Book Title: Trailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 32
________________ શ્રી બૃહતસંગ્રહણી સૂત્રમ . વિદેહના મધ્યભાગની અપેક્ષાએ સમજવું, વિદેહની પહોળાઈની જે મધ્યભાગની સીમાં તેના મધ્યભાગે-એટલે વિદેહની પહોળાઈ ગત જે મધ્યપણું તેજ ગ્રહણ કરવાનું છે પણ લંબાઈની અપેક્ષાનું નહિ, જેમ ભરતક્ષેત્રમાં પણ દિનમાનરાત્રિમાન તથા સૂર્યનું ઉદય-અસ્ત અંતર સ્થાન પ્રમાણ વિગેરે સર્વપ્રમાણનું ગણવું–અર્થાત્ તે તે સૂર્યના ઉદયાસ્ત સ્થાનને જોવાની અપેક્ષા ભરતક્ષેત્રના મધ્યભાગથી (અયોધ્યાથી) ગણવાની હોય છે તેવી જ રીતિએ અત્ર વિદેહમાં પણ સમજવાનું છે. શકા–તમારે ઉપર્યુક્ત સમાધાન કરવાની આવશ્યકતા પડી, એના કરતાં અમે પૂછીએ છીએ કે જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રિ હોય ત્યારે ચન્દ્રનું અસ્તિત્વ કેમ સ્વીકાર્યું નહિ? શું સૂર્યના પ્રકાશાભાવે જ રાત્રિ કાળ થાય છે અને ચન્દ્રના અસ્તિત્વને અંગે થતો નથી ? સમાધાન–દિવસ અથવા રાત્રિને કરવામાં ચન્દ્રને કઈ પણ પ્રકારે લાગતું વળગતું નથી, અર્થાત્ સૂર્યમંડળથી થતી રાત્રિ-દિવસની સિદ્ધિમાં ચન્દ્ર મંડળોનું કંઈ સાહચર્ય અથવા પ્રોજન હોતું નથી, કારણ કે ચન્દ્રમંડળની અલ્પ સંખ્યા-મણ્ડલેનું સવિશેષ અંતર–ચન્દ્રની મન્દગતિ–મુહૂર્તગતિ આદિમાં સર્વ પ્રકારે વિપર્યાસ-વિચિત્રપ્રકારે-વિપરીત રીતે થતો હોવાથી સૂર્યમંડળની ગતિ સાથે સાહચર્ય મળતું ક્યાંથી જ આવે? કે જેથી તે ચન્દ્ર રાત્રિ યા દિવસને કરવામાં નિમિત્તરૂપ બને ! આથી ચન્દ્રના ઉદય અને અસ્ત ઉપર કંઈ રાત્રિના ઉદય અને અસ્તને આધાર છે એમ તો છે જ નહીં, તેમ જ રાત્રિના ઉદયઅસ્ત ઉપર ચન્દ્રના ઉદય-અસ્તનો આધાર છે એમ પણ નથી. જે ચન્દ્રના ઉદય-અસ્વાશ્રયી રાત્રિકાળનું સંભવિતપણું સ્વીકારાતું હેત તો ભરત વિગેરે ક્ષેત્રોમાં શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષમાં પણ હંમેશને માટે સૂર્યાસ્ત થયા બાદ ચન્દ્રમાનું દર્શન અવશ્ય થાત જ, જ્યારે એ પ્રમાણે બનતું તો નથી, વધુમાં પ્રત્યેક તિથિએ ચન્દ્રનું દષ્ટિગોચર થવું સૂર્યાસ્ત બાદ અનુક્રમે વિલંબે વિલંબ થતું જાય છે, વળી ખરી રીતિએ વિચારીએ તો હંમેશાં આખી રાત્રિ પૂર્ણ થતાં સુધી ચન્દ્રમાનું અસ્તિત્વ–હાવું જ જોઈએ, છતાં તેમ ન થતાં અહીં તો શુક્લ પક્ષમાં અમુક અમુક પ્રમાણ રાત્રિકાળ રહેવાવાળો સૂર્યોદય પછી ૭૩ એટલે કે મહાવિદેહગત ઉભી પડેલી સીતા અથવા સીતાદા [ • • • | નદીની પહોળાઈ તેનું મધ્યબિન્દુ સ્થાન ગણત્રીમાં લેવું ? કે વિજયોની રાજધાનીરૂપ મધ્ય ભાગ ગણત્રીમાં લેવો ? તે શાસ્ત્રમાં સ્પષ્ટ ન હોવાથી યથાસંભવ મધ્યભાગ વિચારવો.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64