Book Title: Unda Akashma Author(s): Atmadarshanvijay Publisher: Diwakar Prakashan View full book textPage 5
________________ લેખકની વાત કાળનું પડખું તો બદલતું જ રહ્યું છે- પણ આવકારાએલી વિદેશી વિકૃતિએ તો ભારતીય જન-માનસ ઉપર વાસનાઓ ના હંટર રીતસર ના વીંઝી દીધા છે... જયાં સંતો ને પણ બચવું કંઇક કઠિન બન્યું છે ત્યારે નવી-પેઢી ના સંતાનો આ હંટર માર ને શું જીરવી શકે? ક્યાં છે? આજ ની નવી પેઢી પાસેકાલિદાસ અને ઋષભદાસ ની કવિતા? શ્રી હેમચન્દ્રાચાર્ય અને શંકરાચાર્ય ની વિદ્વત્તા? રાણા પ્રતાપ અને ભગતસિંહ ની શૂરવીરતા? પદ્મિની અને સીતાજી ની શીલવત્તા? ક્યાં છે વસ્તુપાળ અને તેજપાળો? ક્યાં છે વિવેકાનંદો ? ક્યાં છે અરવિંદો? JIO કારણો ક્યાં છે સુભાષચંદ્રો? કયાં છે ચન્દ્રશેખરો? આ બધુંય ઝુંટવી લીધું છે.... પેલી.... વ્યોમ-માર્ગે થી ગુપ્ત રીતે ઉતારી દેવાયેલી ક્તારબંધ ટી.વી. (T.V.) શ્રેણિએ ... વિકૃતિઓના આ પૂર-જોર માં તણાતા બાલુડાઓ ને ઉગારી લેવા કેટલાક સંતો-મહંતો એ સજાગ- સભાન બનીને ઝંપલાવ્યું છે . નવી પેઢી ના ઓક્સિજન ઉપર ચાલતા સંસ્કાર-પ્રાણો ને પુનઃ ધબક્તા કરવા તેમણે કમ્મર કસી છે . જેમાં પોતાની આધ્યાત્મ-સાધના ને દેખીતી રીતે થોડીક ગૌણ પણ કરવી પડી ... સાવ નીચે ના સ્તરે દેશના પધ્ધતિને અપનાવવી પડી . માથે કફન બાંધીને અનેક વિધ નવતર પ્રયોગો દ્વારા તન-મન ની ખેતી પણ કરવી પડી તોય કરી. પ્રસ્તુત સચિત્ર કથા-સાહિત્ય પણ આ જ લક્ષ્યાંક ને સિદ્ધ કરવા પા પા પગલી ભરી રહયું છે જે આજ કાલ ધીમી ગતિએ પણ આગળ ધપી રહેલું દેખાય છે . પૂર્વે આ જ પુસ્તક ની એક આવૃત્તિ (વિના ચિત્રની) છપાઈ ગઈ છે . પ્રસ્તુત આવૃત્તિ ૪૦ પર્સેન્ટ કથા અને કથાસાર શોર્ટકટ કરીને સચિત્ર તૈયાર થઈ છે . | આશા છે.... વાચક ગણ, ચિત્રને સ્પર્શશે . કથા વાંચશે પણ સાથે સાથે તેના બોધ ને તો વાગોળશે . જિનાજ્ઞા વિરૂદ્ધ ક્યાંય લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.... aj થી યોગિ-પાઠ-પમ રેણુઃ મુનિ આત્મદર્શન વિજય વિ. સં. ૨૦૫૨ મદ્રાસ- આરાધના ભવનPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 64