Book Title: Trailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 14
________________ શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ. ભાગમાં ઉભા રહીને જઈશું તો ભરતક્ષેત્રમાં આજે જે સમયે સૂર્ય ઉદયને પામ્યો અને જે સમયે અસ્ત પામ્યા, એ જ સૂર્યને હવે આવતીકાલે જઈશું તેપણ ગઈકાલના ઉદયાસ્તને જે સમય હતો તે જ સમય આજના સૂર્યના ઉદયાત સમયે હાય, પણ આવું કયારે બને છે કે સૂર્ય જ્યારે અમુક મંડળમાં હોય ત્યારે અમુક દિવસ સુધી એ પ્રમાણે એકજ અવસરે ઉદય તથા એક જ અવસરે લગભગ અસ્ત થાય, પરંતુ ત્યારબાદ તે સૂર્ય જ્યારે અન્ય અન્ય મંડળમાં જેમ જેમ પ્રવેશ કરતા જાય ત્યારે ક્રમે ક્રમે સૂર્યના ઉદય અસ્તકાળમાં હમેશાં વધઘટ થયા કરે, એટલે કે જ્યારે જ્યારે સૂર્ય સભ્યન્તરમંડળે હોય ત્યારે દિવસનો ઉદય વહેલે થવા પામે અને અસ્ત પણ મોડો હોવાથી રાત્રિ ટુંકી હાય (હેમન્તક, માઘ માસ ). તથા જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળે હોય ત્યારે ઉદય મોડે અને અસ્ત વહેલે થાય તેમ જ રાત્રિ હેટી હેય, ( શ્રાવણમાસ પ્રાવૃત )ઉક્ત કારણથી રાત્રિ-દિવસનું ઉદધાસ્તનું અનિયમિતપણું તેમ જ તેથી તે રાત્રિ-દિવસે લાંબા-ટૂંકા અને ઓછાવત્તા મુહૂર્ત પ્રમાણવાળા થાય છે, બાકી ઉદય અને અસ્ત સ્વસ્વ ક્ષેત્રાશ્રયી તે લગભગ નિયમિત હોય છે. ઉપરોક્ત કારણથી એ તો ચોક્કસ થાય છે કે સૂર્ય જેમ જેમ આગળ આગળ વધતો જાય અને તેથી જે જે ક્ષેત્રોમાં પ્રકાશ થતો જાય છે તે ક્ષેત્રના જીવ ક્રમે ક્રમે આપણે ત્યાં સૂર્યોદય થયો એમ ઉચ્ચારણ કરે, અને જ્યારે ક્રમે ક્રમે આગળ વધતો જાય ત્યારે તે જ ક્ષેત્રવતી જી પ્રકાશના અભાવે ક્રમે ક્રમે પુન: અસ્ત થયા તેમ ઉચ્ચારણ કરતા જાય, જે માટે પૂર્વમહર્ષિઓએ કહ્યું છે કે -- जह जह समये, समये पुरओ संचरइ भक्खरो गयणे। तहतह इओ विनियमा जायइरयणीइभावत्थो॥१ एवं च सइ नराणं उदयत्त्थमण इं होंति नियमाइं। सइ देसकालभेए कस्सइ किंचिवि दिस्सए नियमा॥२॥ सइ चेव अनिदिटो रुद्धमुहत्तो कमेण सव्वेसिं । तेसिं चीदाणिपि य चिसयपमाणो रवी जेसिं ॥३॥ ( હૃતિ માવતી . ૬. ૩. ૧. વૃત્તૌ ) અાથી એકંદર જે બાજુ સૂર્યોદય દશ્ય થાય તેતે ક્ષેત્રોની અથવા જેનારની તે પૂર્વત્રિશા અને તે ક્ષેત્રોમાં જે બાજુ સૂર્યાસ્ત-દશ્ય થાય છે તેની પશ્ચિમહિલા હોય-અર્થાત્ કઈ પણ માણસ ઉદય પામેલા સૂર્ય સામું ઉભું રહે ત્યારે તેની સન્મુખની દિશા તે પૂર્વ, તેની પીઠ પાછળ સીધી દિશા તે શ્ચિમ, તે જ માણસની ડાબી બાજુની દિશા તે ઉત્તર, અને જમણા હાથ તરફની દિશા તે ક્ષજ હોય, એ પ્રમાણે મૂલ ચાર દિશા છે અને તે ચાર દિશા પૈકી બે બે દિશા વચ્ચે જે ખુણીયા પડે તેને વિદ્વિચા અથવા જોગ તરીકે ઓળખાય છે; એટલે પૂર્વ અને ઉત્તર વચ્ચેની શાહિશ, પશ્ચિમ અને ઉત્તર વચ્ચેની વાચ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64