________________
દિવસ-રાત્રિના પ્રમાણુની હાનિવૃદ્ધિનું કારણું. (પહેલા વર્ષે ગુજરાતી આષાઢ વદ એકમે) ત્યારે જે ભાગ મુહૂર્ત ન્યૂન એવા ૧૮ મુહૂર્તનું દિનમાન હોય અને ૧૨ મુહૂર્ત રાત્રિમાન હોય, હવે એ દ્વિતીય મંડળથી વધી સૂર્ય આગળ આગળના મંડળે જતો જાય તેમ તેમ દિનમાન ઘટે અને રાત્રિમાન વધે, એમ સૂર્યમંડળની ગતિ અનુસાર વધ-ઘટ થતાં જ્યારે સૂર્ય ૯૧ મા મંડળે આવે, ત્યારે તે ૧૮૪ મંડળના મધ્ય ભાગે આવવાથી ત્રણ મુહૂર્ત દિનમાન સભ્યન્તર મંડળની અપેક્ષાએ ઘણું જ્યારે રાત્રિમાં તેટલી વૃદ્ધિ થઈ ( આપણે તે વખતે પહેલે વર્ષે કા૦ વદિ ૨ નો દિવસ હોય છે ત્યારે એ દિવસ ( ઇંગ્લીશમાં જેને Dolstice ) આવે કે જે દિવસનું દિનમાન ૧૫ મુહૂર્તનું યથાર્થ હોય અને રાત્રિમાન પણ યથાર્થ ૧૫ મુહૂર્તનું હોય છે. સભ્યન્તરમંડળથી સૂર્ય જેમ જેમ સર્વબાહ્યમંડળમાં પ્રવેશ કરતો જાય તેમ તેમ ભરતાદિ ક્ષેત્રોમાં દિનમાન ( ભાગ) ઘટતું જાય છે અને રાત્રિમાનમાં તેટલી જ વૃદ્ધિ થતી જાય છે, એ પૂર્વોક્ત નિયમાનુસાર સૂર્યો પુનઃ ૯૧ાા મા મંડળે આવે ત્યારે સમાન દિનમાન અને સમાન રાત્રીમાન કરનારા હોય છે, એ સૂર્યો ઘણે દૂર ગયેલા હોવાથી ભરતમાં ૧૫ મુછ દિનમાન પ્રમાણ દિવસ પૂર્ણ થાય ત્યારે મહાવિદેહમાં રાત્રિમાન પણ સમાન પ્રમાણવાળું હોવાથી ત્યાં રાત્રિ આરંભાય, જ્યારે મહાવિદેહમાં રાત્રિ આરંભાય ત્યારે ભરત–એરવત ક્ષેત્રમાં સૂર્યોદયને પ્રારંભ થાય, આ પ્રમાણે સરખા પ્રમાણના દિનમાન–રાત્રિમાન હોતે છતે મુહૂર્તની વધઘટ ન હોવાથી કંઈપણ જાતની હરકત નડતી નથી.
એ જ સૂર્યો જ્યારે ૯૧ મંડળથી આગળ વધતા વધતા સર્વબાહ્યામંડળે આદિ પ્રદેશે–પ્રથમ ક્ષણે પહોંચે ત્યારે તદાશ્રયી પૂર્વોક્ત પ્રમાણુવાળી ૧૮ મુહૂર્ત પ્રમાણની રાત્રિ અને ૧૨ મુહૂર્તના માનવાળું દિનમાન આવી રહે છે, એ પ્રમાણે જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળેથી પાછું સંક્રમણ કરીને (ઉત્તરાભિમુખ ગમન કરતો) અંદરના મંડળોમાં પ્રવેશી ( ભાગની) દિનમાન વૃદ્ધિ કરતો અને રાત્રિમાનમાં તેટલી જ હાનિ કરતો કરતો પ્રતિમંડળે ચરતો જ્યારે ૯૧ાા મા મંડળે પુનઃ પાછો આવે ત્યારે–પુન: એ ઉત્તરાયણમાં ૧૫ મુહૂર્તનું દિનમાન અને ૧૫ મહુર્ત રાત્રિમાન યથાર્થ હોય (ત્યારે આપણે પહેલા વર્ષની ચૈત્ર વદિ ૯ હેય) એમ કરતાં કરતાં સૂર્ય જ્યારે સવાભ્યન્તર મંડળે પ્રથમ ક્ષણે આવે ત્યારે પૂર્વોક્ત ૧૮ મુહૂર્ત પ્રમાણનું દિનમાન અને ૧૨ મુહૂર્ત પ્રમાણુનું છિછરાત્રિમાન યથાર્થ હોય. એ પ્રમાણે એક સંવત્સર કાળ પૂર્ણ થાય.
૭૭ સર્વાભરમંથી બાહ્યમંડળે જતાં દક્ષિણાયનમાં ૧૫ મુહૂર્તને દિવસ અને ૧૫ મુહૂર્તની રાત્રિ પહેલા વર્ષની કાર્તિક વદી ત્રીજે હોય.