________________
શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ. કાળે પૃથ્વીને અડી રહેલા હોય તેમ અને મધ્યાહ્ન સમયે આકાશના અગ્રભાગમાં રહેલા હોય તેમ દેખાય છે.
અહીંઆ કેઈને શંકા થાય કે-બન્ને સૂર્યો ઉદયાસ્ત સમયે હજારે જન (૪૭૨૬૩ ચે.) દૂર છતાં જાણે આપણું નજીકમાં જ ઉદયને પામતા હોય તેમ કેમ દેખાય છે ? અને વળી મધ્યાહને ઉપર આવતાં માત્ર ૮૦૦ ૦ જેટલાં જ ઉંચે છતાં બહુ દૂરસ્થ જેવા કેમ દેખાય છે ?
તે પ્રશ્નના ખુલાસામાં જણાવવાનું જે ઉદય અને અસ્તકાળ વખતે સૂર્યો (૪૭૨૬૩ ચો.) (જેનારના સ્થાનની અપેક્ષાએ) ઘણે દૂર ગએલા હોય છે, એ દૂત્વને લઈને જ તેમના બિઓના તેજને પ્રતિઘાત થાય છે, તેથી જાણે એઓ નજીકમાં હોય એવો ભાસ થાય છે અને તેથી સુખથી જોઈ શકાય છે.
અને વળી મધ્યાન્હ (જેનારને પડતી પ્રતીતિની અપેક્ષાએ ) નજીક હોઈને એના વિસ્તારવંત કિરણોના સામીને લઈને દુખેથી જોઈ શકાતા હોવાથી (નજીક હોવા છતાં ) દૂર રહેલા હોય તેમ દેખાય છે.
જેમ કોઈ એક દેદીપ્યમાન દીપક આપણું દષ્ટિ પાસે હોય છતાં તે દુખેથી જોઈ શકાય પણ દૂર હોય તો તેજ દીપક સુખેથી જોઈ શકાય, તેવી રીતે યથાયોગ્ય વિચારવું ઘટે.
અને દૂર હોવાથી જ એ બન્ને ઉદય-અસ્તકાળે પૃથ્વીને અડી રહેલા
૮૩ ઇતરો “મદ્યપુર ” ગ્રન્થમાં-પશ્ચિમ સમુદ્ર તરફ અસ્તાચલે અસ્ત થાય છે તે જ સ્થાને અધઃસ્થાને ઉતરી પાતાલમાં પ્રવેશી, પાતાળમાં ને પાતાળમાં જ પુનઃ પાછું પૂર્વ દિશા તરફ ગમન કરી પૂર્વ સમુકે ઉદય પામે છે આ પ્રમાણે તેઓ જે આશયથી કથન કરે છે તે કેવળ અસત્ય કલ્પનામાત્ર છે.
કારણકે દ્રષ્ટિના સ્વભાવથી અથવા દષ્ટિના દોષથી આપણે ચક્ષુવડે ૪૭૨૬૩ યો૦ = ભાગ પ્રમાણથી વિશેષ દૂર ગયેલા સૂર્યને અથવા તેના પ્રકાશને જોઈ શકવાને અસમર્થ છીએ અને એ શક્તિના અભાવે સૂર્ય ન દેખવાથી સૂર્યાસ્ત થયે એમ કથન કરીએ છીએ, વસ્તુતઃ તે સૂર્યાસ્ત નથી પરંતુ આપણી દ્રષ્ટિના તેજનું અસ્તપણું છે. કારણકે સૂર્ય આપણને જે સ્થાને અસ્ત સ્વરૂપે દેખાણે ત્યાંથી દૂરદૂર ક્ષેત્રોમાં તેજ સૂર્યને પ્રકાશ તો જાય છે, એ કંઈ છુપાઈ જતો નથી.
જો આપણે કોઈપણ શક્તિદ્વારા કોઈપણ વ્યક્તિને સૂર્યાસ્ત સ્થાને મોકલીએ તો સૂર્ય ભરતની અપેક્ષાના અસ્થાનથી દૂર ગયેલ અને એટલે જ ઉંચો હશે, અથવા રેડીઓ અથવા ટેલીફેનદ્વારા જે વખતે અહીં સૂર્યાસ્ત થાય તે અવસરે અમેરિકા યા યુરોપમાં પુછાવીએ તો “અમારે ત્યાં હજુ અમુક કલાક જ દિવસ ચઢયો છે તેવા સ્પષ્ટ સમાચાર મળશે. કોઈપણ વસ્તુ દૂરવતી થાય એથી દેખનારને ઘણી દૂર અને અધઃસ્થાનેભૂભાગે સ્પર્શી ન હોય ? એવી દેખાય. એ પ્રમાણે દેખાવવાના હેતુરૂપ દષ્ટિદોષના