Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 7
________________ ઓળખવાની દ્રષ્ટિ છે ખરી ? અહીં શાસ્ત્રોક્ત વાણી કે ભૂતકાળના જ્ઞાનીઓનું કથન કામ લાગે તેમ નથી. કારણ કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને અનુરૂપ બાહ્યરૂપમાં તીર્થંકરોમાં ફેરફાર થઈ શકે. ઉદાહરણ તરીકે મહાવીર સ્વામીએ પોતાની પૂર્વેના તીર્થંકરોએ પ્રરૂપેલા ચાર મહાવ્રતના બદલે તેમાં એકનો ઉમેરો કરીને પાંચ કર્યાં, જે માટે ત્રેવીસમા તીર્થંકરના શિષ્યો, કેશીસ્વામી વગેરેને શંકા ઉપજેલી. જો કે તેનું સમાધાન થઈ ગયું, પણ તે તેમની સરળતાના કારણે જ. આજના અસરળ જીવોની આડાઈથી ભરપૂર જીવોની દ્રષ્ટિ સહેલાઈથી શી રીતે બદલાય ? જ્ઞાનીઓ કહે છે કે જેને મોક્ષ જવાની કામના છે, તે સિવાય અન્ય કશાની કામના નથી, તેવાં પુણ્યાત્માઓને તીર્થંકરોને ઓળખવાની દ્રષ્ટિ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. આટલું જ નહિ, તેમનું શ્રી સીમંધર સ્વામી સાથેનું સંધાન પણ થઈ જાય છે. આ કોઈ સ્થૂળ પ્રયોગ નથી, અંતરનો સૂક્ષ્મ પ્રયોગ છે. અરે, શ્રી સીમંધર સ્વામી વિશે ક્યારેક કંઈ સાંભળ્યું ન હોય, વાંચ્યું ન હોય, તેમના વિશે એક અક્ષરે ય જાણતા ન હોવા છતાં જ્ઞાની પાસેથી તેમનો પરિચય થતાંની સાથે જ હ્રદય થનગની ઊઠે છે. મન-બુદ્ધિ-ચિત્ત- આંખો તથા આત્મા (પ્રતિષ્ઠિત આત્મા) પ્રભુના પ્રેમમાં એકાકાર બની જાય છે ! આ માટે કોઈ જપ, તપ કે સાધના કશું જ કરવું પડતું નથી પછી આપણું સ્થાન શ્રી સીમંધર સ્વામીનાં ચરણોમાં જ છે ! આ દ્રઢતાને કોઈ ડગાવી શક્યું નથી. આ કોઈ અહંકારપૂર્ણ ઉચ્ચારણ નથી, પણ પ્રત્યક્ષ થયેલી સહજ અનુભૂતિ છે. તમસ્કાર વિધિતી શરૂઆત સહુ પ્રથમ સને ૧૯૭૧માં વડવામાં એક રાત્રિના પૂજારીજીની ઓરડીમાં “પ્રત્યક્ષ દાદા ભગવાની સાક્ષીએ, વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામીને હું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.'' એ મંત્ર અમો ત્યાં હાજર હતા એ બધા લોકોએ એક એક વાર વારાફરતી બોલવાનો હતો. સહુ પ્રથમ આ મંત્ર પૂજ્યશ્રીએ બોલી બતાવ્યો અને મને એક કાગળમાં લખી આપી, તેમાં સહુને વારાફરતી બોલાવવાનું કહ્યું. એ પછી ડિસેમ્બર, ૧૯૭૨માં ઔરંગાબાદની દસ દિવસની શિબિરમાં સવારની પ્રાર્થના વખતે પૂજ્યશ્રીએ મનોમન કશી ગણતરી કરીને બધાને કહ્યું કે, “જે કોઈ આ મંત્ર દરરોજ ચાલીસ વખત બોલશે, 12 તેને એકસો આઠ પ્રત્યક્ષ શ્રી સીમંધર સ્વામીના નમસ્કારનું ફળ મળશે.’’ ત્યારથી બધાને દરરોજ ચાલીસ વખત આ મંત્ર બોલાવવાનું શરૂ કર્યું અને સમય ન હોય તો છેવટે અઠવાડિયાની રજાના દિવસે આ મંત્ર ચાલીસ વાર બોલવાનું તેઓશ્રીએ સૂચન કરેલું. શ્રી દાદા ભગવાનના મુખેથી શ્રી સીમંધર સ્વામી સાથેના સંધાનની વાત સાંભળીને અનેક લોકોને આવી અનુભૂતિ થઈ છે. આશા છે, જેને પ્રત્યક્ષ યોગ ના હોય, તેને આ પુસ્તિકા પરોક્ષ રીતે સંધાનની ભૂમિકા સ્પષ્ટ કરી આપશે. જે વ્યક્તિ ખરેખર મોક્ષની ઈચ્છુક હશે, તેનું શ્રી સીમંધર સ્વામી સાથે અવશ્ય સંધાન થઈ જશે. આ પહેલાં ક્યારેક ઉત્પન્ન થયું નહોતું, તેવું શ્રી સીમંધર સ્વામી પ્રત્યેનું જબરજસ્ત આકર્ષણ ઉત્પન્ન થાય તો જાણી લેવું કે પ્રભુનાં ચરણોમાં સ્થાન પામવાના નગારાં વાગવા માંડ્યા છે. જ્ઞાતીતી સાક્ષીએ તમસ્કાર પરમ કૃપાળુ શ્રી દાદા ભગવાન સામાન્ય રીતે સર્વે મુમુક્ષુઓને સંધાન નીચે આપેલા નમસ્કારથી કરાવે છે. “પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામીને હું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.'' આ શબ્દો એ સંધાન નથી જ. એ વખતે મુમુક્ષુઓને પોતે શ્રી સીમંધર સ્વામીને નમસ્કાર કરતો હોય તેવી અનુભૂતિ થાય તે સંધાન છે. ‘પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ' એવો શબ્દપ્રયોગ એટલાં માટે પ્રયોજવામાં આવ્યો છે કે જ્યાં સુધી મુમુક્ષુનો શ્રી સીમંધર સ્વામી સાથે સીધો તાર જોડાયો નથી, ત્યાં સુધી જેનો નિરંતરતાનો તાર તેમની સાથે સંધાયેલો છે એવા જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાનના માધ્યમ દ્વારા આપણા નમસ્કાર આપણે શ્રી સીમંધર સ્વામીને પહોંચાડીએ છીએ. જેનું ફળ પ્રત્યક્ષ કરેલા નમસ્કાર જેટલું જ મળે છે. ઉદાહરણ તરીકે આપણે કોઈ સંદેશો અમેરિકા પહોંચાડવો છે, પણ તે આપણી મેળે પહોંચાડી શકીએ તેમ નથી એટલે આપણે આ સંદેશો પોસ્ટખાતાને સુપરત કરીને 13

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 81