________________
મંડળ ચાર અર્ધમંડળ સંસ્થિતિ. १-मंडळचार-अर्धमंडळसंस्थितिः
સર્વાભ્યન્તરમંડળે રહેલા સૂર્યો પૈકી એક સૂર્ય (મારતસૂર્ય) જ્યારે દક્ષિણ દિશામાં હોય છે ત્યારે બીજે (ફેરવતસૂર્ય ) સૂર્ય ઉત્તરદિશામાં હોય છે. એ બન્ને સૂર્યો વિવક્ષિત મંડળમાં પ્રવેશ કરતા તે તે મંડળને ચરતા ચરતા પૂર્વાપર બન્ને સૂર્યો અદ્ધ અદ્ધમંડળચારને કરતા જે જે દિશાના સૂર્યને જે મંડળની જે દિશાની અદ્ધ અદ્ધ મંડળોની કેટીએ પહોંચવું હોય છે તે તે દિશાગત મંડળની કેટીને અનુલક્ષી પ્રત્યેક સૂર્યો વ્યવહાર પૂર્વક સંચરતા તેવા પ્રકારની કોઈ વિશિષ્ટ ગતિવડે પોતપોતાને યોગ્ય અદ્ધ અદ્ધ મંડળમાં સંક્રમીને પ્રત્યેક અહોરાત્ર પર્યનતે ૨ ૦ ૬૬ ભાગ ક્ષેત્ર વિતાવતા અને દિનમાનમાં પ્રત્યેક મંડળ સંક્રમતાં હું મુહૂર્તભાગને ખપાવતા થકા અન્ય અન્ય મંડળમાં પ્રથમ ક્ષણે સંક્રમણ કરે છે તથા તે સૂર્યો દક્ષિણાયનમાં ૬ માસને અને સર્વબાહા મંડળે પહોંચે છે અને જેવી રીતે સભ્યન્તરમંડળથી સર્વબાહ્યસ્થાને પહોંચ્યા હતા તેવી જ રીતે પુન: સર્વાભ્યન્તરમંડળે ઉત્તરાયણમાં ૬ માસે પાછા ફરે છે, એમ તે બન્ને સૂર્યો એક સંવત્સરકાળ પૂર્ણ કરે છે. તે આ પ્રમાણે –
એમાં સર્વબાહ્યમંડળેથી આવેલે સર્વાભ્યન્તરમંડળે દક્ષિણ પૂર્વ દિશામાં વર્તતો સૂર્ય પ્રથમક્ષણે પ્રવેશ કરતો થકો તે પ્રથમ ક્ષણથી ઊર્વ–આગળ
૬૬–અહીંઆ ભેદ ઘાતવડે થતું સંક્રમણ એટલે કે વિવક્ષિત મંડળથી અનન્તર મંડલમાં સંક્રમણ કરવા ઈચ્છતા સૂર્યો જે સ્થાનેથી પ્રારંભ કર્યો તે સ્થાને જ આવી તે મંડલના અનન્તર મંડળ વચ્ચે રહેલું બે એજનનું જે અંતરક્ષેત્ર તે ક્ષેત્રમથે પાછા સીધે ચાલી (આકતિમાં જણાવ્યા મુજબ) પછી બીજું મંડલ શરૂ કરે છે તેમ ન સમજવું, આ માન્યતા તો પરતીર્થિકની છે, અને એથી જ એમ લેતાં મોટો દોષ ઉભો થઈ જાય છે કે એક મંડળથી બીજા મંડલે ભેદઘાત વડે એટલે સીધું ક્ષેત્રગમન કરવામાં જે કાળ જાય એટલે કાળ આગળના મંડળમાં ચરવાને માટે ઓછો થાય અને તેથી બીજા મંડળનો એક અહોરાત્ર કાળ તે પણ પૂર્ણ ન થાય અને બીજું મંડલ પૂર્ણ ચરી ન શકવાથી સકલ જગત વિદિત નિયમિત રાત્રિ-દિવસ માનમાં વ્યાઘાત થવાથી અહોરાત્રોને અનિયત થવાના દોષનો પ્રસંગ આવી જશે માટે આ મત અયુક્ત છે અને ઉપર્યુક્ત મત યુક્ત છે કારણ કે તેથી વિવક્ષિત સ્થાનથી સૂર્ય ગમન જ એવા પ્રકારનું કરવા કરતા મંડલ ચરે છે કે એક અહોરાત્ર પર્યન્ત તે અપાન્તરાલ ક્ષેત્ર સહિત અનન્તર મંડલની કાટીએ એક અહોરાત્ર પર્યન્ત પહોંચી જાય છે.
કિ