________________
પ્રેરણા આપે છે. તેઓશ્રી સંસારના દારૂણ-દુ:ખ દાવાનળથી બળેલા જીને પૂર્ણ શીતલતાભર્યું જે કઈ સ્થાન હોય, તે તે અચલ અને અવ્યાબાધ એક મેક્ષ જ છે-એમ પિકારી પોકારીને પ્રદર્શિત કરે છે : સંસારસાગરમાં બૂડતા પ્રાણીઓને તરવાનું સ્થિર અને શાશ્વત સ્થલ મુક્તિ જ છે–એમ નિશ્ચિત વિદિત કરે છે. સંસાર રૂપી કેદખાનામાં– પરતંત્ર દેહમાં માત્ર દુઃખ, દુઃખ અને દુઃખને જ અનુભવતા જીવાને માત્ર સુખ, સુખ અને સુખમય સ્થાન મોક્ષ જ છે–એવું પ્રતિપાદન કરે છે.
- માનવજન્મ મેળવ્યું અને સાથે સાથે જન્મ પણ જૈનધર્મના ઘરમાં પુણ્યપ્રભાવે થયે. વળી શ્રી જિનશાસનની ઓળખ થઈ તેમજ તે પ્રત્યે અવિચલ શ્રદ્ધા જન્મી અને પાપસ્થાનકેને પરિત્યાગ કરીને વ્રતધારી બનવાની સંભાવના-લતા વિકસી. વ્રતગ્રહણ કર્યા પછી સંયમી જીવનને પુષ્ટ કરવાનું, સંયમી જીવનને સાર્થક બનાવવાનું અને સંયમી જીવનની ઉચ્ચ કક્ષાએ પહોંચવાનું રસાયણ કહે કે પ્રબલ અવલંબન કહે, તે તે સ્વાધ્યાય જ છે. માનવેને જીવવા માટે જેમ પાછું, પ્રકાશ અને પવનની આવશ્યકતા રહે છે, તેમ સંસારત્યાગી સંયમધરને સંયમજીવનને જીવંત અને મનને ઉજજવલ રાખવા માટે આહાર કહે કે જડીબુટ્ટી કહે, તે તે આત્મકલ્યાણ સાધનાર શ્રી વીતરાગદેવની વાણીથી ઓતપ્રેત સુશાસ્ત્રોને સ્વાધ્યાય જ આધાર છે. એક ઉક્તિ છે કે-“સ્વાધ્યાય ચરિ” જેમ વસ્ત્ર વગરને માનવ નગ્નાટી જે કહેવાય