Book Title: Trailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 25
________________ દક્ષિણયય-ઉત્તરાયણનું સ્વરૂપ. આથી જ જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળે આવી સર્વબાહામંડળના બીજા (૧૮૩મા) મંડળમાં પ્રથમ ક્ષણે પ્રવેશ કરી જે અહેરાત્રવડે એ મંડળ પૂર્ણ કરે તે અહોરાત્ર “૩ત્તરાયણ ” ના પ્રારંભ કાળનું પ્રથમ અહોરાત્ર કહેવાય છે. જેમ દક્ષિણાયનનો પ્રારંભ સર્વાભ્યન્તર–પ્રથમમંડળ વજીને ગણાય છે તેમ ઉત્તરાયણને પ્રારંભ પણ સર્વબાહા મંડળ વર્જ-દ્વિતીય મંડળથી ગણાય છે, અને તે યોગ્ય જ છે, કારણ કે સૂર્ય સભ્યન્તર મંડળના દ્વિતીય મંડળથી માંડી જ્યારે અંતિમ સર્વબાહ્યમંડળ (પ્રથમ વર્ષ ૧૮૩ મંડળ) ફરી રહે ત્યારે દક્ષિણાયન ( સૂર્ય દક્ષિણદિશા તરફ રહેલા સર્વ બાહ્યમંડળ તરફ જતો હોવાથી) જે ૬ માસનો કાળ તે યથાર્થ પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે સૂર્ય જ્યારે સર્વબાહ્યમંડલના દ્વિતીય મંડળથી આરંભીને જ્યારે સભ્યન્તર મંડળે પ્રથમ ક્ષણે આવી તે મંડળ ફરી રહે ત્યારે ઉત્તરાયણને જે ૬ માસ કાળ તે પણ યથાર્થ પૂર્ણ થાય છે. અહીંઆ એટલું વિશેષમાં સમજવું કે પ્રતિવર્ષે બને સૂર્યોનું સર્વાભ્યન્તરપ્રથમ મંડળ અને સર્વ બાહ્ય–તે અંતિમ મંડળ એ બે મંડળો વજી બાકીના ૧૮૨ મંડળે (દક્ષિણાયન પ્રસંગે) જતાં અને ઉત્તરાયણ પ્રસંગે આવતાં એમ બેવાર જવું–આવવું થાય છે. જ્યારે સર્વાભ્યન્તર અને સર્વબાહ્યમંડળે સૂર્યોનું સારાએ સંવત્સરમાં એક જ વાર આવાગમન થાય છે [ કારણ કે કલ્પના તરીકે વિચારતાં સર્વ બાહામંડળથી આગળ ફરવાને અન્ય મંડળ છે જ નહીં કે જેથી સૂર્યોને આગળનું મંડળ ફરીને સર્વબાહ્યમંડળે બીજીવાર–આવવાનું બને, તેવી જ રીતે સર્વાભ્યન્તરમંડળથી અર્વા–અંદર પણ મંડળ નથી જેથી સર્વાભ્યન્તરમંડળે પણ બે વાર ફરવાનો અવસર પ્રાપ્ત થાય, એ વસ્તુ જ નથી ત્યાં પછી બે વારના આવાગમનની વિચારણા અસ્થાને છે.] આ પ્રમાણે તે બન્ને સૂર્યોને સર્વાભ્યન્તર અને સર્વબાહ્યમંડળનો થઈ બે અહોરાત્ર કાળ, અને વચ્ચેના ૧૮૨ મંડળે સૂર્યનું સંવત્સરમાં બે વાર આવવાનું થતું હોવાથી પ્રત્યેક મંડળાશ્રયી બે અહોરાત્ર કાળ થતો હોવાથી ૧૮૨ જગ્યાએ ચૈત્રમાસની શુકલ પ્રતિપદાથી ગણાય છે. આ કાર્તિક માસથી વર્ષનો પ્રારંભ ગણવાની પ્રવૃત્તિ વિક્રમરાજાના સમયથી શરૂ થયેલ છે, જે રાજા પ્રજાને અનુણી (દેવા રહિત) કરે તે રાજાનો જ સંવત્સર પ્રજાજનો ખુશી થઈ પ્રવર્તાવે એવો ચાલુ પ્રવાહ છે. આ કાર્તિક માસથી શરૂ થતા વર્ષારંભના દિવસે સૂર્ય યુગમર્યાદા પ્રમાણે પહેલા વર્ષે ૧૦૪ વા ૧૦૫ મંડળે, બીજા વર્ષ ૯૩મા, ત્રીજા વર્ષે ૮૧ ચોથા વર્ષે ૮૯ અને પાંચમાં વર્ષે ૮૭ માં મંડલે હાય, આ પૂલ ગણિત હોવાથી કદાચિત બા-૧ મંડલથી વધુ તફાવત સમજવો નહિ.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64