________________
પ્રાકુ-કથન સંસારની સપાટી ઉપર છવ અનાદિકાળથી વિવિધ સ્વાંગ સજીને નાટકીયાની જેમ નાટક કરી રહ્યો છે. કર્મ સૂત્રધાર છે. જીવને તે આદેશ-ઈશારા કરીને નાનાવિધ નાચ નચાવી રહ્યો છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી વીતરાગદેવની સ્તવના કરતાં મુક્તકઠે લલકારે છે કે
કમ નચાવે તિમહી નાચત.” અનાદિને નાટારંભ સંસારની રંગભૂમિ ઉપર સતત ચાલ્યા કરે છે. આ જીવ પ્રબલ પુણ્યના પ્રતાપે માનવજન્મને મેળવે છે અને તેમાંય નાચ તે નાચ જ પડે છે. માનવની બુદ્ધિ જરા સ્વસ્થ થાય, શાસ્ત્રાધ્યયન કે શ્રવણથી બુદ્ધિમાં સંસ્કાર સિંચાય અને સવભાવને દેખી પરભાવને પરિત્યાગ કરીને સ્વરમણતા મેળવે, તે જીવને કર્મ જનિત નાચ ઓછો થાય છે અને બાહા રંગ ઉડી જાય છે. આથી તે અંતર્મુખ બને છે અને અત્યંતરના ઉત્થાનમાં ડોકીયું કરે છે. પછી તે કર્મ ગુન્હગારની જેમ લાચાર બને છે. કર્મને જંગ છતાતાં જીવાત્મા કર્મ ઉપર વિજય મેળવે છે સાચે વિજેતા બને છે.
પ્રાણી માત્રને સંસારનિવાસ એ પરવશતાને– પરાકાષ્ઠાને દારૂણ પાશ છે. સંસારને શાસ્ત્રકાર મહારાજાએ સાગરની, દાવાનળની અને કેદખાનાની ઉપમાઓ અપે છે, તેમજ પ્રાણીઓને એ ભયંકર સ્થાનમાંથી મુકત થવાની
k