________________
વાસ્તવમાં જે રીતે ઉત્તરાર્ધનો અર્થ બંને પક્ષે સંમત છે તે રીતે જ પૂર્વાર્ધનો અર્થ તેઓ કરે તો તે ર તિથિપક્ષે કરેલા અર્થ મુજબ જ આવે
(૫) ૧ તિથિપક્ષના ધુરંધર આચાર્ય પૂ. સાગરજી મહારાજે પૂર્વે શ્રી સિદ્ધચક્રમાં સ્પષ્ટ અને સરળ અર્થ કરેલો છે
જો પર્વતિથિનો ક્ષય ન થતો હોય તો ‘ક્ષચે પૂર્વી” એવો શ્રી ઉમાસ્વાતિજનો પ્રઘોષ પણ હોત નહિ...
...તે તિથિ સૂર્ય ઉદયને ફરશે નહિ તેથી જ ક્ષય ગણાય છે. અને આજ કારણથી બીજ, પાંચમ વગેરે પર્વતિથિઓનો ક્ષય હોય છે ત્યારે તે પર્વતિથિની આરાધના પહેલે દિવસે કરી લેવામાં આવે છે, કેમ કે તે પર્વતિથિનો ભોગવટો તે તે આગલી સૂર્ય ઉદયવાળી તિથિમાં પહેલાં પહેલાં થઈ ગયેલો હોય છે. (માટે જે જે) અને સૂર્ય ઉદયવાળી તે તે પર્વતિથિ ન મળે તે તેની આગલી (પૂર્વની) તિથિની પહેલી તિથિએ તે પર્વતિથિનો ભોગવટો હોવાથી તે તે પર્વતિથિની આરાધના થાય છે. કેમ કે જેમાં જે હોય તેમાં તેનો સમાવેશ કરવો એ રીતસર છે.
એવી રીતે વૃદ્ધિમાં પણ માત્ર તિથિનો ભોગવટો વધી જવાથી તે તે તિથિઓ બે સૂર્યોદયને ફરસવાળી થાય છે. પણ પખવાડીયામાં કોઈપણ સોલમી તિથિ આવતી નથી. પૂર્વ સૂર્યોદયવાળી તિથિ કરતાં પર સૂર્યોદયવાળી (પછીના સૂર્યોદયવાળી) તિથિ બલવતી ગણાવાથી જ આગલી (પછીની) તિથિએ અનુષ્ઠાન થાય છે. સંપૂર્ણતા પણ તિથિની તે દિવસે જ છે.
(શ્રી સિદ્ધચક વર્ષ – અંક-૪, ટાઈટલ પેજ-૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org