Book Title: Vakrokti Jivit Kuntakno Kavya Vichar
Author(s): Nagindas Parekh
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 6
________________ એક વધુ ગંગાવતરણ ૦, ભારતીય પરંપરામાં કાવ્યને – એટલે કે કલ્પનેત્ય સાહિત્યને, તેના સ્વરૂપ, પ્રભાવ અને નિર્માણને, જેમણે કશીક આગવી દષ્ટિથી વિચાર કર્યો છે તેવા મીમાંસકોમાં કુન્તકનું સ્થાન પ્રથમ પંક્તિમાં છે. દસમી શતાબ્દીમાં પહોંચતાં તે કાવ્યના ખેડાણની અને તેના વિવેચનની પરિપાટી એવી ઉચ્ચ કક્ષાએ પહોંચી હતી કે અનેક શાસ્ત્રમાં જે પારંગત હાય તેવી સમર્થ પ્રતિભા માટે પણ કશીક મૌલિક સૈદ્ધાતિક ઉદ્દભાવના કરવા માટે ઓછો અવકાશ રહ્યો હતો. તે પણ તત્કાલીન કાશ્મીરની ફળદ્રુપતા અસાધારણ હતી. ૧, કુન્તકની કાવ્યની વ્યાખ્યા બહુપાળ્યું છે. કાવ્ય એટલે શબ્દ અને અર્થ, પણ કેવા શબ્દાર્થ ? જે શબ્દ અને અર્થ એકબીજાની સાથે મળેલા અને ભળેલા હોય અને જે અમુક બંધમાં વ્યવસ્થિત હેય. એ બંધ પણ કેવો ? સર્જકના અનન્ય છટાયુક્ત સજનવ્યાપારનું જે પરિણામ હેય અને સંવેદનશીલ ભાવકને જે આહલાદજનક હેય. જોઈ શકાશે કે કુન્તકની વ્યાખ્યામાં, વ્યક્ત કરનારને તેમ જ ગ્રહણ કરનારને, વ્યક્ત વસ્તુને તેમ જ વ્યક્ત કરવાની રીતને – એમ પ્રત્યેકને ઉચિત સ્થાન મળ્યું છે. અત્યારની ચલણ પરિભાષામાં કહીએ તે, કુન્તકે કર્તાને, ભાવકને અને કૃતિને – તથા કૃતિના પણ અર્થ, ભાષાશૈલી અને સંરચનાને પોતાની વ્યાખ્યામાં સુસંગતપણે સમાવેશ કર્યો છે. તેને પરિણામે, આધુનિક કાવ્યવિચારમાં એકાતિક સજકનિષ્ઠા, કૃતિનિષા કે બંધારણનિછા, અને ભાવનિષ્ઠા –એવા એવા કાસણે જે અતિરેકે સર્જાયા છે, જે ખાઈએ ખેદાઈ છે તેનાથી કુન્તક બચે છે. ૨. કુન્તકના સિદ્ધાન્તભવનની આધારશિલા – તેના વિચારપિંડનું પ્રાણપ્રદ તરવ વક્રતા. તેના મતે કાવ્યકૃતિના વણથી લઈને સમગ્ર દેહ સુધીના ઘટકનું વક્રતા અવિનાભાવી લક્ષણ છે. કાવ્ય એટલે વક્રેતિ. - સાદીસીધી, ચાલુ, લેકપ્રસિદ્ધ ઉક્તિના વિરોધે કાવ્યની ઉક્તિ વિશિષ્ટ નહેાય છે. રાજશેખર કહે છે, કાવ્ય એટલે ઉક્તિવિશેષ. ભેજ કહે છે,

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 660