Book Title: Tithi Prashne Saral Samaj Author(s): Divyakirtivijay Publisher: Kiran B Shah Mumbai View full book textPage 5
________________ પ્રાસ્તવિક ‘શુદ્ધ પ્રચાર કાર્ય તો થવું જ જોઈએ ‘પ્રભુ શાસનની સેવાના ખરા પ્રસંગે કાયર વિચાર કરવા અને પોતાપણું જ સાચવવાની ચિંતામાં પડી જવું એમાં કશું જ ડહાપણ નથી. સાચું ડહાપણ તો કાયરતા છોડી, પોતાપણાની ચિંતાનો ત્યાગ કરવામાં અને શાસનની ચિંતાને જ પોતાની ચિંતા માનવામાં છે. જે સમયે શાસનનો નાશ કરનારા શાસનના નાશ માટે ખુલ્લંખુલ્લા બહાર પડયા હોય તે સમયે કાયર વિચારણામાં જ સમય પસાર કરવો એ ભયંકરમાં ભયંકર અને અક્ષમ્ય પામરતા છે. વિરોધીઓના ખોટા કોલાહલની એક લેશ પણ પરવા રાખ્યા વિના આજ્ઞાનું ઉલ્લંધન ન થાય તે રીતે પ્રભુશાસનના શુદ્ધ સત્યને સ્પષ્ટ સ્વરૂપે પ્રકાશિત કરે તો વિરોધીઓને ઉભા રહેવાની પણ જગ્યા નથી. પરંતુ તેની સામે જે જાતિનું શુદ્ધ પ્રચાર કાર્ય થવું જોઈએ તેનહિ થાય તો તેનું કારમું વાતાવરણ વધતું જશે.' સ્વ. ગચ્છાધિપતિ શ્રીમ વિજ્ય રાચંદ્રસૂરીશ્વરજી મહારાજા (જિનવાણી વર્ષ-પ-અંક-૧૦-જુન ર૦૦૫) પ.પૂ. ગચ્છાધિપતિ સ્વ. આચર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના ઉપરોક્ત ટંકશાળી વચનોને લક્ષમાં લઈ આ નાનકડી પુસ્તિકા સત્યના જિજ્ઞાસુઓ સુધી પહોંચાડવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે. પ્રસ્તુત પુસ્તકમાં ક્યાંય પણ જિનાજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્. અંતે સૌ કોઈ પરમાત્માની આજ્ઞાનુસાર આરાધના કરી શિધ્રાતિશિધ્રા પરમપદના ભોક્તા બને એજ એકની એક પરમાત્માને પ્રાર્થના. લી. કિરણ બી. શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48