________________
સૂર્યનું પ્રકાશ્યક્ષેત્ર. વાગ્યા હોવાથી અંધકાર છે, એમ ક્રમશઃ આગળ આગળના ક્ષેત્રે પુછાવીએ તો ભરતની અપેક્ષાએ થતો અમુક અમુક વખતને વધતો જતો ફેરફાર એકત્ર કરીએ ત્યારે વિલાયત કે અમેરિકા પૂછાવતા અહિં સૂર્યોદય હોય ત્યાં રાત્રિના અમુક........વાગ્યા હોય અને અમેરિકામાં વિલાયત કરતાં પણ રાત્રિ મોડી થવા વાળી હોય. ( લગભગ ૮-૧૦ કલાક ફેર દેખાશે)
उक्त विपर्यासना समर्थन माटे एक व्यक्तिनी नोंध; ઉપર્યુક્ત વાતના સમર્થન માટે એક બીજી નોંધ અત્રે લઈએ છીએ. વિલાયત જનારી વ્યક્તિ, જ્યારે મુંબઈ કિનારેથી સ્ટીમ્બર (વિલાયતી વહાણ)માં બેસી વિલાયત ગમન કરે છે અને તે સ્ટીમ્બર જ્યારે વિલાયત તરફ કુચ કરી મુંબઈથી આગળ વધી અમુક..માઈલ દૂર પહોંચે છે ત્યારે તે સ્ટી
મ્બરના કેપ્ટન તરફથી સારીએ સ્ટીમ્બરમાં સૂચના કરવામાં આવે છે કે પોતપોતાના ઘડીઆળાનો ટાઈમ એક કલાક પાછો મૂકે ( આ કહેવાથી શું થયું? કે મુંબઈ ક્ષેત્રના સૂર્યોદય આશ્રયી જે ઘડીઆળને ટાઈમ મુકેલે તે ટાઈમ આ ક્ષેત્રે આવ્યા ત્યારે મળતે ન આવ્ય, એક કલાકનો તફાવત પડયો તે તફાવત દૂર કરી જે ક્ષેત્રે સ્ટીમ્બર આવી તે ક્ષેત્રના ટાઈમને અનુસરતો ટાઈમ મુકવાની સૂચના કરવી પડી) એ પ્રમાણે ઘડીઆળને ટાઈમ એક કલાક પાછે મુકાણે, હવે તેથી પણ આગળ વધીને સ્ટીમ્બરે જ્યારે અમુક માઈલ માર્ગ કાપે ત્યારે કેપ્ટન મારફત પુન: સૂચન કરવામાં આવી કે અમુક...કલાક ઘડીઆળ પાછળ મુકો, એમ તે સ્ટીમ્બર જેમ જેમ આગળ વધતી વિલાયત તરફ કુચ કરતી ગઈ તેમ તેમ અમુક માઈલ કાપતે છતે અમુક અમુક ક્ષેત્ર સ્થાને અમારી ઘડીઆળ સૂચના મુજબ પાછી કરતા ગયા, એમ કરતાં જ્યારે વિલાયત પહોંચ્યા ત્યારે (મુંબઈથી નીકળ્યા ત્યારથી લઈને અહિં આવતાં) અમારી ઘડીયાળનો વારંવાર ફેરવેલ સર્વ ટાઈમ એકત્ર કરતાં ૮-૧૦ કલાકનું અંતર અનુભવાયું. આ એ જ પ્રમાણે જ્યારે અમેરિકા (વિલાયત આદિ)થી ઉપડેલી સ્ટીમ્બર મુંબઈ તરફ આવવા લાગી ત્યારે ઘટીયન્ચના ક્રમમાં (વિપરીત) જે ઠેકાણે જતાં જેટલે ટાઈમ ઘટાડ્યો હતો, પુનઃ પાછા ફરતાં તે તે સ્થાને તેટલે વધારતા જો જેથી પુનઃ મુંબઈ ટાઈમ મળી રહેશે.
આથી એ જ સમજાવે છે કે શ્રી જિનેશ્વરદેવના ત્રિકાલાબાધિત સર્વ કથિત સિદાતે ખરેખર સત્ય અને નિઃશકે છે એમ નિર્વિવાદ સચોટપણે સાબીત થાય છે.