Book Title: Tithi Prashne Saral Samaj
Author(s): Divyakirtivijay
Publisher: Kiran B Shah Mumbai

Previous | Next

Page 42
________________ વિ.સં. ૧૯૯૨ નો પ્રસંગ વર્ષાથી ચાલી આવતી શાસ્ત્રાજ્ઞા મુજબની ઉદયાત ચોથ મુજબ આરાધના કરનારા (આવર્ષે ભા.સુ. ૫ બૃહતી તેને યથાવત્ માન્ય રાખી ઉદયાત ચોથનાજ સંવત્સરી કરનારા) પૂ.આ. શ્રી સિદ્ધિસૂરિ મ. નો સમુદાય (પૂ.આ. શ્રી સિદ્ધિસૂરિમ ને પૂ. આ.શ્રી નેમિસૂરિમ, એ વચન થી બાંધેલા તેથી તેમણે અલગ કરી પણ પોતાના સમુદાયને ઉદયાત્ કરાવી) પૂ.આ. શ્રી લબ્ધિસૂરિજી મ., પૂ.આ.શ્રી પ્રેમસૂરિજી મ., પૂ.આ.શ્રી ભક્તિસૂરિજી મ., પૂ. આ.શ્રી ભદ્રસૂરિજી મ. પૂ.આ. શ્રી કનકસૂરિજી મ., પૂ.આ.શ્રી શાંતિચંદ્રસૂરિજી મ. પૂ.આ. શ્રી કર્પૂરસૂરિજી મ. શાસ્ત્રાજ્ઞા મુજબની ઉદયાત્ ચોથ છોડનારા ભાદરવા સુદ બે પાંચમને બદલે બે ત્રીજ કરી વાસ્તવિક ભા.સુ. પ્રથમ પાંચમ ને ચોથ બનાવી ઉદ્યાત્ સંવત્સરી છોડનારા પૂ. સાગરજી મહારાજ ઉપરાંત પોતાની ચાલી આવતી ઉદયાત્ ચોથની માન્યતાને છોડી પૂ. સાગરજી મ. સાથે ભળી ખોટી પરંપરાને બળપુરુ પાડનાર પૂ.આ. શ્રી નેમિસૂરિજી, પૂ.આ. શ્રી નીતિસૂરિજી પૂ.આ. શ્રી વલ્લભસૂરિજી, પૂ.આ. શ્રી મોહનસૂરિજી, પૂ.આ. શ્રી સૂરેન્દ્રસૂરિજી, પૂ.આ. શ્રી કેશરસૂરિજી મ., આદિ સમુદાયો આ ઇતિહાસ પરથી જોઇ શકાશેકે વિરોધીઓએ જે પ્રચાર કર્યો છેકે ‘પૂ.આ. શ્રી રામચંદ્રસૂરિજી એ સકલસંઘથી જુદાપડી સંવત ૧૯૯૨ માં નવીપરંપરા સંઘની અનુમતિ લીધા વિના ચાલુ કરી તેથી ઝઘડો થયોછે'' આવાત કેટલી સાચી ? શું સંવત ૧૯૯૨માં જેઓએ અવિછિન્ન ચાલી આવતી શાસ્ત્રાજ્ઞા મુજબની ઉદયાત સંવત્સરી છોડી તે નવું ન કર્યું ? સેકંડો વર્ષોની સંવત્સરી પૂ. આ.ભ. શ્રી વિ. રામચંદ્રસૂરિજી આદિએ સાચવી-જાળવી રાખી છે. તેમને નવું કરનાર કહેવા કે અન્યોને ? અન્યપર્વતિથિ માટે તેમ કહેતા હોય, તો તે ધુસી ગયેલી ગરબડને સુધારી છે, જે શાસ્ત્રાજ્ઞા અને પ્રાચીન પરંપરા મુજબ છે. 36 www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education International

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48