Book Title: Trailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 30
________________ www ૧/wwwwww શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ. આવે ત્યારે એમ બન્ને ભાગોમાં એરવત અને ભરતક્ષેત્રે બન્ને સૂર્યો પરસ્પર સમણીએ આવેલા હોય ત્યારે સૂર્યના અસ્તિત્વપણને અંગે દિવસ વર્તત હોય તે વખતે જાણે દિવસના તેજસ્વી દેદીપ્યમાન–ઉગ્રસ્વરૂપથી રાત્રિ ભયભીત બની અન્ય ક્ષેત્રે ગઈ ન હોય? તેમ સૂર્ય સર્વા. મંડળે હોવાથી જઘન્ય-૧૨ મુ. માનવાળી રાત્રિ પૂર્વ (પૂર્વવિદેહમાં) અને પશ્ચિમ (પશ્ચિમવિદેહમાં) દિશામાં ગયેલી હોય છે. હવે જ્યારે મેરૂ પર્વતની પૂર્વ અને પશ્ચિમદિશાને વિષે (બન્ને વિદેહમાં) સૂર્ય વર્તતા હોય અને તેથી ત્યાં દિવસનું અસ્તિત્વ હોય ત્યારે પૂર્વવત્ દક્ષિણ અને ઉત્તર દિશાગત જે (ભરત--ઐરવત) ક્ષેત્રો તેને વિષે પૂર્વ વિદેહમાં જેમ રાત્રિ કહી હતી તેમ અહા પણ તેટલા જ માનવાળી ૧૨ મુજઘન્યરાત્રિ વર્તતી હોય છે. આથી એ તે સ્પષ્ટ જ સમજવું કે જે જે ક્ષેત્રોમાં જે જે કાળ-(જે જે મંડળે)–રાત્રિમાન ૧૨ મુહૂર્તનું હોય, ત્યાં તે જ ક્ષેત્રોમાં તે તે કાળે દિનમાન અવશ્ય ઉત્કૃષ્ટ પ્રમાણુવાળું (૧૮ મુ. ) હાય, કારણ કે સર્વથી જઘન્યમાં જઘન્ય રાત્રિમાન-૧૨ મુહૂર્ત સુધીનું હોય છે, અને સર્વથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દિનમાન ૧૮ મુહૂર્ત સુધીનું હોઈ શકે છે. આ કારણથી જ્યાં રાત્રિ સર્વથી લઘુતમ-જઘન્ય હોય ત્યારે તે તે ક્ષેત્રગત દિવસ સર્વોત્કૃષ્ટ પ્રમાણવાળે હોય જ. અને જે જે મંડળે-જે જે કાળે રાત્રિ અથવા દિવસનું પ્રમાણ (પૂર્વોક્ત દિવસ યા રાત્રિના જઘન્ય ૧૨ મુ. અને ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તના યથાર્થ પ્રમાણમાંથી ) જે જે ક્ષેત્રોમાં જેટલા જેટલા અંશે વધઘટવાળું હોય, ત્યારે તે જ ક્ષેત્રોમાં તે કાળે રાત્રિ અથવા દિવસનું દિનમાન પણ વધઘટવાળું હાય. આથી એટલું ચોક્કસ સમજી રાખવું કે કોઈ પણ ક્ષેત્રે-કેઈપણ મંડળે– કઈ પણ કાળે અહોરાત્ર પ્રમાણ તે ત્રીશ મુહૂર્તનું જ હોય છે, (જે કે ઈતરમાં બ્રહ્મા અપેક્ષાએ જુદું છે) કોઈ પણ ક્ષેત્રમાં કઈ પણ કાળે તે અહોરાત્ર કાળમાં કદી પણ ફેરફાર થયો નથી અને થશે પણ નહીં, રાત્રિ અથવા દિવસનું પ્રમાણ ભલે વધઘટવાળું થયા કરે પણ બન્નેના માનને સરવાળો કરીએ ત્યારે ઉક્ત ૩૦ મુહૂર્તા પ્રમાણ આવ્યા વિના નહિં જ રહે. શકા–ઉપર્યુક્ત લખાણ વાંચતાં કોઈક વાંચકને શંકા થશે કે જ્યારે તમેએ ભરત–ઐરાવત ક્ષેત્રે સૂર્યને પ્રકાશ ૧૮ મુહૂર્ત સુધી રહેલો હોય ત્યારે બને પૂર્વ–પશ્ચિમ-વિદેહમાં માત્ર ૧૨ મુહૂર્ત પ્રમાણુવાળી (સૂર્યના પ્રકાશા

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64