Book Title: Trailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 51
________________ શ્રી ચન્દ્રમંડલાધિ પ્રારંભ. - ~ હાથ એમ ભાસે છે, અને મધ્યાહે નજીક આવવાથી જ આકાશના અગ્રભાગમાં રહેલા ન હોય તેમ આપણી દષ્ટિમાં દેખાય છે. આ પ્રમાણે યથામતિ સૂર્યમંડળ સંબંધી સંક્ષિપ્ત અધિકાર કો. | | તિ સૂર્યમંડoષયક ॥ अथ श्री चन्द्रमण्डलाधिकारः प्रारभ्यते ॥ પર્વે સૂર્યમહુડલાધિકારમાં સૂર્યમંડલોનો સર્વ આમ્નાય કહેવામાં આવ્યું, હવે ચન્દ્રમાના મંડળ સંબંધી જે અવસ્થિત આમ્નાય છે તેને જ અધિકાર કહેવાય છે. ॥ सूर्यमंडलथी चन्द्रमंडळy भिन्नपणुं ।। ચન્દ્ર તથા સૂર્યના મંડલેમાં મોટો તફાવત રહેલો છે કારણકે સૂર્યના ૧૮૪ મંડળે છે અને તેમાં ૧૧૯ મંડળો જ બુદ્વીપમાં પડે છે અને ૬૫ લવણસમુદ્રમાં પડે છે. જ્યારે ચન્દ્રનાં માત્ર ૧૫ મંડળે છે અને તેમાં ૧૦ મંડળે લવણસમુદ્રવતી અને ૫ મંડળે જ બુદ્વીપવતી છે, આથી તેઓના મંડળનું પરસ્પર અન્તર–પરસ્પર અબાધાદિ સર્વ વિશેષે તફાવતવાળું છે, ચન્દ્રની ગતિ મન્દ હોવાથી ચન્દ્ર પોતાના મંડળ દૂર દૂરવતી અંતરે કરતો જાય છે. જ્યારે સૂર્ય કારણે થતી વિભ્રમતાથી તે વાતને સત્યાંશપણે કુદરતના નિયમથી પણ વિરૂદ્ધ કરી લેવી કે સૂર્ય જમીનમાં ઉતરી ગયો, સમુદ્ર પિસી ગયો અસ્ત પામે, ( ઇત્યાદિ) તે તો પ્રાજ્ઞ અને વિચારશીલ પુરૂષ માટે બિલકુલ અનુચિત છે. જે દૂર દેખાતી વસ્તુમાં ઉકત કલ્પના કરશું તો તો સમુદ્રમાં પ્રયાણ કરી રહેલી સ્ટીમર જ્યારે ઘણી દૂરવર્તી થાય છે ત્યારે આપણે દેખી શકતા નથી તો તેથી શું તે સ્ટીમર સમુદ્રમાં પેસી ગઈ ? બુડી ગઈ ? એમ માન્યતા કરાશે ખરી ? હરગીજ નહિ, વળી દૂર દેખાતા વાદળાંઓ Kરત્વના કારણે આપણી દ્રષ્ટિ અભાવે ભૂસ્પર્શ કરતા દેખીએ છીએ તો શું ઘણું ઉચા એવા વાદળાઓ ભૂસાથે સ્પર્શેલા હશે ખરા ? અર્થાત નહિ જ. તો પછી આવા ઘણું દૂરને અંતરે રહેલા સૂર્ય માટે તેમ દેખાય અને તેથી તેની કલ્પના કરવી એ તદન અયોગ્ય છે. આ પ્રમાણે ઉક્ત જે માન્યતા એ તેઓની તદ્દન ક૯૫ના માત્ર છે અને તે સત્યાંશથી ઘણું જ દૂરવર્તી છે, શાસ્ત્રથી વિપરીત છે એટલું જ નહિ પરંતુ યુક્તિથી પણ અયોગ્ય છે. ૧ જેમ કોઈએક ગામનાં તાડ જેવા ઉંચા વૃક્ષને ( અથવા કોઈ માણસને ) માત્ર બે ચાર ગાઉ દૂરથી જોઈએ છીએ છતાં તે વૃક્ષોને કેવળ ઉપર જ ભાગ સહજ દેખાય છે અને જાણે તે જમીનને અડક્યા તેમ ભાસ થાય છે. પરંતુ ત્યાં તે સ્વસ્વરૂપમાં જ હોય છે. તેમ અહીં પણ વિચારવું જરૂર યોગ્ય છે.

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64