Book Title: Trailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 41
________________ સૂર્યોદય-સૂર્યાસ્તના સમયમાં ફેરફેર હોવાનું કારણ શોધાયેલ દેશને ભરતના નીચેના ત્રણ ખંડમાં સમાવેશ કરે ખાસ બાધક હેતુ જણાતો નથી. ઉત્તર તેમાં કઈ ૨૬ માઈલ પશ્ચિમ પૂર્વ હાલની પૃથ્વી પૂર્વથી પશ્ચિમ સુધી ૭૯૨૬ માઈલ છે અને ઉત્તર-દક્ષિણ ૭૯૦૦ માઈલ છે. છે. માઈલ દક્ષિણ અમેરીકાદિ પાશ્ચાત્ય ક્ષેત્રને મહાવિદેહ ક્ષેત્ર કેમ ન માનવું ? પ્રશ્ન–તમેએ જણાવ્યું કે પાશ્ચાત્ય દેશોનો સમાવેશ દક્ષિણાર્ધ ભારતમાં ગણો તે આપણે પણ દક્ષિણાર્ધ ભારતમાં છીએ છતાં જ્યારે જોધપુર–અમદાવાદની અપેક્ષાએ આ દેશમાં સૂર્યોદય થાય છે, તે અવસરે અમેરિકા વિગેરે દૂર દેશમાં લગભગ સાંજને ટાઈમ થયેલ હોય છે; એમ ત્યાંથી આવતા વાયરલેસ, ટેલીગ્રાફ આદિથી જણાવવામાં આવે છે એટલે અમેરિકાદિ દેશમાં થતું સૂર્યોદય તથા સૂર્યાસ્તનું અંતર આ દેશની અપેક્ષાએ ૧૦ કલાકનું પડે છે. (અને તે શાથી પડે છે તે પૂર્વે જણાવાયું છે, એટલું જ નહિ પણ તે મુજબ ઈગ્લેંડ જર્મની વળી ખુદ હિંદુસ્તાનમાં પણ ચાર-ત્રણ–એક કલાકના અંતર અમુક અમુક દેશાશ્રયી પડે છે, અને જૈન શાસ્ત્રોમાં અનેક વખત શ્રવણ થાય છે કે જ્યારે ભરતક્ષેત્રમાં દિન હોય ત્યારે મહાવિદેહક્ષેત્રમાં રાત્રિ હોય છે. અને જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રિ હોય ત્યારે ભરતક્ષેત્રમાં દિવસ હોય છે. એવા એકદેશીય સિદ્ધાન્તનું શ્રવણ કરી કેઈ અર્ધદગ્ધ એમ પણ કહેવા જાય કે અમેરીકામાં આ દેશની અપેક્ષાએ લગભગ ઉદય-અસ્તનો વિપરીત કમ હાઈ તે અમેરિકાને મહાવિદેહ કેમ કહી ન શકાય? જો કે શાસ્ત્રના રહસ્યને સમજનારાઓ તો મહાવિદેહમાં સદાકાળ ચતુર્થ આરે, ખુદ તીર્થકરને સભાવ, મોક્ષગમનનો અવિરહ તેમ જ સ્વાભાવિક શક્તિવંત અહીંના મનુષ્યને ત્યાં જવાની શક્તિનો અભાવ વિગેરે કારણેથી અમેરીકાને મહાવિદેહનું ઉપનામ આપવાનું સાહસ ખેડતા જ નથી, પણ ઉક્ત અંતર પડે છે તેનું કારણ શું છે? ઉત્તર--પ્રથમ જણાવી ગયા તે પ્રમાણે ભરતક્ષેત્રની પૂર્વ સમુદ્રથી–પશ્ચિમ સમુદ્ર પર્યત લંબાઈ ૧૪૪૭૧૧ એ. પ્રમાણ છે, વર્તમાનમાં જાહેર તરીકે પ્રગટ થએલા ( એશિયાથી અમેરીકા સુધીના પાંચ ખંડે) પાશ્ચાત્ય દેશેને

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64