Book Title: Vairagyarasamanjari Author(s): Labdhisuri, Hiralal R Kapadia Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat View full book textPage 9
________________ કિંચિત્ વક્તવ્ય વૈરાગ્યરસમજરી માટે પ્રસ્તાવ-- સ્વપજ્ઞ ભાષ્ય અને બ્રહવૃત્તિ સાથે પ્રસિદ્ધ થતા તત્વાર્થાધિગમસૂત્રના દ્વિતીય વિભાગની પ્રસ્તાવના માટે સાક્ષરરત્ન જૈનાચાર્ય શ્રી વિજયનેમિસૂરિ પાસેથી વિશિષ્ટ સામગ્રી મેળવી મારી સંપાદક તરીકેની ફરજ બજાવવા હું અમદાવાદ જવા નીકળ્યો હતો તેવામાં માર્ગમાં હું મારી જન્મભૂમિ સુરતમાં સહજ રોકાયે. આ વખતે મને વૈરાગ્યરસમંજરીનું પુસ્તક એના પ્રણેતા તરફથી પ્રથમ સમાગમ ભેટ મળ્યું. ત્યાર બાદ એ સૂરિજીનું (મુંબઈના પરા) અંધેરીમાં આગમન થતાં હું તેમના દર્શનાર્થે ગયે. તે સમયે મારા હાથમાં શ્રીભન મુનિવર્યકૃત સ્તુતિચતુર્વિશતિકાનું દળદાર પુસ્તક જોઈ તેમણે વૈરાગ્યરસમંજરીને આવી રીતે તૈયાર કરાવવાની અભિલાષા પ્રદર્શિત કરી. મેં તે વૈરાગ્યેકલ્પલતાનું સૂચન કર્યું અને વાત એટલેથી પડતી મૂકી. સૂરિજીની મેહમયી નગરીમાં ચાતુર્માસ માટે પધરામણી થતાં ફરીથી આ પ્રશ્ન ઉપસ્થિત થયેલ અને ગ્રંથકાર તેમજ પ્રકાશક સાથેના વાટાઘાટ પછી આ કામ આરંભાયું. અત્યારે જૈન મુનિમંડળમાં ગીર્વાણ ગિરામાં પબદ્ધ કાવ્ય રચનારા ઓછા છે એ વાતને ધ્યાનમાં રાખીને તેમજ વળી આ કૃતિમાં પ્રચલિંગી જેવા પ્રઢ ગ્રન્થની છ યારૂપે પ્રાયઃ પંચમ ગુચછક રચાયેલો છે એવું ગ્રન્થકાર તરફથી સ્પષ્ટ સૂચન થવાથી તેમજ આના સ્પષ્ટીકરણમાં અન્યાન્ય કથાઓને પણ સમાવેશ કરવાનું હોવાથી એ દિશામાં પણ મને અભ્યાસ કરવાની તક મળી શકશે તેમ જણાયાથી મેં આ કાર્ય માટે હા પાડી. કાર્ય-કમ લગભગ ૫૦ માં જેટલું ગ્રન્થનું કલેવર પ્રથમથી નિણત થયેલું હોવાથી સ્પષ્ટીકરણને ગણ રાખી સૌથી પ્રથમ મેં આને ગૂર્જર ગિરામાં અનુવાદ તૈયાર કરવા માંડ્યો. રોજ છેડા છેડા કલેકનું ભાષાંતર તૈયાર કરી હું સૂરિજી પાસે સાયંકાલે ચારેક વાગે જતું હતું, કેમકે તેઓ બપોરના પ્રાયઃ એકથી ચાર સુધી મૌન સેવતા હતા. મને એ નિવેદન કરતાં આનંદ થાય છે કે અનુવાદ કરતી વેળા મને જ્યાં જ્યાં મૂળ લેકોમાં કેટલેક ફેરફાર કરે જરૂરી જણાય તે તરફ મેં સૂરિજીનું સવિનય લક્ષ્ય ખેંચ્યું ત્યારે તેમણે ત્યાં ત્યાં પ્રમાર્જન કર્યું. આથી આ દ્વિતીય આવૃત્તિ વિશેષ આદરણીય બની છે અને વળી એથી તો પ્રથમ આવૃત્તિ કરતાં આમાં ઘણે સ્થળે ભિન્નતા જોવાય છે. બાલબ્રહ્મચારી સ્વર્ગસ્થ શ્રીવિજયકમલસૂરીશ્વરના ઉપદેશથી રા. ઝવેરચંદ પન્નાજીના ભ્રાતૃજ રા. મોહનલાલ પીતાંબરદાસે આની પ્રથમ આવૃત્તિ “બુહારીથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 522