછીને આપને સમાચાર આપીશ.”
આમ કહીને આકાશગામી વિદ્યાના જ્ઞાતા નારદમુનિ આકાશગમન કરીને મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામી પાસે આવ્યા અને તેમને સાષ્ટાંગ પ્રણામ કરીને પૂછયું, “હે પ્રભુ, રુકિમણીદેવીએ એવાં તે કેવાં કર્મો કર્યા છે કે જન્મતાંની સાથે જ તેમના પુત્રનું અપહરણ થઈ ગયું ?''
નારદજીનો આવો પ્રશ્ન સાંભળીને પ્રભુએ મંદસ્મિત ફરકાવીને કહ્યું, “રુકિમણીદેવી પૂર્વભવમાં જ્યારે બ્રાહ્મણી હતા ત્યારે મોરના બચ્ચાને જોઈને અત્યંત મોહિત બની ગયા હતા. આ મોહને વશ થઈ જઈને તે જંગલમાંથી મોરના બચ્ચાને પોતાના ઘેર લઈ આવ્યા. પોતાના બચ્ચાથી વિખૂટી પડી જતાં ઢેલ અત્યંત કલ્પાંત કરવા લાગી છતાં બ્રાહ્મણીના પેટનું પાણી ય હાલ્યું નહિ. એ તો જાણે કે કશુંય બન્યું ન હો તેમ મોરના આ બચ્ચાને ખૂબ જ સ્નેહથી ઉછેરવા લાગી. આ બાજુ
ઢેલ પોતાના બચ્ચાના વિરહમાં નગરની શેરી-ગલીઓમાં ભટકવા લાગી. લોકોએ જ્યારે બ્રાહ્મણીને ખૂબ સમજાવી ત્યારે સોળ મહિને તેણે ઢેલના આ બચ્ચાને મુક્ત કર્યું. આગલા ભવનું સોળ વરસના પુત્ર-વિરહના રૂપમાં ઉદય પામ્યું. હવે સોળમા વરસે રુકિમણીને પોતાનાં પુત્રનું પુનઃમિલન થશે.”
પ્રભુની આવી વાત સાંભળીને નારદજીએ દલીલ કરતાં કહ્યું, પ્રભુ, રાણીએ કરેલા કર્મની વાત તો સમજાણી, પણ રાજકુમારે એવું તે કયું કર્મ કર્યું હતું કે જેથી જન્મતાંની સાથે જ તેનું અપહરણ થઈ ગયું ?”
તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામીએ નારદ મુનિની શંકાનું સમાધાન કરતા કહ્યું, “હે આયુષ્યમાન ! આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શાલિગ્રામ નામના નગરમાં મનોરમ નામના ઉદ્યાનનો સુમનયક્ષ નામનો અધિપતિ હતો. આજ નગરમાં સોમદેવ નામનો બ્રાહ્મણ પોતાના અર્ગિલા નામની પત્ની સાથે રહેતો હતો. તેમને ચૌદ વિદ્યાના પારગામી એવા અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના બે પુત્રો હતા. એક સમયે અનેક મુનિવરોથી પરવરેલા આચાર્યશ્રી નંદીવર્ધનસૂરિજી આ ઉદ્યાનમાં પધાર્યા. અતિ ગર્વિષ્ઠ એવા અગ્નિભૂતિ અને વાયુભૂતિ નંદીવર્ધનસૂરિજી સાથે વાદવિવાદમાં ઉતર્યા અને કારમી હાર પામ્યા. મુનિવર્યે તેમને ઠપકો આપતાં કહ્યું, “આવો મદ રાખીને શા માટે કરો છો ? ગત જન્મમાં તમો બંને શિયાળ હતાં.”
આવાં અપમાનજનક શબ્દો સાંભળીને બંને ભાઈઓને મુનિવર્ય પર ઘણો ક્રોધ ચઢ્યો. ક્રોધાવેશમાં સારાસારનું ભાન ભૂલી જઈને બંને ભાઈઓ મુનિવર્યનો વધ કરવા માટે ઉદ્યાનમાં આવ્યા. પણ સુમનયક્ષે તેમને આવું દુષ્કૃત્ય કરતા રોકી લઈને કેદ પકડી લીધા. આથી બંને ભાઈઓ લોકોમાં ખૂબ જ તિરસ્કૃત થયા. પોતાના પુત્રોને સુમન કેદ પકડ્યાના સમાચાર સાંભળીને સોમદેવ તથા અર્ગિલા ઉદ્યાનમાં આવી પહોંચ્યા અને તેમને છોડી મૂકવા માટે બે હાથ જોડીને સુમનયક્ષને કાકલૂદી કરવા લાગ્યાં. તેમની કાકલૂદીથી પીગળી જઈને સુમનયક્ષે તેમને કહ્યું, “હું તમારા પુત્રોને એક શરતે મુક્ત કરું. જો તે જૈન ધર્મ અંગીકાર કરે તો.” બન્નેએ તેની શરત માન્ય રાખી. સુમનયક્ષે બંને બ્રાહ્મણ પુત્રોને મુક્ત કરી દીધાં. બન્નેએ એ જ ક્ષણે જૈનધર્મ અંગીકાર કર્યો અને સુંદર
18